એક મજાની વાર્તા : *કુછ તો લોગ કહેંગે*
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
આજ એક વર્ષ થયું દુર્ગા સાથે વાત બંધ કરી તેને!, દુર્ગા એક પગભર, સ્વમાની અને સફળ બિઝનસ વુમન, કોર્પોરેટ જગતનું એક ખ્યાતનામ નામ, પોતાના મુદાઓ ઉપર હંમેશા મજબુત રીતે ટકી રહેનાર સુંદર વ્યક્તિત્વની માલિક એટલે દુર્ગા,
રાતના બાર થઇ ચુક્યા છે, અને સમયચક્ર પ્રમાણે એક નવા દિવસની શરૂઆત થઇ ગઈ છે , કહેવાતી રાત પણ તમે તમારું સત્ય કહેવા માટે અત્યારે જાગ્યા છો એટલે ખરી રીતે એક નવી સવાર થઇ કહેવાય, તો ગુડ મોનગ અમદાવાદ, હું તમારી હોસ્ટ અને દોસ્ત આત્મજા મારા શો કુછ તો લોગ કહેંગેમાં તમારું સ્વાગત કરું છું , શેની રાહ છે હવે? જટપટ ઉપાડો ફોન અને તમારી ફરિયાદોને , વિચારોને લાગણીઓને મારી સમક્ષ વ્યક્ત કરી દો, કોઈ શું કહેશે, શું વિચારશે? એની ચિંતા કર્યા વગર અહી બધુજ ખુલીને કહી શકો છો, કુછ તો લોગ કહેગે બાબુમુસાઈ''
પ્રસ્તાવના બાદ આત્મજાએ આજના શોની શરૂઆત કરી દીધી હતી, બસ થોડીજ વાર પહેલા પેલી જાન્યુઆરીની શરૂઆત થઇ, છેલ્લા ઘણા સમયથી તેના શોમાં નિયમિત રીતે આવતો એક કોલરના કોલ તેને જાણે પોતાનાજ જુના સમયનો ટાઈમ ટ્રાવેલ કરાવતો હોય તેવું લાગતું હતું. આત્મજા જ્યારે જ્યારે વિચારતી કે આં કોલર કોણ હશે? તેના મનમાં એકજ નામ ઉભરીને આવતું હતું દુર્ગા!, ''શું તે દુર્ગા જ હશે?, કે મારો કોઈ ભ્રમ ?, આજ એક વર્ષ થયું દુર્ગા સાથે વાત બંધ કરી તેને!, દુર્ગા એક પગભર, સ્વમાની અને સફળ બિઝનસ વુમન, કોર્પોરેટ જગતનું એક ખ્યાતનામ નામ, પોતાના મુદાઓ ઉપર હંમેશા મજબુત રીતે ટકી રહેનાર સુંદર વ્યક્તિત્વની માલિક એટલે દુર્ગા, કદાચ નામની અસર હોય કે કોને ખબર?. એક અવોર્ડ મળ્યા બાદ મારે તેનો ઈન્ટરવ્યું લેવાનો હતો અને આજ સ્ટુડીઓમાં મારી તેની સાથે પહેલી મુલાકાત થયેલી , મને હજી યાદ છે તેણ ે પોતાના જીવનનાં એક ખુલાસા સાથે શોમાં જાણે અણુબોમ્બ ફોડયો હતો, હા તેણે પોતાના બાયોસેક્સુઅલ હોવાનો ખુલાસો સહુથી પહેલા મારાજ શોમાં કર્યો હતો. પણ શું કામ ? ,શો પત્યાં પછી તે જતા જતા મારી આંખોમાં આંખ પરોવીને બાય બોલી હતી, ત્યારે એની આંખોમાં કોઈ જુદીજ ચમક જોવા મળી હતી, તેની આંખો જાણે કહી રહી હોય,
ઢૂંઢલે મેરી આંખો મેં તું કોઈ ગઝલ બિખરી પડી હૈ લબ્જ કી અપની મજબૂરીયાં હૈ તું ખામોંશિયા સૂનલે જરા
- હિના ચાવડા
ત્યારે પહેલી વખત આકર્ષણ કઈ બલાનું નામ હોય તે મેં અનુભવ્યું, કોલેજકાળના ત્રણ વર્ષોમાં કેટલાય તુરામ્ખા આવ્યા અને ગયા પણ આં આત્મજાએ ક્યારેય કોઈને ઘાસ નાખ્યું નથી, પણ શા કારણે ?તેનો જવાબ હું એકલામાં પોતાની સમક્ષ પણ સ્વીકારી નહોતી શકતી, દુર્ગાની એક નજરથી મારી અંદરનું તે સત્ય જાણે ઉભરીને બહાર આવી ગયું હતું. મનોમન પહેલી વખત મેં સ્વીકાર્યું કે હા હું એક લેસ્બિયન છું,દુર્ગાની સાથે છ મહિના ડેટ કર્યા બાદ મને સમજાયું પ્રેમ કઈ બલાનું નામ છે. પણ અંતે મારા મેજર પિતાના કડક વલણ સામે હારીને મેં દુર્ગા સાથે બ્રેકઅપ કર્યું. દુર્ગા સતત મને સમજાવતી રહી ,વિનવતી રહી.
એક વર્ષ પહેલા મેં દુર્ગાના દિલને ઠેસ પહોચાડી હતી. શું દોષ હતો અમારો?, નથી પ્રેમ જાગતો મને કોઈ પુરષ માટે તો હું શું કરું? હું અને દુર્ગા બીજાથી અલગ છીએ એ શું અમારો અપરાધ છે કે ?, આ સમાજમાં પ્રેમની પરિભાષા કોણે ઘડી હશે?, મારા શોમાં હું રોજ લોકોને કહું છું કે ર્હ ર્સિી રૈગૈહય! અને હુ પોતેજ મારી સત્યતા ? પણ હવે બસ.''એક મક્કમ નિર્ધાર સાથે આત્મજાએ પોતાની હકીકત શ્રોતાઓ સમક્ષ જાહેર કરી દીધી, રેડીઓ જગતની પ્રસિધ્ધ આરજે આત્મજા એક લેસ્બિયન છે એ સત્યતાના ભૂકંપ સાથે તેણે શ્રોતાઓને એકલા છોડી કુછ તો લોગ કહેંગે ગીતથી શોની પુર્ણાહુતી કરી .
આત્મજા ખુશીમાં જુમતી સ્ટુડીઓમાંથી જાણે રીતસરની ઉડતી ભાગી હતી, ત્યારે આજ તેના પગની દિશાઓ કઈ બાજુ વળવાની છે તેની ખબર કદાચ છેલ્લા ઘણા સમયથી તેના શોમાં કોલ કરતી કોલરને પહેલેથીજ ખબર હતી એટલે બે આંખોમાં વરસતા મેઘ સાથે તે આત્મજાની રાહમાં હતી. એક વર્ષ પછી આજ તેની રાહ પૂરી થઇ છે.
- જીજ્ઞા જોગિયા
( નવસારી)