એક મજાની વાર્તા : *અસર* .

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : *અસર*                                    . 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

''બાળસહજ પૂછાયેલા પ્રશ્નો ક્યારે વેધક રૂપ ધારણ કરે કોને ખબર ! 

સરળ-સહજ બાળમન પર જિંદગી ક્યારે કેવી અસર છોડી કોને ખબર !''

થોડાં દિવસો પહેલા રિયા પપ્પાના મોબાઈલમાં  એની ફેવરિટ ગેમ રમતી હતી, ને ગેમ રમતા રમતા વચ્ચે મેસેજ આવતાં હતા. એણે બાળકુતુહુલ મેસેજ વાંચ્યાં  હતાં. પણ હશે! એમ વિચારીને એ એની ગેમ રમવા  લાગી ગઈ. ફરીથી મેસેજ બ્લીંક થતાં જ એને એની મોમ ને બૂમ મારી.. મોમ , લુક એટ થીસ  મેસેજીસ...

રિયા, '' જુઓ મોમ આ મોબાઈલમાં 

આ મેસેજ  વાંચો.'

ઈશિતા , મેસેજ વાંચે છે, પછી ખાલી  હમમમ કહીને એના કામે લાગી જાય છે.પણ, રિયા વાતની છાલ છોડે તેમ જ ન હતી.

ઈશિતાએ કીધું કે, '' બેટા સાથે જોબ કરતા હોઈએ   તો એકબીજાને  મેસેજ કરે એમાં વાંધો શું છે ?' હું પણ મારા મિત્રોને મેસેજ કરતી હોઉં છું, ને ક્યારેક વાત પણ કરતી હોઉં છું.' પણ મોમ, તમે રાતના ૯ વાગ્યા પછી તો મેસેજ ક્યારેય નથી કરતાં ને....!? મોમ આટલું ઈઝી ન લે. સમ ફિશી થીંગ્સ ગોઈંગ ઓન, વાય કાન્ટ યુ અંડરસ્ટેન્ડ ?

હસતાં - હસતાં  ઈશિતા બોલી, ''તું ને તારું સીઆઈડી ! હવ ે દયાને  બોલાવીશ કે અભિજિત ને ?''

''ભલે તું મારી મજાક કરે, હું આ તો સાબિત કરીને બતાવીશ જ  મોમ...!' ને રિયા તો ટીવી જોવા   બેસી ગઈ. ઘણાં બધા વિચારોના ઘોડપુરને  મનમાં  ઉગાડીને !

હું મારા  રસોડાબદ્ધ  જીવનમાં જોતરાઈ તો ગઈ, પણ, મનમાં એક ડર સાથે કે, રિયાને હકીકતની ખબર પડશે તો...? એનો એના પપ્પા પ્રત્યેનો લગાવ ક્યાંક અ-લગાવમાં ના ફેરવાઈ જાય.

રિયા, એટલે એક ટીન એજ માં પગલાં માંડતી  છોકરી. એના આઇડલ એટલે એના પપ્પા કહો કે  એનો  હીરો . આ મેસેજે - એમની  જગ્યાને ઝાંખપ આપવાનું કામ કર્યું. આ  ઘટના પછી રિયા વધુ ને વધુ એની મોમની નજદીક થઈ ગઈ. બધી જ નાની નાની વાતો કરે ! શું શું થાય છે સ્કૂલમાં ? કેવી કેવી એ લોકો મસ્તીઓ કરે ? મિત્રોના જોડકાં ઓ બનાવે ! પાછું એમ  કહે કે, '' મોમ, આ મારી કલાસમેટને બોયફ્રેન્ડ છે બોલ ! '' હેય,  મોમ તારો કોઈ બોયફ્રેન્ડ હતો ? પપ્પા, તારા બોયફ્રેન્ડ હતા ? શું તું ને પપ્પા એકબીજાને લવ કરો છો ? તમે કેવી રીતે મેરેજ કર્યા ? નાનાનાની એ પસંદ કર્યા ને દાદા દાદી સાથે વાત કરીને આમ નક્કી કરેલાં લગ્ન માં તમારાં વચ્ચે સીમિલારિટી કેટલી ? મને તો નથી લાગતું કે, '' મોમ, તમે લોકો એકબીજાને કમ્પીટેબલ છો. તોયે કેમ તમે મેરેજ કર્યા ? તુંય કેમ આવું બધું ચલાવી લે છે ?

બીજી એક વાત કહું, મોમ.. હજીપણ મેસેજ તો આવે જ છે ને ફોન કોલ્સ પર વાતો પણ થાય છે. જો આ બધા  પ્રૂફ્સ 

મનમાં કીધું, ધ મને તો બેટા બધી ખબર છે. પણ ભ્રમરવૃત્તિ નો કોઈ ઈલાજ નથી. આજે તે આ નામના મેસેજ જોયા, ભૂતકાળના પણ નામ હતા, ને વર્તમાન માં પણ નામ છે જ. તારા મગજમાં, તને જિંદગીમાં આવી ખરાબ છાપ પુરુષો પ્રત્યે બંધાઈ ન જાય એ મને મંજૂર નથી. આથી જ હંમેશાં મે તારા માટે પ્રેમાળ પપ્પાની જ છબી ઊભી કરીને એમનું એક આગવું સ્થાન બનાવ્યું હતું. જે તારા હીરો બનીને કાયમ તારી પડખે જ હોય 

એક મેસેજે કુમળી મનોભૂમી પર કેટકેટલો કાંકરીચાળો કર્યો. વર્ષોથી બનાવેલી એક છબીને ધુંધળી કરી નાંખી. બસ આજ વાત નો અફસોસ મને ખટકે છે. એમને કહીશ તો કહેશે, ' હું ને મારાં સંકુચિત વિચારો ને શંકાશીલ સ્વભાવ.'

રિયા એ '' મોમ મોમ '' કહીને આખી એને ઢંઢોળી વિચારોના તંદ્રામાંથી બહાર નીકળીને, હસતી હસતી બોલી , ''બોલ બેટા !'' રિયા માત્ર એટલું જ બોલી કે, '' બસ બહુ થયું . હવે તું નીકળ ઘરની બહાર કામ કરવા કે નાનકડો બિઝનેસ ચાલુ કર. મે બધું જ વિચારી લીધું છે . આપણે આપણી રીતે ખુશ રહીશું. મે હવે મારી દુનિયાના હીરોને જાકારો આપીને - એક હિરોઈન ને મારી આઈડલ બનાવી છે. શું તું મને સપોર્ટ કરીશ ને ?!''  હર્ષાશ્રુ સંગ  ઈશિતા  રિચાને ભેટી પી.

લેખક  :  નંદિની શાહ મહેતા


Google NewsGoogle News