એક મજાની વાર્તા : 'માછલીઘર'

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : 'માછલીઘર' 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

આજે બધું જ કામ ખૂબ ઝડપથી પતાવી શચિ એના દીકરા સાથે એક જ મહોલ્લામાં રહેતી પોતાની બહેનપણી રિદ્ધિને ત્યાં બેસવા ગઈ. જ્યાં રિદ્ધિ નો દીકરો ને એનો દીકરો બંને સાથે મળી સ્કૂલના પ્રોજેક્ટ પર કામ કરી શકે. અને એ બન્ને બેનપણીઓ ગપસપ કરી શકે કેટલાય દિવસથી સમય લઈને સાથે બેસવાનું હતું મળ્યું. તો ઘણી ગપસપ કરવી હતી. ઘણીય વાતો મગજમાં હતી જે કહેવી હતી. રિદ્ધિની કેટલી વાતો સાંભળવી હતી.

તો કેટકેટલાય પ્લાન લઈને શચિ રિદ્ધિ ને ઘરે ગયેલી. પરંતુ રિદ્ધિ ના ઘરે ગયા પછી આમાનું વિચારેલું કંઈ થયું નહીં.  રિદ્ધિ ના ઘર માં પ્રવેશતા જ શચિ ની નજર ડ્રોઈંગ રૂમના ટીવી કોર્નર તરફ ગઈ. અને ત્યાં જ રોકાઈ ગઈ. ટીવી ટેબલ પર એકવેરિયમ મૂકેલું હતું જેને બતાવતા રિદ્ધિ નો દીકરો બોલ્યો, 'આંટી આ અમે કાલે જ લઈ આવ્યા.' જરા ભર માટે તો એ નાનકડા એક્વેરિયમના પાણીમાં રંગબેરંગી સુંદર માછલીઓ જોઈ મન ખુશ થઈ ગયું. ખૂબ સરસ લાગતી હતી. માછલીઓ એ પાણીમાં આવનજવાનું ઉપર નીચે તરતી માછલીઓને જોઈ શચિનુ મન ખુશ થઈ ગયું. શચિ સ્વભાવે થોડી સંવેદન છે છોકરાઓ તો રમવામાં વ્યસ્ત થયા.

અને શચિ ને રિદ્ધિ ડ્રોઈંગ રૂમના હિંડોળા પર બેસી હિંચકતા જઈને વાતો કરતા જાય છે. પણ શચિનું ધ્યાન એક પણ વાતમાં પૂરું નહીં. હિચકો હલે માછલીઘર હીંચકો જાય એક્વેરિયમ નજીક પહોંચે અને સચિ એકદમ માછલીને જોવે. હીંચકો પાછો આવે બસ આ હીંચકા ની આવનજાવન ને સચિ માછલી તરફ જોવાનું વિચારવાનું સતત ચાલુ તે શરીરથી તો રિદ્ધિ સાથે બેઠી હતી. પણ કદાચ એનું મન આ માછલી જોડે જોડાઈ ગયું હતું. એ વિચારતી હતી કે, આ 'માછલીઘર' લાવવાનું કેમ સૂઝયું હશે? તેને રિદ્ધિ ને પૂછી પણ લીધું તો પૂછતા ખબર પડી કે,  રિદ્ધિના સાસુ ને કોઈએ કહ્યું હતું કે, એક્વેરિયમ ને ઘરમાં રાખવું બહુ સારું કહેવાય. અને એમાં વળી એના દીકરાને જોઈતું જડયું જીદ કરી. તે બાળક તો પછી ક્યાં સમજે તે લઈ આવ્યા એવું રિદ્ધિ એ જણાવ્યું. 

થોડો સમય આમનેઆમ હીંચકાની આવન જાવન સાથે માછલીઓને જોતા જોતા એકદમ એની નજર એક માછલી પર થંભી ગઈ. એક માછલી તરફડિયા ખાતી હતી. શચિની ચીસ નીકળી રિદ્ધિ જો આ માછલી મરી જશે.  'રહેવા દે આ બધું ચલ આપણે એને એના વિશ્વમાં મૂકી આવીએ.' ત્યાં તો સામે સોફા પર બેઠેલા સાસુમા તરત બોલ્યા, શચિ જો આમાં એને ખોરાકને બીજી બધી જ વ્યવસ્થા મળે છે. એટલે તું ચિંતા ના કર. નવું હોય તે સેટ થતાં થોડી વાર લાગે પછી થઈ જશે. અને બા 'સેટ ન થાય તો?  રિદ્ધિ બોલી, 'અને ના થાય તો મરી જશે'. એમાં આટલું બધું વિચારવાનું ન હોય બાએ જવાબ આપ્યો.શચિ તો અચંબામાં પડી અરે કેવી નિર્દયતા?  એના  તડફડવાથી ડરી ન જવાય. ૧૦ -૧૨ માંથી એકાદ જો મરી જાય તો પણ શું?  જો બેટા,  માછલીઘર ઘરમાં રાખવું એ બહુ સારું ગણાય. પણ બા એનું વિશ્વ તો પાણી છે દરિયો છે, એને આટલા નાના ચોરસ માં ફરવું કેમ ફાવે? શચી બધુંું ફાવી જાય બેટા. તું તારી ચિંતા કર, અમે એની કિંમત ચૂકવી છે સમજી. અને માછલી ને વળી શું ફાવે ને શું ન ફાવે? એને જોઈએ એ બધુંં તો આપણે આપીએ જ છીએ ને જીવવા માટે ખોરાક, પાણીને, ઘર.

ત્યાં રિદ્ધિથી બોલી જવાયુ હા, 'આ શ્વાસ  ટકાવવા એનાથી વિશેષ બીજુ જોઈએ  જ શું'?  'મારી જેમ માછલીને પણ પોતાનો વિશાળ સમુદ્ર ભૂલી આપણને આપેલા ચોકઠામાં ફીટ થઈ જવાનું, વળી બીજા વિકલ્પ પણ ક્યાં છે? એટલે કાં તો એ તૈયાર બોક્સમાં સેટ થશે અને નહીં થઈ શકે તો મરી જશે'.

કેમ આમ બોલે છે રિદ્ધિ? અરે કંઈ નહીં એમ જ. ત્યાં તો સાસુમા બોલ્યા હા બેટા, 'રિદ્ધિ તમે બરાબર સમજી ગયા છો'. રિદ્ધિએ હસીને વાત ટાળી દીધી.  માછલી ને તરફડતી જોઈ સચિનો 'જીવ કળીયે કળિયે કપાતો હતો'. ત્યાં અત્યાચાર કે માછલીની વેદના એનાથી સહન નહોતી થતી, એટલે દીકરાને લઈ તરત ઘરે જવા નીકળી. મિત્રના ઘરે માછલીઘર જોઈ. 

શચિના દીકરાએ પણ માછલીઘર લાવવાની જીદ કરી. શચીએ ઘણું સમજાવવાના પ્રેમપૂર્વક પ્રયત્ન કર્યા. પણ તે 'એકનો બે ના થયો'.  માછલીઘર લાવવું જ છે એવી જીદે  ચડયો. પરંતુ શચિ એમ કઈ જીદને પરવશ થાય એવી માં નહોતી. એ પોતાના શોખ માટે બીજા એક જીવને કેદ કરવામાં નહોતી માનતી. તેને થયું બાળકને સાચી સમજ આપવી જ પડશે તેણે ઘરે જઈ દીકરા શુભમને એક નાનકડી રૂમમાં બંધ કર્યો. અને કહ્યું કે, 'અહીં તને બધુંજ ભાવતું ખાવાનું મળશે. 'જો તું આખો દિવસ આ રૂમમાં બંધ રહીશ, બહાર આવવાની જીદ નહીં કરે, આનંદથી રહીશ તો બીજે દિવસે આપણે માછલીઘર લઈ આવીશું'.

શુભમે કહ્યું, 'હા મમ્મી હું રહીશ માછલીની લાલચમાં તે આખો દિવસ રહ્યો તો ખરા પણ બીજે દિવસે રૂમની બહાર આવતાવેત જ બોલ્યો, 'મમ્મી આપણે માછલીઘર નથી લાવવું હો'. શચિએ પૂછયું કેમ? 'મમ્મી તું મને જે કહેવા માંગતી હતી એ મને સમજાઈ ગયું'. બસ બેટા, 'આપણે માત્ર આપણા શોખ ખુશી કે સ્વાર્થ ખાતર એક જીવને એની દુનિયાથી વિખૂટો કેમ કરી શકીએ?  એ વિશાળ દરિયામાં રહેનારી માછલીને ૬ / ૬ ના ચોરસ બોક્સમાં બંધ કરી ક્યો આનંદ લૂંટવાનો'? શચીને હાશકારો થયો. કે હાશ!  દીકરો તો સમજી ગયો. 

પણ શચિના મનમાં એ રિદ્ધિના ઘરનું ચિત્ર હજી આઘું ખસતું નહોતું ં કે, નહોતા આઘા ખસતા રિદ્ધિના શબ્દો.. બહારથી ખૂબ આધુનિક વિચાર ધરાવતી, હસમુખીને, બિંદાસ દેખાતી આ રીતે આજે આવું કેમ બોલી હશે?. તેને નિરાંતે વાત કરવા રિદ્ધિ ના ઘરે ફોન કર્યાે તેના સાસુએ ઉઠાવ્યો. સચીએ કહ્યું, બા રિદ્ધિ છે? મારે એનું કામ હતું મારી સાથે બજારમાં આવશે? એવું પૂછવું હતું એ કહેતી હતી કે, આજે એને બધુંું કામ થઈ ગયું છે તો.. 'ના....' એને નહીં ફાવે હો. અરે બા, પણ રિદ્ધિ ને આપો ને 'હું એને જ એકવાર પૂછી લઉં એને'..?

'એને શું પૂછવાનું મેં કહ્યું, 'નહીં ફાવે એટલે બસ 'ના' એટલે 'ના'... 'એને ક્યાં જવું? કોની સાથે જવું? અને ક્યારે? એ બધુંનક્કી કરનાર હું ને મારો દીકરો છીએ'. 'અમારી 'ના' પછી 'ના' જ હોય તો સમજી લેવાનું. હવે શચિને રિદ્ધિ ના શબ્દો સમજાતા હતા. તેને સમજાયું કે, 'જે જગ્યાએ એક જીવતા જાગતા માણસની સંવેદના નથી સમજાતી ત્યાં અબોલ માછલીઓનું તો શું'?  સચીએ ફોન મૂકી દીધો. અને આ 'રિદ્ધિ' નામની માછલીને એના મઢેલા માછલીઘરમાંથી બહાર કેમ કાઢી શકાય? તે વિચારમાં પડી ગઈ.

તે રિદ્ધિની વિવશતા અનુભવી શકતી હતી. કેમ કે તમે તમારી મરજીથી બંધનમાં રહો અને કોક તમને બંધનમાં રાખે ત્યારે કેટલી પીડા થાય એ  તે જાણતી હતી.

- નિધિ મહેતા'ખુશી'


Google NewsGoogle News