Get The App

ખેડબ્રહ્માનું અંબિકા માતાજી મંદિરના દ્વાર તા.13મીથી ખુલશે

- ગાઈડલાઈનનું પાલન ભકતોએ કરવું પડશે

- સવારે 7.30 થી સાજે 7 સુધી ભક્તો દર્શન કરી શક્શે : ભોજનશાળા પણ ખોલાશે

Updated: Jun 12th, 2021


Google NewsGoogle News
ખેડબ્રહ્માનું અંબિકા માતાજી મંદિરના દ્વાર તા.13મીથી ખુલશે 1 - image

ખેડબ્રહ્મા તા.11

ખેડબ્રહ્મા ખાતે આવેલા સુપ્રસિધ્ધ અને પૌરાણિક યાત્રાધામ અંબિકા માતાજી મંદિર છેલ્લા દોઢ મહિનાથી કોરોના વાયરસના કારણે યાત્રીકોને દર્શન કરવા માટે બંધ કરવામાં આવ્યું હતું. અને બંધ બારણે પુજારીઓ આરતી કરતા હતા. હવે લાંબાગાળા સમય પછી તા.૧૩-૬-૨૦૨૧ના રવિવારથી મંદિર ખોલવામાં આવી રહ્યું છે.

ખેડબ્રહ્મા ખાતે આવેલા સુપ્રસિધ્ધ અંબિકા માતાજી મંદિર છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી કોરોના મહામારીના કારણે બંધ છે. હવે સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરો ખુલી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્માનું આ અંબિકા માતાજી મંદિર યાત્રીકો માટે તા.૧૩-૬-૨૦૨૧ રવિવારના રોજ ખોલવામાં આવી રહ્યું છે.

જેમાં સવારે ૭.૩૦ કલાકથી સાંજે ૭ કલાક સુધી યાત્રાળુઓ દર્શન કરી શક્શે.

યાત્રાળુઓને આરતીના સમયે દર્શન માટે પ્રવેશ મળશે નહીં આરતી પુર્ણ થયા પછી દર્શનનો લાભ લઈ શકાશે. યાત્રીકોએ સેનેટાઈઝેશન કરવાનું રહેશે તેમજ માશ્ક ફરજીયાત પહેરવો પડશે. મંદિરના પાછળના ભાગમાં આવેલ પુનમીયા મંડળ ભોજનશાળા યાત્રીકો માટે રવીવારથી જ ચાલુ કરવામાં આવશે.


Google NewsGoogle News