Get The App

કાર્યકર્તાઓ કામ લઇને આવે અમે રસ્તો મોકળો કરી આપીશું : મુખ્યમંત્રી

- હિંમતનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં સ્નેહમિલન સમારોહ

- ચૂંટણીનું વર્ષ છે ભાજપનો કાર્યકર કચવાટ વગર આગળ વધે

Updated: Nov 14th, 2021


Google News
Google News
કાર્યકર્તાઓ કામ લઇને આવે અમે રસ્તો મોકળો  કરી આપીશું : મુખ્યમંત્રી 1 - image

હિંમતનગર તા. 13

 હિંમતનગર ખાતે ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે સાબરકાંઠાના કાર્યકરોને સંબોધન કરતા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  કાર્યકરોને અન્ય કોઈ અંદર ઘુસવાનો પ્રયાસ કરે તો પણ કચવાટ વગર આગળ વધવાનો અનુરોધ કરતા આઝાદીના અમૃત મહોત્સવમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકારની પ્રજા હિતકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યુ હતુ.

હિંમતનગર સ્વામીનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષાભિનંદન અને સ્નેહ મિલન કાર્યક્રમ રાજયના ૧૭મા મુખ્યમંત્રી ભુુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યકર્તાઓની ફોજ સાથે ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરી મુખ્યમંત્રી બી.એ.પી.એસ. સભાખંડ ખાતે  સ્નેહ મિલન કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ કાર્યકરોને કહ્યું હતુ કે ભાજપનો કાર્યકર કચવાટ વગર આગળ વધે ચૂંટણી વર્ષ છે.

વધુમાં જણાવ્યું હતું કે, હવે સંકલ્પ કરો ગામડામાં માળખાકીય સુવિધાઓના કામોને પ્રાર્થમિકતા આપો અને રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને છેવડાના માનવી સુધી પહોંચાડવા જણાવ્યુ હતુ. કાર્યકર્તાઓ કામ લઈને આવે તો અમારા સુધી પહોચાડો અમે રસ્તો મોકળો કરી દીધો છે. સાચુ હશે તો થઈ જશે ખોટુ હશે તો કઈ દેશુ અને પ્રજાના હિતમાં નિર્ણય કરીશું. સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલે સ્વાગત પ્રવચન તેમજ રાજય સરકારના મંત્રી અને જિલ્લાના પ્રભારી કુબેરભાઈ ડિંડોર તેમજ ગજેન્દ્રસિંહ પરમારે પ્રાંસગીક પ્રવચન કર્યા હતા.

Tags :
activities

Google News
Google News