Get The App

તલોદ શહેરમાં તસ્કરોનો તરખાટ વધુ બે દુકાનોના તાળા તોડયા

- શહેરમાં ઘરફોડ ચોરીઓનો સિલસિલો જારી

- ચોર ટોળકીને દુકાનમાંથી કોઈ રોકડ મતા ન હાથ લાગતા સામાન વેર વિખેર કરી નુકસાન કર્યંુ

Updated: Feb 1st, 2022


Google News
Google News
તલોદ શહેરમાં તસ્કરોનો તરખાટ વધુ બે દુકાનોના તાળા તોડયા 1 - image

તલોદ તા.૩૧

સાબરકાંઠા જિલ્લા ના તલોદ બજારની મધ્યમાં આવેલ બે દુકાનોના તાળા /નકૂચા તોડીને તસ્કરોએ લાખોની મતા હાથ લાગી જશે તેવા મનસૂબા સાથે રાતભર જહેમત ઉઠાવી હતું.જોકે, વેપારીઓએ કંઈ રોકડ રકમ કે દર દાગીનાનું જોખમ રાખેલ નહિ હોવાથી અહી તસ્કરોને 'બોણી' પણ નહિ થઈ હોય તેમ લાગે છે.જોકે એક દુકાનના ૨ માળના આવેલા કબાટ,તિજોરી તથા અન્ય ખાના વગેરે તોડી ફોડીને તસ્કરોએ હજારો રૂપિયાનું નુકશાન જરૂર પહોંચાડયું છે.

તાજેતરમાં ઘરફોડ ચોરીઓના ઉપરાછાપરી બનેલા અલગ અલગ બનાવો માં ઘટના નો ભોગ બનનારા એકમો એ કુલ.અંદાજિત રૂ . ૮ લાખ થી અધિક ની માલ મતા ગુમાવી છે.

જેની પોલીસ તપાસ કરી રહી છે,.તેમ છતાં તસ્કરો ના કોઈજ સગડ પોલીસ ને આજદિન સુધી મળ્યા નથી !જેમાં ગત રાત્રિ એ પુનઃ તલોદ બજાર ની મધ્યમાં ૨ દુકાનો માં ચોરી ની ઘટના બનવા પામી છે. જ્યાં ચોરી તસ્કરી ટોળકી એ કરવા ભારે જહેમત ઉઠવ્યા નું જોવા/ જાણવા મળ્યું હતું.જેથી પુનઃ તલોદ માં દહેશત ના માહોલ સાથે ચકચાર મચી જવા પામી છેઅને પોલીસ પેટ્રોલિંગના ધજીયા ઉડી રહ્યા છે.પોલીસ અહી ધાક જમવાવા માં નિષ્ફળ રહી છ જ્યારે તસ્કરી ટોળકીઓ સફળ રહી છે!

તલોદ ની ૫ ફેકટરીઓમાં ગત શનિવારે મધ્ય રાત્રી બાદ અને અને ગઈકાલે રવિવારની પરોઢે ત્રાટકેલા તસ્કરોએ ઘરફોડ ચોરી ની ઘટના ને અંજામ આપ્યા ના ગણત્રીના કલાકોમાંજ ફરી એક વાર તસ્કરોએ વાર કર્યો છે ! ગત રાત્રિએ હથિયાર ધારી તસ્કરોએ તલોદ બજારની મધ્યમાં આદિનાથ દિગંબર જૈન દેરાસરની સામે (રોડ ની સામેની બાજુ) આવેલી એક કાપડની ભરચક દુકાન અને એક બંધ હાલત માં પડેલી દુકાનનેું નિશાન બનાવી હતી. અહી બે- બે માળની બંને દુકાનો ના દરવાજાના તાળા/ નકૂચા તોડીને અંદર ઘૂસેલા તસ્કરો એ કાપડની દુકાનના બંને માળનું રાચરચીલું, કબાટ,તિજોરી એમ લગભગ બધુજ ફેંદી નાખીને રફેદફે કરી નાખ્યું હતુંજોકે, વેપારી અહીંના મકાન માંથી સોસા.ના મકાન માં વર્ષો થી શિફ્ટ થયા હોઇ દર /દાગીના કે કોઈજ જોખમ રાખ્યું નહતું.અને આ દુકાન છોડીને અન્ય જે દુકાન ના નકૂચા તોડી ચોરી નો પ્રયાસ થયેલ તે દુકાન લાંબા સમયથી બંધ હોવાથી ત્યાં તેના બંને માળ પણ ખાલી હતા..જેથી તસ્કરો ને અહી લાગે છે કે, ચૌદશ / અમાસ નડી હતી! આમ થવાથી ભૂરાયા થયેલા અને નિષ્ફળ રહેલા તસ્કરો પુનઃ ચોરીઓ ાનો સિલસિલો જારી રાખશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.જેના ખોફ માં ફસડાયેલી પ્રજા પોલીસ જડબેસલાક કડક અને અસરકારક પેટ્રોલિંગ કરે તેવી માંગ કરી છે.

તલોદમાં એક મહિનામાં આઠ લાખથી વધુની ચોરી

તલોદ પંથક માં છેલ્લા કેટલાક માસથી કાયદો અને સલામતીની પરિસ્થિતિ ખાળે જવા પામી હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. *તાજેતર માં ઉત્તરાયણ પૂર્વે તલોદ પંથકની ૩ -૩ ફેક્ટરી ઓના તાળા તોડયાની અને એકજ રાતમાં ત્રણે ફેક્ટરી માં ચોરીઓ થઈ હોવાની ખૂબ ચર્ચા ચાલી હતીબાદ  પુનઃ વાસી ઉત્તરાયણનીની રાત્રે  તલોદ નગરના ત્રણ બંધ મકાનો માં તસ્કરો ત્રાટક્યા હતા આ બંને ઘટનામાં મળી તસ્કરો ૫ લાખથી વધુ ની માલ મતા ચોરી કરી ગયાનું ભારે ચર્ચામાં રહ્યું હત ! આજદિન સુધી થયેલ ચોરીઓમાં લોકોએ  અંદાજિત રૂ. આઠ લાખ જેટલી રકમ ગુમાવી છે.

Tags :