એક મજાની વાર્તા : અસમંજસ
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
અલી ઓ હીરા, હેડ મું તૈયાર થૈ જઇ,ભૈસાબ બહુ ઢીલી તું...નાથી બા બોલ્યા મોડુ થૈ જશે તો ગાડી ઊપડી જશે,હીરા બા તો બાર આવ્યા અલી હાલ આવી, હાડી તો હરખી પહેરુ, ત્યાં મોટા સાહેબોને લાગવું જોઇએ કે કિશનની માં છે...મારો કિશન તો કોલેજનો મોટો સાહેબ હ થોડાં હરખાં કપડા પરીએ તો દીકરાનો મોભો જળવાય. લફર ફફર હાડી તુ પહરેને નાથી, એ તો મન જરાયે ના ગમ..હીરા બા તો હપ લઇને ઉભા થયા ત્યાં તો પૌત્ર ક્રિષ્ના એ પકડયાં.. બા પડી ગયા હોત તો, ડાક્ટર એ શું કીધું આરામ જ કરવાનો.અરે ભૈ ઓખો બંધ થતી જ નઈ.નાથી યાદ આઇ ભઈ મારી પેલા જતી રહી ભગવોન જોડે.અમે બહું મજા કરી હોં પેંસિલ (પેંશન )લેવા જઇએ એટલે ભજીયા તો ખઇએ જ, બધુય અટાયણું લેતા આઇએ, અને વાતે વાતે તો એટલું અહિએન તે હાડીનો પાલવ મોં આગળ રાખવો પડ. નાથીએ બહુ વેઠયું ભૈ, હશે મારા રોમ..ક્રિષ્ના બોલ્યો બાં કાલે આપણે ફરી જવાનુ ડોક્ટર ને ત્યાં.. હા ભૈ હા તોજ દાખલ કરી દે ઇ હારુ ફાવશે મને. ભૈ આ તુ જે દવાખોનું લૈ જાય એ દવાખોનુ નૈ લાગતુ મન, એક રુમમાં દાક્તર બેહાડી ન ચેટલુ બધુ પુસ હ. બધુપુસ્યું પણ દાક્તરે મન હજી કીધુનૈ કે મન થયું સ હુ..? ખાલી આ ઊંઘ નૈ આવતી એટલ મન થોડી હમજાઇને ઘેર મોકલી..કોઈ કેય તો ખબર ય પડે. ચલો ચલો બાં જતા આવીયે, બાં આજે દાકતરનાં પત્ની તમને કેટલાક સવાલો પુછશે, એમના પત્ની પણ ડોક્ટર જ છે, તમને ગમશે એમની જોડે. હારુ ભૈ હેડ મું તૈયાર, પોણી લૈ લેજે. અને મારી થેલી.....બા સાવ દેશી ના બોલતાં હો ડોક્ટર સામે, અમદાવાદમાં રહ્યા છો ને સાવ દેશી બોલવાની ટેવ પાડી દીધી છે,હુ જાણું છું ચીપી ચીપીને સરસ બોલતા આવડે છે તમને. મારા બબુડાં આ દેશી બોલવુ શોખ થૈ ગયો છે ને મજાયે આવે અને બીજી મારા જેવી ડોશીઓને પોતીકું લાગે.. હા બા હારુ હેંડો હવે.. બબુડા તુ ય મારી જમ બોલ્યો? હા બાં મનેય મજા આવી બોલવામાં.
ક્રિષ્ના તુ બાર જા.. બાં બેસો.. હાં, બા તમે ચા પીશો...હા બેન..લો, હીરા બા ચા. બેન પંખો બંધ કરોને, ચા એકદમ ગરમ જોઇશે મને.. ચંપા પંખો બંધકર..હીરા બા એ તો ગરમ - - ગરમ ચા પી લીધી. બેન મને શુ થયું છે? શું તકલીફ છે એ તો તમે જ કૈ શકો હવે..હા હીરા બાં, તમારાં પૌત્ર એ કહ્યું કે 'તમે ઊંઘમાં ખડખડાટ હસો છો, થોડી વાર પછી રડો છો'અને આમજ આખી રાત ઊંઘતા નથી.. મને કહેજો એવુ તો શું થાય છે, કે તમે હસો, છો રડો છો, કોઇ સપનુ આવે છે? તમારો પૌત્ર અહીંયા એટલે લાવ્યો કેમ કે એ મારો સ્ટુડન્ટ છે અને તમારી બધી વાત એણે મને કીેલી, તમને અહીંયા આના ઉકેલ માટે લાવે છે પણ તમે તો ખુલીને કોઈજ વાત ના કરી છેવટે મારા ડોકટર સાહેબે મને કીધુંહીરા બા અચકાતા હશે આજે તું એમની જોડે વાત કર.. હોઠમાં થોડું હસીને બા બોલ્યાં, બેન જેણે આખુ જીવતર દુ:ખ જોયુ હોયને એને માટે આ ઊંઘ ના આવવી એ રોગ નથી.બધા કેય સુખીયાઓને ઊંઘ આવે, પણ બેન સુખની રાતોમા આપણે જાગીએ છીએ, એ મને સમજાઇ ગયેલું. હુ જાણું છું મારો પૌત્ર મગજની દવાનાં દાક્તર જોડે લાવે છે મને, પણ મારા બબુડાને કોણ હમજાવે કે મને કાંઇજ નથી થયું. તો બા તમે ઉંઘતા નથી અને આમ હસે જાઓ છો થોડી વાર રડો છો આ કરવાનું કારણ કંઇક તો હશે જ.. હોય જ ને વળી.. તમને મારા ઘરનાં જ ગણુ હો, જુઓ બુન, પેલા મેડમ બોલ્યાં 'બેન માથી બુન..? હા બુન મારી સોડી જેવા લાગો ન એટલ તો તમે ય હમજી હકશો મન.. બુન જન્મી ને હું બહુજ કાળી, મારીં માધુરી તો ખાસી ઉજળી.. બધા કાળી કૈ ને બોલાવતાં.એક દીવસ મોટો ઢેખાળો લૈ ને રમલાના ભોડામાં માર્યો કાળી ના કેહતો કદી.. એ ય ખોડ ભુલી જયો. મારા બાપુજીની આગળ બહુજ રોઇને કીધું,બાપુ આ બધા મન કાળી કાળી કેય મન જરાય નહી ગમતું.બાપુજી એ માથે હાથ મુક્યો ને બોલ્યા, અરે મારી હીરા, તાર આવતાં તો મારુ જીવન બદલાઇ જયું.. મારા ઘેર લખમી આવી. કાળી બધાય કેય હ પણ તુ એ વિચારન ક મ તારુ નામ હીરા રાખ્યું હ.. કાયા ને કંચનવરણી બનાવવા કરતા મન ને રાજી રાખતા આવડી જાય તો તુ જગ જીતી જાય બેટા!તારે હીરા તારા મનને હીરા જેવું બનાવવાનુ મારી ઢબુડી ! લાડમાં એ મને ઢબુડી કેતાં. બુન મે આ વાત ગોઠે બાંધી લીધી.. પછી તો બુન લગન થયા ને છોકરોય થયા... મારા કિશનનાં બાપા એ હારા માણહ હતા... પણ.. બા બોલતાં અટકયાં, કેમ બા શું થયુ બોલો પછી..સારા માણસ હતાં પણ મન ગમાડતા નતાં, મન ઘરમાંથી ચોય જવા ના દે, પોલીસ હતા ન એટલે જબરો રુઆબ હતો. મન ખબર પડી મે મારી જાત હારે વાતો કરી કરી ન મે એટલી સુંદર કાયા.. કરી દેખાવે મું કાળી પણ રુપમાં મું ય ના પાસી પડું.. દિવસનાં બધા મહેણા-ટોણાં ન રાતે ઊંઘમાં યાદ કરુ.. અન બઉ રડું.. તરત મને મારા બાપુજી યાદ આવ અન મું મારી જાતે જ કઉં વાહ મારી હીરા!તું ચેટલી રૂપાળી.. તુ ચેટલી ડાહ્યી, તુ તો ચોય પાછી ન પડ.. અન મું જોસથી હસી પડતી. હવાર પડે એટલ મન ખચકાય,મારા મહાદેવન રિઝવવા માટે મું ચેટલાય ફોફાં મારંુ...
એક વાત યાદ આવી બુન,મન...પૈણાઈ ત્યારે હું ચાર ચોપડી ભણેલી પણ ખાવા બનાવમાં એવી હોશિયાર, મારા હાહરા જોવા આવેલા ત્યારે મે મોટા ચાર બાજરીના રોટલા બનાવેલા એ જોઈને રાજીના રેડ થઈ ગયા.કેય મારું બેટું સોડી નેની સ પણ રોટલા તો મોટા દઈત ઘડ,અમારી તો અબ ઘડી 'હા' હો! એમની જોડે સોમાબાપા આવેલા.કેય હું કેવું સોમાં તારું? સોમાબાપા કેય હઉ પેટ ઠારે એવી વહુ ગમે,મને હમજાઈ ગયું કે આપડે મેટ્રિક હુંધી નઈ જઈ હકિયે, પણ કોઈનું પેટ ઠારિયે તો રોમ રાજી રેય. મારી માએ કીધેલું કે 'બુન હાહરી માં હાકર ના હોય'.રાજી રહેજે મારી બબુડી!બસ બુન રાજી રેવાનું ન રાજી રાખવાના એજ મારો મંત્ર થઈ જ્યો.બુન ઓમ તો કિશનના બાપા થોડા આકરા,પણ માયાળુ હો,મે રાતે વિચાર્યું કે હવાર પડે, એટલે મસ્તીન બોધણીની હાડી પેહરું ને માથે માટલું મૂકું તો અસલ પનિહારી જેવી લાગ,નવી વહુના પગમાં હેરો ખખડે તો બુન આખા ફળિયા માં ઝાલર વાગે એવું લાગે હો!
મારા પગના ધમકારાને ઝાંઝરના ઝણકારાને હાંભળીને કિશનના બાપાનું હૈયું રણકશે તો ખરું જ,મું તો ઉઠી ને ધર્યાં પ્રમાણે કર્યું બધું. અમાર પોંચ વાગે પાણી આવે અને જેવું અંધારુ! લાજ કાઢીને મુ તો માટલું લઈને ધબ કરતા પડી બુન,તરતજ કિશનના બાપા એ દોડીને મને ઉભી કરી મુ તો રોઉં રોઉં તે પાર વગરનું,કિશનના બાપા કેય પણ હવે છાની રે વાગ્યું તો નઈ ન?મે કીધુ ના.... પણ ગરાગે આપેલા પૈસામાંથી આ ઠંડુ પોણી રેય તે મા નવુ માટલું લાયા ,ને મારા થી તૂટી જાય તો રોઉં જ ન! મારા માથે હાડી ઓઢાડીને ને મારા મોં હામે નેહથી જોઈ રહ્યા,એટલામાં મા એ ટહુકો કર્યોે,હીરા હું થયું બેટા,કિશનના બાપા કેય એતો મા કઈ નઈ થયું ઠોકર આવી હતી ખાલી,હું તો દોડીને ઘર મા જાઉં ત્યાં તો આમને મારી હાડીનો પાલવ પકડી રાખેલો મું તો લાજની મારી ઘરમાં જતી રહી, એ રાતે બુન મારું હૈયું ભરાઈ ગયું,પણ હરખ યે નતો માતો.હવારે મું પડી જઈને વાગ્યું હોત ને તો યે પીડા ના થાત એટલી એ અધારી કાળી રાત એ ટાઢક આપી. એતો એ વખતે હમજાયું મન,એમના વહાલથી આખી રાત હુ પડખા ફેરવ્યા કરી.મેર મૂઈ નાહક ની ચિંતાઓ માથે લેય તું, ખડખડાટ હસવું આવતા મો આડો હાથ રાખી દેતી.રાજીના રેડ હતી મું..હાચુ કઉં એ દહાડે મને ઇમની વહુ મોની હોય એવું લાગ્યુ. બુન અમાર ગોમડે આજ ઓળખોણ હોય,વિહાની વહુ,લાલજીની વહુ,ને મું ગોપાલની વહુ,અને હવે.... કિશનની માં હીરા.કિશનના બાપા બીજા દાહડે નવુ માટલું યે લઈ આવ્યા હતા.બુન જ્યારે માટલું જોઉં એટલે આખી મારી વાત યાદ આવે,આંખો ભરાઈ જાય પણ મને હસવું યે ભેગુ આઇ જાય.ઓતરે દહાડે ઇમને ભાવતી ગેહ બનાવું,આ રહ્યા એ જ્યારે હું ગેહ બનાવું ત્યારે મને કેય કે... હીરા આ તારા હાથની ગેહ ખઈને હૈયામાં ટાઢક વળી જાય છે હો,હું ય મનમાં કઉં મારા વાદલા તમેય મન ગળ્યા હકાર જેવા લાગો.મારો ગુસ્સો હાવ ઠરી જાય. એમણે માફી માંગી. મનય ચો ખોટું લાગેલું! મે ય માફ કરી દીધાંં,મેં ઈમને હજાવ્યાં આ નોકરી છોડીને માસ્તર બની જાઓ. આ રોજની હાય હાયને, તમારો આકરો સ્વભાવ મને બહુજ ચિંતા થાય હ.. એ મોન્યાને ઇમને માસ્તરની નોકરી સ્વીકારી..સમય જતાં ચાર બાળકો થયાં એમા એક દીકરી ને ત્રણ દીકરાં. બુન સમયના વોહના વાતાં જ્યાં ને કિશનના બાપું ભગવાનનાં ઘરે જતાં રહ્યાં, બધોે બોજો મારા ઉપર આયો..
બુન મે ખેતરે જઇને કાળીમજુરી કરી ત્યાં એ બધા મહેણા-ટોણાં મારે પણ હું ના હારી.. દીકરાઓને પૈણાયા પંથાયા.. મારી દીકરી હમણાંજ અકસ્માતમાં ભગવાનને ઘેર જતી રહીં, દીકરાઓની વહુઓ હવે મહેણા-ટોણાં મારે. વહુઓ ને મને એમની જોડે રાખવી નઈ એટલે આખો દાડો મારુ જીવવું હરામ થૈ જાય એટલું બોલ્યાં કરે, મારો બબુડો આ બધુુ સાભળતો મને કેય બા તમે કૈ બોલતા નથી.. હું કઉં બેટા એ તો મને માં ની જેમ ગણે, એટલે દીકરીઓ તો બોલ્યા કરે! પણ બા એ તો તમને ગાંડી કેય છે ક્રિષ્ના બોલ્યો. મારા બબુડાં એ તો ઇમ હસવામાં કેય ક મારી મા તો હાવ ગાંડી ઘેલી. બાકી મને બહુજ માન આપ. બસ, મે ય ધારેલું ક મારા મન પર કઇજ નૈ લંઉ.બુન ઓગળી કપાઇ જાયને તો દાક્તરને તો જૈ ન પાંટો બોધવાય પણ બળ્યું આ મનનાં ઘા ન રુઝવવાંનો ચોય રસ્તો ખરો? ઈન તો ઓમ મારી જેમ રાત- રાત વાતોમા વાતો કરીને રૂઝ આપવી પડ, મન કેય ગાંડી તો હું રાતે મારી જાતને કઉં બહુજ ડાહ્યી તુ તો હીરા,ઓમ કઉં એટલ મન ખડખડાટ હસવું આવે, ન બાપુજી યાદ આવ એટલ રડવું આવ ક બાપુજી આખાયે આયખાનું સુખ તમે મન એક સબદમાં હમજાવી ગયા.. બોલો બુન, આ રોગનુ નોમ જણાવો તો? બેન બોલ્યા બાં મારા હીરા બાં, તમે તો આજે મને ભણાવી હોં, તમે મારા ત્યાં સાજા થવા આવેલાં કે હું? ભુલાઇ ગયુ બાં મને..બા તમને દિલ થી થેંક્સ. મનેય ગેહની રેસિપી આપો મારા મહાદેવને રિઝવવા,બેન અને હીરા બા ખડખડાટ હસી પડયા.હીરા બા આમ જ હસતા રહોં.ચંપા ક્રિષ્ના ને બોલાવ.. ક્રિષ્ના અંદર આવ્યો, જી મેમ, ક્રિષ્ના આજથી ઊંઘની દવા બધ. બા ને ઉંઘ આવી જશે. હારુ બા આવજો ને રોમ કહેજો, બેન તમે પણ મારી જેમ બોલવા માંડયા, હા બા તમારી વાતો પોતીકી લાગી ને તમેય..આવજો બા, હારુ બુન સુખી થા! ક્રિષ્ના બોલ્યો ઓકે મેમ થેકયું સો મચ.
બા તમને ઉંઘ આવશે એવી મેમને જાણ થૈ ગૈ.. હાં મારા બબુડાં મારા ક્રિષ્ના તુ તો ખરો મારો સારથી નીકળ્યો. બા હવે ઉંઘ આવશે ને? લે જો જે! મારા બબુડાં મારા મનની વાતો મારા આયખાના પરબિડીયાઓને ખોલીને ખુલીને વાત કરાવવા માટે તારો આભાર હોં.. હારુ બા હેંડો હવે હુઇ જાઓ... બા ખડખડાટ હસતાં - હસતાં રડી પડયાં..
લેખક- ડા.જલ્પા શ્રીમાળી