Get The App

પ્રાંતિજ તાલુકાની 44 ગ્રામ પંચાયતમાં ૫૫ બુથ પર મતદાન આજે મતદાન

- તાલુકાના સાત રૂટ ઉપર મતદાનની સામગ્રી બસોમાં રવાના કરાઇ

- એક પીઆઈ , એક પીએસઆઇ, 70 પોલીસ 85 જીઆઇડી હોમગાર્ડનો બંદોસ્બત ગોઠવાયો

Updated: Dec 19th, 2021


Google News
Google News
પ્રાંતિજ તાલુકાની 44 ગ્રામ પંચાયતમાં ૫૫ બુથ પર મતદાન આજે મતદાન 1 - image

પ્રાંતિજ,તા. 18

 પ્રાંતિજ ખાતે પણ ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજાવાની છે જેને લઈને ચુંટણી અધિકારી દ્રારા સંપૂર્ણ પણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે અને ૫૫ બુથો પર મતદાન પેટી મતદાનનું સાહિત્ય સાથે કર્મચારીઓની ટીમો રવાના થઈ ગયું છે.

પ્રાંતિજ તાલુકામાં ૧૯ મીને રવિવારના રોજ યોજાનાર ૨૪ ગ્રામ પંચાયતોની  ચૂંંટણીને લઈને ચુંટણી અધિકારી દ્રારા તમામે-તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે અને ૨૭ ગ્રામ પંચાયતોમાંથી એક ગ્રામ પંચાયત સમરસ અને બે ગ્રામ પંચાયત બિનહરીફ થતા હાલ ૨૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઇ રહે છે જેને લઈને તંત્ર દ્રારા ૫૫ બુથ ઉભા કરવામા આવ્યા છે અને પ્રાંતિજ ચિત્રિણી નસગ કોલેજ ખાતે આવેલા સ્ટોગ રૂમ ઉપરથી આજે ૭ અલગ-અલગ રૂટો દ્રારા એસટીબસ મારફતે ચુંટણીલક્ષી સાહિત્ય મતપેટીઓ સાથે કર્મચારીઓની ટીમો રવાના થઈ હતી. આ ચુંટણીમ કુલ-૩૦૦ જેટલા કર્મચારીઓ ચુંટણી પ્રકિયામાં કામગીરી કરશે.

 ચુંટણી ની કામગીરી મા એક પીઆઈ, એક પીએસઆઇ, ૭૦ પોલીસ તથા ૮૫ જીઆઇડી હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે.

Tags :
prantij-taluka

Google News
Google News