એક મજાની વાર્તા : ''લવ યુ ઝિંદગી''
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
કોણે કીધું કે અઘરી છે ઝિંદગી,
કોણે કીધું કે એકલવાયી છે ઝિંદગી,
વાવી તો જુઓ બે દાણા સ્નેહતણા,
ખુશીઓનો મબલખ પાક છે ઝિંદગી.
આયુષ દોડતો દોડતો આવે છે અને મંજરીને પાછળથી વિંટળાઈ વળે છે. પરાણે પોતાની જાતને આયુષની પકડમાંથી છોડાવતી હોય એમ મંજરી છણકો કરીને બોલે છે ' આઘો જા ને આવડો મોટો થયો પણ હજુ'ય આમ મને ટીંગાય છે હવે કાંઈ નાનો છે? પણ...અચાનક એ સભાન થઈ.આયુષ ...આયુષ તોે ન્હોતો ત્યાં.પછી એને ભાન થયું કે એ તો ભૂતકાળમાં સરી પડી'તી.
છેલ્લા કેટલાય સમયથી આયુષ જાણે આયુષ હતો જ નહીં એવું લાગતું.હર્ષ પણ ચિંતીત રહેતો.પતી-પત્ની ભેગા મળીને આયુષની જ ચિંતા કરતા કે કેટલા લાડકોડથી પોતાનાં દીકરાને આટલો મોટો કર્યો,પણ આ તરુણાવસ્થામાં એને સાચવી ન શક્યા.પાણી માગ્યું ત્યાં દુધ હાજર કર્યું પણ તો'ય આજે આયુષ કેમ આમ? મંજરીએ કંટાળીને હર્ષને કહ્યું ,
કહું છું,'આયુષને શું થય ું છે જુઓને જરા,હમણાથી આવું જ કરે છે,નાસ્તો કરવા નથી આવતો,જમવા નથી આવતો, ને કાલ તો આમ બુમ મારવાની'ય ના કહી દીધી.શું કરવું આ છોકરાનું?'
હર્ષ પણ ચિંતિત હતો.શું કરવું કંઈ સમજાતું ન્હોતું.દિવસે ને દિવસે આયુષ સુકાતો જતો હતો,હવે તો બે ત્રણ દિવસ રૂમમાં ભરાયેલો રહેતો,સ્કુલે ન જતો,મિત્રોને ન મળતો.ઘરમાં'ય ભાગ્યે જ વાત કરતો,ને કંઈ પૂછો તો કાં તો ખુબ ગુસ્સો કરતો ને કાં તો બાઘાની જેમ નીચે જોઈને સાંભળ્યા કરતો.
એક દિવસ હર્ષે મંજરીને કહ્યું ,' અરે, મંજરી કહું છું મારો મિત્ર એક ડોક્ટરને ઓળખે છે એને વાત કરીએ તો?'
મંજરી તો છંછેડાઈ ગઈ, 'લે આટલી એવી વાતમાં વળી ડોક્ટરન ે પૂછવાનું?'ના ના તમે જ કહો કે ડોક્ટર પૂછે કે શું થયું છે તો શું કહેવાનું?'
હર્ષે મંજરીને સમજાવતા કહ્યું કે જો,'આપણો આયુષ નથી ભણતો,નથી સ્કુલે જાતો,નથી મિત્રો સાથે સમય વિતાવતો, આખો દિવસ લેપટોપને મોબાઈલ...આ શું ઓછું લાગે છે?કાળા કુંડાળા થઈ ગયા છે આંખ પાસે,જમતો નથી સરખું...હું તો વાત કરીશ.'
''સારું તમને જેમ ઠીક લાગે તેમ...કહી બબડતી બબડતી મંજરી રસોડાનાં કામમાં અટવાઈ ગઈ.
બીજે જ દિવસે હર્ષ ડૉ.આદેશરા પાસે ગયો. આયુષ વિશે વાત કરી.
મોબાઈલ મેનિયા,કે પછી એકસ્ટ્રીમ ઓ.સી.ડી. હોય શકે.ટ્રીટમેન્ટ કરવી પડે. ...કાઉન્સલિંગ પણ કરવું પડશે એવી વાત નક્કી થઈ.
ડોક્ટરે સલાહકાર્ય કરવુ પડશે એવું જણાવ્યું ત્યારે મંજરીને સમજાવવાનું કામ આકર ુ થયુ.' આપણો છોકરો કાંઈ ગાંડો થોડો છે તો સાઈ ક્યાટ્રીને બતાવાનું હોય? પત્યુ. એનો અસહકાર જ ચાલુ હતો. જો કે આજકાલ આયુષમાં મુડ સ્વિંગ્સ પણ જોવા મળતા. આખો દિવસ ઓનલાઈન રહેતો, સોશીયલ મિડીયા પર લાઈવ રહેતો. મોબાઈલને જ દુનિયા માનતો. છેલ્લા અઠવાડીયાથી તો હદ થઈ ગઈ હતી, હર્ષ બરાબરનો બગડયો હતો,મંજરીને કહ્યું સવાર સવારમાં કે 'આજ તો ફેંસલો કરી જ લેવો છે બધાની જડમાં મોબાઈલ જ છે ને? મોબાઈલ જ નહીં હોય તો એ શું કરશે?'' ધમ ધમ કરતો હર્ષ ઉપર ગયો અને મોબાઈલ જ લઈ લીધો અને ઓફીસ ચાલ્યો ગયો. પરિણામ એ જ આવ્યું જેનો ડર હતો, આયુષે હાથની નસો કાપી નાખી. મંજરી રોજનાં રૂટિન મુજબ ધોવાનાં કપડા લેવા રૂમમાં ગઈ તો લોહીથી લથબથ બેડ પર ફસડાઈ પડેલા આયુષને જોઈને ડઘાઈ જ ગઈ. માંડ પોતાની જાત સંભાળી ને હર્ષને ફોન કર્યો, ૧૦૮ બોલાવી, હોસ્પિટલાઈઝ કર્યો આયુષને. થોડીવારમાં હર્ષ પણ હોસ્પિટલ પહોંચ્યો. એક તરફ એને આયુષ પર ગુસ્સો હતો ને બીજી તરફ ચિંતા.
ડોક્ટરે ૪૮ કલાક આપ્યા. લોહી બહુ વહી ગયું હતું.
આયુષની એક તરફ મંજરી અને બીજી તરફ હર્ષ..શું થશે...બેઉની ચિંતાનો પાર ન્હોતો.
મંજરી તો ઉલટાની હર્ષથી નારાજ હતી કે ગુસ્સો ન કર્યો હોત તો આવુ ન થાત. હર્ષને પણ અફસોસ હતો પણ શું કરે આયુષ કોઈના'ય કહ્યામાં ન્હોતો.
૨૪ કલાક પસાર થયા, આયુષ ભાનમાં ન્હોતો આવ્યો. મંજરી અને હર્ષના દુ:ખની તો કોઈ સીમા જ ન્હોતી. ગમે તેમ કરીને'ય પોતાનાં લાડકવાયાને બચાવી લેવા માગતા હતા. શહેરનાં સારામાં સારા ડોક્ટરને બોલાવ્યા હતા પણ સમય ઉપર આધાર હતો.
એક એક પળ મા બાપ માટે આકરી હતી.
પણ હર્ષ સાથોસાથ એક બાપ તરીકે આગળનું'ય વિચારતો હતો.
૨૪ કલાક દરમિયાન સમય લઈને એ મનોચિકીત્સક ડો. આદેશરા સાહેબને પણ મળી આવ્યો હતો.
આયુષ ભાનમાં આવે એ પછી એ એક મિનીટ પણ વેડફવા ન્હોતો માંગતો.
આખરે મા-બાપની યાચના, પ્રાર્થના ઈશ્વરે સાંભળી . આયુષ ભાનમાં આવ્યો. અને બીજી તરફ મંજરી અને હર્ષ પણ ભાનમાં આવ્યા હતા.
આયુષને જાણે કાંઈ બન્યું જ નથી એમ હસતા રમતા ઘરે લઈ આવ્યા.
હર્ષે મહીનાની રજા લઈ લીધી. આખો દિવસ આયુષની સાથે ને પાસે જ રહેતા. સામેથી મોબાઈલ આપતા પણ પ્રયત્ન કરતા કે આયુષ જાતે જ એ વળગણને દૂર કરે. ડા. આ દેશરાની સલાહ મુજબ આયુષનાં જમવામાં દવા ભેળવીને મંજરી ખુબ લાડકોડથી પોતાનાં હાથે જમાડતી. પ્રેમ અને હુંફથી પણ પુરી સભાનતાથી પોતાનાં દીકરાને મંજરીને હર્ષ સાચવતા. ખાસ્સો સમય લાગે એવું આ કાર્ય બેઉએ ખંતથી પુરૂ કર્યુ.
આજે એ બનાવ બન્યાને બે વર્ષ થઈ ગયા. આયુષનું ૧૦માં ધોરણનું પરિણામ છે. ઓનલાઈન રિઝલ્ટ જોવા માટે આયુષે જ હર્ષને કહ્યુ કે,' પપ્પા તમે જ ઓનલાઈન થાઓ ને તમે જ મારું રિઝલ્ટ જુઓ કારણકે મને ઓનલાઈન લાવનારા પણ તમે જ છો.' સામે હર્ષ પણ આનંદથી કહે છે કે,' બેટા, તું જ ઓનલાઈન રિઝલ્ટ જો કારણકે મને વિશ્વાસ છે કે તું હવે પૂર્ણપણે મેચ્યોર છે.'
જીવન જીવવાની નવી રીત આયુષે મંજરી અને હર્ષની સાથે મળીને શીખી હતી.
ઓબ્સેસીવ એન્ડ કમ્પલસીવ ડીસઓર્ડરમાંથી એ બહાર નીકળ્યો હતો. પ્રેમ કરતા અને પામતા શીખ્યો હતો.
હવે એ ઝિંદગીને પ્રેમ કરતો થયો હતો.
- લેખક : ડો. અયના ત્રિવેદી