ગરીબોની કસ્તુરી ડુંગરીના ભાવમાં ભડકો કિલોના ભાવ રૂપિયા 60 એ પહોંચ્યો
- દિવાળીના તહેવાર ટાણે જ ડુંગળીના ભાવ ડબલ થઈ ગયા
- રાજયમાં અતિવૃષ્ટિ અને નાસિકમાંથી ડુગળીની આવક ઘટતા ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા
હિંમતનગર તા. 28
દિવાળીના તહેવારોના સમયે જ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ
આસમાને પહોંચતા ડુંગળીના ભાવે લોકોને રડાવી દિધા છે
હિંમતનગર પથકમાં દિવાળી ટાણે જ ડુંગેેેેળીના ભાવમાં ભડકો થતા તહેવારોની મોસમમાં વિવિધ મોર્ચે મોઘવારીનો સામનો કરી રહેલી જનતાને હવે ફરી એક વાર ડુંગળીના વધેલા ભાવને કારણે બજેટ ખોરવાઈ રહ્યુ છે. રૃા. ૩૦ થી રૃા. ૪૦ કિ.ગ્રા.ના ભાવે મળતી ગરીબોની કસ્તુરી એવી ડુંગળીનો પ્રતિ કિ.ગ્રા.નો ભાવ રૃા. ૬૦ સુધી પહોચ્યો છે. આવકમાં ધરખમ ઘટાડો થતા ડુંગળીના ભાવોમાં ભડકો થયો છે.
આ વર્ષે ચોમાસાના અંતિમ દિવસોમાં વરસાદ વરસતા સાબરકાંઠા સહિતના
વિસ્તારોમાં અતિવૃષ્ટી જેવો માહોલ સર્જાયો હતો. વરસાદને લીધે ખેતીને જ નહી ડુંગળીના
પાકને પણ વ્યાપક નુકસાન પહોચ્યુ હતુ. જેને લઈને ડુંગળીના ઉત્પાદન ઉપર અસર પહોંચી છે
ત્યારે શાક માર્કેટમાં ડુંગળીની આવકમાં ધરખમ ઘટાડો થતા ડુંગળીની માંગ સામે આવક ઘટતા
ભાવો વધ્યા છે. હિંમતનગરના શાકમાર્કેટમાં ડુંગળીનો હોલસેલનો ભાવ રૃા.૨૦ થી માંડીને
રૃા.૩૫ સુધીનો છે પણ છુટક માર્કેટ અને લારીવાળા ડુંગળી રૃા. ૫૦ થી રૃા. ૬૦ સુધી કિ.ગ્રા.એ
વહેચી રહ્યા છે.
નાસિક સહિત અન્ય રાજયમાંથી ડુંગળી લઈને આવતી ટ્રકની સંખ્યામાં
ઘટાડો નોધાયો છે. સામાન્ય રીતે રોજબરોજ ડુંગળી લઈને મોટી સંખ્યામાં ટ્રકો આવે છે. જયારે
અત્યારે માંડ માંડ આંગણીના વેઢે ગણી શકાય તેટલી જુજ સંખ્યામાં આવી રહી છે.
આ જોતા ડુંગળીની માંગમાં ભારે વધારો થયો છે વેપારીઓનુ કહેવુ
છે કે દિવાળીના તહેવારો બાદ પણ ડુંગળીના ભાવો યથાવત રહેશે. જયાં સુધી ડુંગળીની નવી
આવક નહી થાય ત્યા સુધી ભાવ વધારો ચાલુ રહેશે. દિવાળીના તહેવારો નજીક છે ત્યારે ડુંગળીના
ભાવમાં વધારો થયો છે જેથી ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. ડુંગળીના ભાવ વધતા રેસ્ટોરેન્ટ
અને હોટલના વ્યવસાય ઉપર પણ અસર વર્તાઈ રહી છે.