ચપટી વગાડતા ચહેરો નિખારતાં ફેસમાસ્ક .
ઘણી વખત ઓચિંતાના જ પાર્ટી તેમજ ફંકશનમાં જવાનો પ્લાન બની જતો હોય છે,તેવામાં ફેશિયલ, બ્લીચ કરવાનો સમય રહેતો નથી હોતો તેથી તેના વિકલ્પની જરૂર પડતી હોય છે. આવા સમયે ઇન્સ્ટન્ટ ગ્લો તેમજ વાન નિખારતા ફેસમાસ્કનો ઉપયોગ કરવો.
* ગુલાબની થોડી પાંખડીઓને ૨ ટેબલસ્પુન ઘટ્ટ દૂધમાં ભેળવી વાટી નાખીને તેને ૧૦ મિનીટ માટે ફ્રિજમાં મુકી ચહેરાપર લગાડવું. ૨૦ મિનીટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો.
* પાકા કેળાને છોલી તેને છુંદી નાખવું તેમાં ૩ ટેબલ સ્પુન પાકેલા પપૈયાનો ગર ભેળળી બરાબર ફેંટવું. આ પેસ્ટને ચહેરા પર લગાડવું ૧૫ મિનીટ પછી ધોઇ નાખવાથી ત્વચા સખત થાય તેમજ ચમકીલી થાય છે.
* બે નાનકડી સ્ટ્રોબેરી અને એક ચમચો મીઠા વગરનું માખણ વાટી લઇ પેસ્ટ બનાવી ૧૫ મિનીટ સુધીચહેરાપર લગાડી રાખી હુંફાળા પાણીમાં નેપકિન બોળી ચહેરો લુછી નાખવાથી ત્વચા ગ્લો થાયછે.
* સફરજનને સમારી તેમાં એક ચમચો મધ ભેળવી મિકસરમાં વાટી લઇ ચહેરા પર લગાડી ૧૫ મિનીટ પછી ધોઇ નાખવું.
એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લઇ તેેમાં એકચમચી દૂધ અને એક ચમચી ઓલિવ ઓઇલ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. ૨૦ મિનીટ પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો.
* એક બાઉલમાં ૩ ટેબલસ્પુન ચણાનો લોટ, તેમાં બે ટેબલસ્પુન દૂધની મલાઇ અને ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. ૩૦ મિનીટ પછી સુકાઇ જાય એટલે હાથને ભીની કરી ચહેરા પરથી ધીરે ધીરે દૂર કરતાં ફેસપેક કાઢવો.
* એક ટેબલ સ્પૂન દૂધમાં થોડા કેસરને ૬ કલાક સુધી પલાળી રાખવું. ત્યાર પછી તેમાં એક ચમચો મધ ભેળળી ઘટ્ટ પેક બનાવી ચહેરા પર લગાડી ૨૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો.
* સંતરાનાી છાલને તડકામાં સુકવી તેને મિકસરમા ંવાટી પાવડર બનાવી શીશીમાં ભરી રાખવું. એક ટેબલસ્પુન પાવડરમાં એક ટેબલસ્પૂન દહીં ભેળવીનેપેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. ૨૦ મિનીટ પછી સુકાઇ જાયએટલે હુંફાળાપાણીથી ધોઇ નાખવું. ત્વચાને ગોલ્ડ ગ્લો મળે છે.
* ટામેટાના ગરમાં અડધો ચમચો સાકર ભેળવી ચહેરા પર લગાડી સુકાઇ જાય એટલે ધોઇ નાખવાથી ત્વચા ચમકીલી થાય છે.
* એક મોટા એવોકોડોની પેસ્ટ બનાવી તેમાં અડધો ટેબલસ્પૂન દહીં અને થોડા ટીપાં લીંબુના રસના નાખી ભેળવીચહેરા પરલગાડી સુકાઇજાયએટલે ધોઇ નાખવું.
ફળોના માસ્ક મેંગો ફેશિયલ માસ્ક
વિટામિન એ,ઇ અને સીથી ભરપુર કેરી ઘેરા વાનને નિખારે છે. તેમજ એન્ટિ-એજિંગ સ્કિન સમસ્યામાં ત્વચાની કાળજી રાખે છે.
મેંગો ફેશિયલ માસ્ક બનાવવા માટે ૨ ટેબલસ્પૂન મેંગો પલ્પ, એક ટીસ્પૂન દહીં અને એક ટી સ્પૂન મધ ભેળવી ચહેરા પર લગાડી થોડી વાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો.
બનાના ફેશિયલ માસ્ક
કેળામાં વિટામિન એ, બી અને ઇ ભરપુર માત્રામાં સમાયેલા છે. આ તત્વો ત્વચાને નિખારવામાં સહાયક છે. તેમજ અકાળે ત્વચા પર કરચલી પડવી અને ઝાંય થવાની તકલીફ થતી નથી.
અડધા કેળાને મસળી તેમાં એક ટીસ્પૂન લીંબુનો રસ ભેળવી ચહેરાપર લગાડી ૧૫ મિનીટ પછી ધોઇ નાખવું.
સ્ટ્રોબેરી ફેશિયલ માસ્ક
સ્ટ્રોબેરીમાં સમાયેલા પોષક તત્વોથી ચહેરાની રંગત નિખરે છે. તેમજ તેમાંના એન્ટી-ઓક્સિડન્ટ ગુણ કરચલીથી પણત્વચાની રક્ષા કરે છે. આવશ્યકતાનુસાર પાણી ભેળવીને સ્ટ્રબોરીને મિકસરમાં વાટી, ચહેરા પર લગાડી ૨૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો.
પીચ ફેશિયલ માસ્ક
પીચમાં સમાયેલ અલ્ફા હાઇડ્રોક્સી એસિડ ડેડ સ્કિનને પૂરી રીતે દૂર કરીને લબડી પડેલીત્વચાને સખત કરે છે.
પીચને પેસ્ટ બનાવી તેમાં એક ચમચી દહીં ભેળવી ચહેરા પર લગાડી સુકાઇ જાય એટલે ધોઇ નાખવું. જેથી મૃત ત્વચા દૂર થાય છે અને ત્વચા નિખરે છે.
પપૈયાનો ફેશિયલ માસ્ક
પપૈયામાં વિટામન સી અને ઇ માત્રા સૌથી વધારે હોય છે. તેથી તેને કુદરતી ક્લીન્જર અને ટોનર પણ કહેવામાં આવે છે.
પપૈયાની પેસ્ટ બનાવી ચહેરાપર લગાડી સુકાઇજાય એટલે ચહેરો ધોવો નાખવો. ત્વચા સ્વચ્છ થાય છે.
વોટરમેલન ફેશિયલ માસ્ક
સેન્સિટિવ ત્વચા ધરાવનારે વોટરમેલન માસ્કનો ઉપયોગ કરજો.નિયમિત રીતે વોટરમેલનનો રસ ચહેરા પર લગાડવાથી ત્વચા તાજગીસભર બને છે ે તેમજ ચહેરાનો વાન લાલ-ગુલાબી થાય છે.
- સુરેખા મહેતા