Get The App

એક મજાની વાર્તા : *એલેક્સા આવી*

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : *એલેક્સા આવી* 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

- તું તો ફાવી ગઈ છે ફાવી તે મારો આટલો હોશિયાર દીકરો તને મળ્યો છે. ખોટ તો બધી અમારે નમણે લખાઈ છે. જોયું તે એની આવડત તો જો એણે નિર્જીવ મશીનની મુશ્કેલી પણ પકડી પાડી..''  

રોજના ક્રમાનુસાર સવારના ૦૫થ૦૦ વાગ્યાથી વાણી પોતાના રોજિંદા કામમાં અટવાઈ હતી. સવારના  પાંચ વાગ્યે તે ઊઠી ઘંટડી બંધ  કરી પથારીમાંથી ઊભી થઈ. તૈયાર થઈ રૂમમાંથી સાડા પાંચે તે  બહાર આવી. રસોડામાં પહોંચી સાસુમાનો સાદ આવી ગયો હતો ગરમાગરમ પરાઠા બનાવવાનો. એક ગેસ પર ચા, બીજી બાજુ પરાઠા ને ત્રીજી બાજુ પતિના ટિફિન માટે શાક ચાલુ હતું. મોઢામાં ભગવાનનું  નામ, વચ્ચે વચ્ચે પણ બીજા નાના મોટા કામ થતા જતાં હતાં. એક કામ પૂરું ન થયું હોય ત્યાં જ વળી પતિદેવ, નણંદ, સાસુ કે સસરા કોઈને કોઈનો નવો કમાન્ડ આવી જતો.

આમ ઉઠી ત્યારથી એકધારી વળગેલી તે થાકવા છતાં સહેજ પણ અટક્યા વિના સૌની ફરમાઈશ પૂરી કરતી. અને બધા જ કમાન્ડને ફોલો કરતી. સાસુમા સોફા પર બેસે તો રસોડામાંથી વાણીને પંખાની ચાપ પાડવા  પણ બોલાવે. પણ હમણાં એક બે દિવસથી એ કામ ઓછું થયું હતું. એલેક્સા આવી ગઈ હતી ને! એટલે.

આજે ઘરે એક મહેમાન આવ્યાં. એમનો નાનકડો  દીકરો એલેક્સા જોઈને એટલો હરખાયો. તેને કંઈક નવીન લાગ્યું. એટલે એલેક્સા ને એક પછી એક કમાન્ડ આપવા લાગ્યો. એને તો મજા પડી ગઈ. પણ થોડીવાર થયું ત્યાં એલેક્સા ચૂપ થઈ ગઈ.

''એટલે પેલો ટબુડો બોલ્યો, ''અંકલ આ  કેમ હું કહું એમ નથી કરતી? કેમ  ચૂપ થઈ ગઈ છે? 

''અરે! બેટા તું બોલે એ સમજે, પછી જવાબ આપે ને! તો એને જરા બ્રેક લેવાનો સમય તો આપ. નહીં તો પછી તે હેન્ગ થઈ જાય. કામ ન આપે. સમજાયું?''  વાણીનો પતિ બોલ્યો.

વાણી ત્યાં જ ઉભી હતી તેનાથી એકદમ જ બોલાઈ ગયું ,''એટલે આ મશીનને પણ બ્રેક જોઈએ એમ!?''

ત્યાં તો પેલો નાનકડો દીકરો તરત બોલ્યો, ''અરે! અંકલ, તમને તો મશીનની મુશ્કેલી  પણ ખબર પડી ગઈ?''

વાણી સ્મિત સાથે તરત બોલી, ''હા તારા અંકલ બહુ હોશિયાર છે હો.''

ત્યાં તો તરત સાસુમા ટટ્ટાર થતા બોલ્યાં, '' હા તે તું તો ફાવી ગઈ છે ફાવી તે મારો આટલો હોશિયાર દીકરો તને મળ્યો છે. ખોટ તો બધી અમારે નમણે લખાઈ છે. જોયું તે એની આવડત તો જો એણે નિર્જીવ મશીનની મુશ્કેલી પણ પકડી પાડી..'' 

''હા એ તો જોયું મેં બા..અજબ છે નહીં!?''  એમ કહી વિણાએ એક નિરાશ નજર બા તરફ કરી. 

એટલામાં પેલો નાનકડો બાળક તરત બોલ્યો, ''હા  અંકલ તો ખરેખર ખૂબ હોશિયાર છે હો..''

 એટલે તરત એ બાળકના પિતા બોલ્યા , ''હા બેટા જોયું આ સાવ અજાણી એલેક્સાની વાત તે કેવી સમજી ગયા?''

તે બાળકની મા વાણી સામે નજર કરતાં બોલી, ધમને પણ એ જ નવાઈ લાગે છે કે તારા અંકલ એલેક્સાની અકળામણ કેટલી જલ્દી સમજી ગયા નહીં!?

વાણીએ સૂચક નજરે પતિ તરફ જોયું. પતિની નજર ઝૂકી ગઈ જાણે તે વાણીથી નજર ચોરવાના પ્રયાસો કરતો હોય એમ.કોણ જાણે શું થયું પણ તે  વાણી સાથે આંખ મિલાવી શક્યો જ નહીં. 

-  નિધિ મહેતા, અમદાવાદ


Google NewsGoogle News