તલોદમાં એસ.ટી. બસ સ્ટેશનના સંકુલનું ઇ-લોકાર્પણ કરાયું
- મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યું મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
- મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યું મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
તલોદ, તા. 1 જાન્યુઆરી,
2021, શુક્રવાર
તલોદ નગર ખાતે નવનિર્માણ
પામેલા એસ.ટી. બસ સ્ટેશનના નવા સંકુલની ઇ લોકાર્પણ વિધિ આજે સાંજે મુખ્યમંત્રી
વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું. આજે તેઓએ રાજ્યભરના ૫ એસ.ટી. બસ સ્ટેશનો તથા ૧
વર્કશોપની ઇ-લોકાર્પણ વિધિ કરી હતી. જ્યારે ૧૦ એસ.ટી. સ્ટેશનોનું ઇ- ખાતમુહૂર્ત
કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ
રાજ્યભરની શિક્ષણ- પાણી પુરવઠા- મકાનો- આરોગ્ય તથા વાહન વ્યવહાર ક્ષેત્ર સહિતની
વિકાસલક્ષી સુવિધાઓની માહિતી આપી હતી. તેઓએ મુસાફર જનતાની સુવિધા માટે ૧૦૦૦ નવી
એસ.ટી. બસ અને ૫૦ ઇલેક્ટ્રીક ખરીદવાની આજે ૨૦૨૧ના પ્રથમ દિવસે જાહેરાત કરીને નવી
બસ સેવાઓમાં જૂન માસથી કાર્યરત થશે તેમ જાહેરાત કરી હતી.
ટ્રાફિક નહિ મળવાથી આવક
નહી થતી હોવાના બહાને તલોદ સહિતના કેટલાક ડેપોની સુવિધા ઉપર સરકારના એસ.ટી. નિગમે
કાતર ફેરવી દીધી છે
તલોદ એસ.ટી. સ્ટેશન
સંકુલના મેદાનમાં ઉભા કરાયેલા એક સમારોહમાં તાલુકાભરમાંથી લોકો મોટી સંખ્યામાં
હાજર રહ્યા હતા. જેમાં સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ, પૂર્વ
પ્રધાન જયસિંહ ચૌહાણ, વી. ડી. ઝાલા, ધારાસભ્ય
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંત અધિકારી સોનલબેન પઢેરીયા સહિતના
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ દિપસિંહ રાઠોડએ તલોદ તાલુકાના વિકાસની
જવાબદારી સ્વીકારીને ડેપો માટે યોગ્ય કરવામાં આવશે તેવી વાત કરી હતી જે હકીકતમાં
પરિણમશે કે કેમ ? તેવો સવાલો પેદા થયા હતા એસ.ટી.ના ડિવિઝનલ
કંટ્રોલ કમલહસનનાઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.