Get The App

ફુલગુલાબી ઠંડી એટલે ફેશન-વેરની મોસમ

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
ફુલગુલાબી ઠંડી એટલે ફેશન-વેરની મોસમ 1 - image


- શિયાળો આવતાં જ એની ગુલાબી આહલાદક ઠંડી અને તાજગી તમામ જીવોને જીવંત બનાવી દે છે. વરસાદથી કંટાળીને આવેલી ઠંડી પાનખર સાથે જ વધારે મોકળી થઈ જાય છે. ખરતાં પાંદડાંઓના રંગો તમામ મનુષ્યને આકર્ષે છે. એના વિવિધ 'અર્થ કલર્સ' હકીકતમાં આજના ફેશન ડિઝાઈનર્સને આકર્ષિત કરે છે અને તેમણે તૈયાર કરેલાં વસ્ત્રો પર એની ઝાંખી મળી આવે છે. તો ચાલો આ વખતે આ શિયાળાની ઠંડી ઠંડી મોસમમાં તમારાં આઉટફિટ્સ માટે સજાગ થઈ જાઓ અને આ માહિતીને ધ્યાનમાં રાખીને તમારી સ્ટાઈલને વધારે સુંદર બનાવો.

પાર્ટી ડ્રેસ

ઠંડીની સીઝનમાં ભડકીલા રંગ અને ડિઝાઈનવાળા ગ્લેમરસ કાપડ આપણને પેરિસની યાદ અપાવે છે. કલોથ્સ 'વાઉ' બસ, આજકાલ શિયાળાની સાંજે ફોર્મલ પાર્ટી ગાઉન્સ વધુ પહેરાય છે. તેના કલર્સ બ્લેક, વાયોલેટ, ગાર્નેટ, રુબી, ગોલ્ડ અને કાપડમાં સિલ્ક, વેલ્વેટ, ક્રશ્ડ વેલ્વેટ, ક્રેપ સાટીન, ગોલ્ડ સ્ટેમ્પડ, પ્રિન્ટેડ વોયલ્સ, ટ્રાન્સપરન્ટ ફેબ્રિક, જેકવૉડસ, ડમાસ્ક, એમ્બ્રોઈડરીનું આછું વર્ક, આ પ્રકારનાં ફેબ્રિક મટીરિયલ સૌંદર્ય નિખારે છે. પ્રિન્ટમાં એવું છે કે પિરિયડ પર પિરિયડ બદલાતી પ્રિન્ટમાં, બ્રાન્ચીઝ, ફલાવર્સ, ટેન્ડ્રાલ્સ, ફોલિએજ તેવી જ રીતે પતંગિયાં, ડ્રેગન્સ, પીઓનીઝ, જાપાનીસ સ્ટાઈલસ કીમાનોઝી બ્રોકેડસની પ્રિન્ટ ખીલી ઉઠશે. પછી તો જેવી જેની પસંદ.

કેઝયુઅલ વેર

બધી જ સીઝનને આવરી લેવા માટે તદુપરાંત લોકોનું પણ ધ્યાન આકર્ષિત કરવા માટે આજે કેઝયુઅલ માટે બધાંને જ એક જાતનો ક્રેઝ હોય છે. સામાન્ય દેખાવમાં કેઝ્યુઅલ આઉટફિટ્સમાં બ્લેક, નેવી બ્લુ  ગ્રે, જુવાનિયાઓ માટે આ વખતની 'વિન્ટર' સીઝનમાં આકર્ષક બની રહેશે.

રંગોમાં કાળો, સ્ટીલ ગ્રે, બ્રીવર બ્રાઉન, પાઈનગ્રીન અને ફેબ્રિકમાં આ સીઝનમાં કોટન વુલન અને પોલિનીટ વધુ ચાલશે. શેપ માટે બેઝિક અને સ્ટાઈલિશ કવોલિટીનું ફેબ્રિક જરૂરી છે. આ માત્ર સ્ત્રીઓ માટે જ નહીં, પરંતુ બધાં જ માટે અગત્યનું રહેશે. ઊનમાંથી વણેલા ડાર્ક ઘેરા કાળા રંગના સ્ટ્રેચ ફેબ્રિક પણ આ વખતે આ સીઝનમાં આરામપ્રદ ઉપરાંત ધ્યાનાકર્ષિત બની રહેશે.

આઉટવેર

આ વખતે આઉટવેરમાં સ્ત્રીઓ અને પુરૂષો માટે 'ફેશન' એકરૂપ બની રહેશે. આઉટવેર માટેના રંગોમાં સ્ટ્રોમ બ્લુ, સ્કાય, સિલ્વર અને  વ્હાઈટ, આઈસ ગ્રીન, લિલ્યાક હેઝ અને  સ્નો કાપડમાં'કોટન' તથા સિન્થેટિક સારા રહેશે. 'બોયઝ ટ્રાઉઝર' માટે પણ કોટન ઉત્તમ રહેશે. ડાર્ક કલર્સમાં ડેનિમ આજે યુવક-યુવતી બધાને ગમવા લાગ્યું છે. તદુપરાંત કેનવાસ, ટ્વીલ્સ, બેડફોર્ડસ શ્રેષ્ઠ રહેશે. તેવી જ રીતે 'કોડરોય' ફેબ્રિકની બોલબાલા પાછી વધી છે. કોટન ટ્રાઉઝર્સમાં ફેન્સી સિમ્સ, પેચ પોકેટ્સ, ઝીપ અને જાકીટ સાથેના ફેન્સી પેન્ટ વખણાશે.

નીટ્સવેર

જર્સીમાં મિલોનો, રેપ્સ, પીઠ, રિબ્ડ આ વિન્ટરમાં દેખાશે. યાર્નમાં વણવામાં આવેલાં આ ઊનનાં કપડાંઓમાં બ્રાઉન, રેડીશટોન, ગ્રે ઓવરકોટ તદુપરાંત સેલ્ફ સ્ટ્રક્ચર્ડ મિની જેકવાર્ડસ, હેરિગબોન્સ, ટુ-ટોન ટ્વીલ્સ વગેરે લોકપ્રય થશે. ત્રણ ટાઈપનાં ઊનનાં કપડાં દેખાશે. સ્કીન ટાઈટમાં સિન્થેટિક યાર્ન અને ફાઈન ગેજ, સ્લિમલાઈન અને મધ્યમ બાંધા માટેના લ્યોડાર્ડઝ જેવો પોષાક વધુ ખપશે.

શિયાળાની ફેશનને અનુરૂપ વસ્ત્રાવલિની વાતો નીકળી છે તો બે અવનવી અને વિદેશી છતાં હવે દેશી ગણાતી ડ્રેેસ ડિઝાઈનની વાત પણ કરી લઈએ.

આજકાલ એનિમલ પ્રિન્ટની ફેશને ફરી જોર પકડયું છે. પ્રાણીઓની ત્વચા પરના રંગો અને ડિઝાઈનોને એનિમલ પ્રિન્ટસ કહે છે. ફેશનવર્લ્ડમાં પ્રાણીઓની ચામડીની ડિઝાઈન્સ ખૂબ 'સેકસી' અને 'હોટ' ગણાય છે. હજી તો માંડ નેવુંના દાયકાની આરંભે આવેલી એનિમલ પ્રિન્ટે ફેશનવર્લ્ડમાં એવાં કામણ કર્યાં છે કે આજેય બહુવિધ એનિમલ ડિઝાઈન્સનું વર્ચસ્વ રહ્યું છે. સાપની ત્વચા ઝીબ્રાના ચટાપટા, દીપડાના ટપકાં, વાઘના લસરકા આ બધું ડિઝાઈનમાં ખપે છે.

નેવુના આરંભમાં 'સ્નેકસસ્કીન' ખાસ્સી પોપ્યુલર હતી. એમાંય 'પાયથન' અને કોબ્રાની લૂક અલાઈક ડિઝાઈન્સ તો ખૂબ ગાજેલી. નેવુંના વચગાળાનો સમય હતો. જંગલપ્રેમ દાખવવાનો. હરણ, બિલાડી, ચિત્તાથી માંડીને દીપડાની ત્વચાની ડિઝાઈનવાળાં ફેબ્રિક આ સમયમાં ખૂબ ગાજેલાં. એમાંય 'યર ઓફ ટાયગર' ઘોષિત  થયેલાં. ૧૯૯૭ વર્ષ દરમિયાનનો કેટ પ્રિન્ટસની બોલબાલા ઈન્ટરનેશનલ ફેશનવર્લ્ડમાં હતી. ૧૯૯૭ દરમિયાન તો ડલમેશિયન્સ (ગોળ કાળા, ચાંઠાંવાળાં કૂતરાં) પ્રિન્ટસે દરેક ફેશનવર્લ્ડનાં મેગેઝિનોમાં વર્ચસ્વ જમાવેલું . જો કે આ પ્રિન્ટ બ્લેક એન્ડ વ્હાઈટની મર્યાદાના લીધે તે માત્ર સ્ત્રીઓ માટેના વસ્ત્રો પૂરતી જ મર્યાદિત હતી.

બહુવિધ એનિમલ પ્રિન્ટ્સ ફેશનવર્લ્ડમાં એવરગ્રીન ગણાય છે, પણ ૨૦૦૦નું વર્ષ ઝેબ્રા પ્રિન્ટનું હતું. સ્ત્રી અને પુરુષ બન્નેમાં હિટ રહેલી આ યુનિસેકસ પ્રિન્ટ અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ ગણાય છે. ગુચી ટુ વર્સેક' ડોલ્સ એન્ડ ગબાના ટુ શેેનલ' વર્લ્ડના આ તમામ જાણીતાં બિગ ફેશન હાઉસે ઝેબ્રા પ્રિન્ટ્સના લેબલ માર્યા છે.

જોવા જઈએ તો દેખાવમાં ઝેબ્રા પ્રિન્ટસ પણ ડલમેશિયન્સની જેમ બ્લેક એન્ડ વ્હાઈટનું જ કોમ્બિનેશન છે, તેમ છતાંય 'પેચી' લૂકવાળી ડલમેશિયન્સનો ભાવ ઉત્પન્ન કરે છે. જો કે ડિઝાઈનર્સના મત પ્રમાણે ઝેબ્રા પ્રિન્ટની લૂકમાં 'મર્દાના' ઈમેજ વધુ છે, એટલે સ્ત્રીઓનાં કોસ્ચ્યુમ્સમાં ઓછા  અથવા તો એસેસરીઝરૂપ ઝેબ્રા પ્રિન્ટનો ઉપયોગ થાય છે.

હવે તમે ફેશન જગતમાં લગભગ દરેક જાતનાં ડ્રેસીઝ, સ્પોર્ટસવેર, એસેસરીઝ અને હેટથી માંડીને શૂઝ સુધી એકસામટાં ટપકાં જ ટપકાં નિહાળશો. ફેશનની દુનિયાના માંધાતાઓ આને પિનડોટ્સ, પોલકાડોટ્સ અથવા કોઈનડોટ્સ તરીકે ઓળખે છે. અત્યારે મોટા ભાગના ડિઝાઈનર્સને  આ ઓલ્ડ ફેશનને આધુનિક ટચ આપવાના મૂડમાં છે.

ચેકસ, એબ્સ્ટ્રેકટ, સ્ક્રાઈપ્સ જંગલ જેવી ટ્રેડિશનલ પ્રન્ટસના અનેક પ્રકારોમાંનો એક પ્રકાર છે. ડોટ્સ (ટપકાં) ડ્રેસ ડિઝાઈનર્સનેો ડોટ્સનું આજ સુધી સૌથી વધારે વળગણ રહ્યું છે અને એટલે જ કદાચ  ડોટ્સની ફેશન આપણને ઓચિંતી, રિપીટ થયેલી કે ફૂટી નીકળેલી ફેશન નહીં લાગે. આમ પણ કેટલાક ડિઝાઈનર્સ તો કયારેય આને પૂર્ણપણે છોડી નથી શક્યા. કોઈક ને કોઈક રીતે એનો ઉપયોગ સતત થતો રહ્યો છે. ડોટ્સ પ્રિન્ટસ કયારેય ફેશનમાંથી સાવ ફેંકાઈ ગઈ નથી. જો કે ડોટ્સના ફોર્મની ખરી મજા એ છે કે તે દરેક પ્રકારની એસેસરીઝ પર સાહજિકતાથી ફિટ થઈ જાય છે. ડોટ્સ પ્રિન્ટસને પિન ડોટ્સ, પોલકાં ડોટ્સ અને કોઈન ડોટ્સ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી વધારે તો એ પોલકાડોટ્સ તરીકે પ્રચલિત છે.

એકદમ શરૂઆતમાં એનો ઉપયોગ માત્ર ડ્રેસીઝમાં જ થતો. આજે હવે તે ડ્રેસીઝ પૂરતા મર્યાદિત ન રહેતાં શૂઝ, છત્રી, હેટ, બેગ્સથી માંડીને ઈન્ડિયન ટ્રેડિશનલવેર સુધી ડિઝાઈનર્સની કલ્પના મુજબ વિસ્તાર પામ્યા છે. હજી સુધી આનો વ્યાપ પદડા, ચાદરતકિયા અને સોફાના કવરથી આગળ વધીને ક્યાં સુધી ફેલાઈ જાય કંઈ કહેવાય નહીં.

- નયના


Google NewsGoogle News