Get The App

હિંમતનગર યાર્ડમાં 5500 બોરી મગફળી, 300 બોરી મકાઈની આવક

- મગફળી-કપાસના સારા ભાવથી ખેડૂતોમાં ખુશાલી

- લાભપાંચમના શુભ દિવસે ખેતપેદાશની ભરપૂર આવકથી યાર્ડ ઉભરાયું : માવઠાની વકી વચ્ચે આવકમાં વધારો

Updated: Nov 10th, 2021


Google NewsGoogle News
હિંમતનગર યાર્ડમાં 5500 બોરી મગફળી, 300 બોરી મકાઈની  આવક 1 - image

હિંમતનગર, તા. 9

લાભપાંચમના દિવસે યાર્ડો ખૂલ્યાં અને કેટલાક યાર્ડોમાં ખેતપેદાશની આવક નોંધાઈ છે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં લાભપાંચમના દિવસે પપ૦૦ બોરી મગફળી, ૩૦૦ બોરી મકાઈ, ૬૦ બોરી ઘઉં અને ર૦,૯૦૦ કીલોગ્રામ કપાસની આવકથી યાર્ડ ઉભરાયું હતું.

મગફળી-કપાસના એકંદરે સારા ભાવથી ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે. માવઠાની દહેશત વધતાં ખેડૂતો ઉતાવળે ખેતપેદાશ વેચવા લાગ્યા છે.

દિવાળી વેકેશન પછી મંગળવારે લાભપાંચમ હોવાથી તમામ ધંધા-રોજગાર ખૂલ્યા છે. માર્કેટયાર્ડોમાં કામકાજ શરૃ થયાં છે જે સાથે હિંમતનગર યાર્ડમાં ખેતપેદાશ લઈને ખેડૂતો આવતાં યાર્ડ ખેડૂતો અને ખેતપેદાશથી ઉભરાયું હતું. મંગળવારે મગફળી, ઘઉં, મકાઈ, એરંડા અને કપાસની નોંધપાત્ર આવક નોંધાઈ છે. ખેડૂતોને જાહેર હરાજીમાં એકંદરે સારા ભાવ મળ્યા છે પરંતુ કેટલાક ખેડૂતોએ ઘઉં, એરંડા અને કપાસમાં ધારણા કરતાં ઓછા ભાવનો બળાપો કાઢી રહ્યા છે.

સરકાર દ્વારા લાભપાંચમના દિવસથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની હતી પરંતુ અણઘડ આયોજનના કારણે ખરીદી ઘોંચમાં પડી છે. જ્યારે ટેકાના ભાવ કરતાં પણ યાર્ડોમાં ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળતાં મોટાભાગના ખેડૂતોએ યાર્ડમાં જાહેર હરાજીમાં મગફળીનો પાક વેચતા જોવા  મળ્યા છે.

આવક વધી રહી છે : માર્કેટયાર્ડ સેક્રેટરી

હિંમતનગર માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે લાભપાંચમના દિવસથી ખેડૂતો ખેતપેદાશ વેચવા માટે આવ્યા છે અને બપોર સુધીમાં મગફળીની પપ૦૦ બોરીની આવક નોંધાઈ છે. ર૦ કીલોગ્રામ મગફળી ગુણવત્તા પ્રમાણે રૃ ૧૦૦૦ થી ૧૪૪૦નો ભાવ ખેડૂતોને મળ્યાનું જણાવ્યું છે.

yard

Google NewsGoogle News