ગોરઠીયા- જવાનપુર ડેમ છલોછલ ભરાતા મેશ્વો નદી કિનારાના લોકોને એલર્ટ કરાયા
- સાબરકાંઠાના તલોદ તાલુકાના
- ડેમની સપાટી જાળવવા માટે નદીમાં પાણી છોડવાને લઈને આસપાસના લોકોને તકેદારી રાખવા તાકીદ
તલોદ,
તા. 28
તલોદ તાલુકાના મેશ્વો નદી કિનારા આસપાસ વસવાટ કરતા લોકોને
તથા પશુપાલકોના પશુઓને નદી કિનારાના નીચે વાસના વિસ્તારોમાં નહીં જવા સરકારી
તંત્રે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તલોદ મામલતદાર અગરસિંહ ચૌહાણએ તાલુકા વિકાસ
અધિકારી હર્ષદકુમાર પટેલને પત્ર પાઠવીને સુચના આપી જે - તે ગામોના તલાટી તથા
સરપંચોને પણ સાબદા રહેવા જાણ કરવા આદેશ કર્યો છે.
ઉપરવાસમાં સતત વરસતા વરસાદને કારણે તલોદ તાલુકાના ગોરઠીયા
અને જવાનપુર ડેમ તેની સો ટકા ક્ષમતા સાથે ભરાઈ ગયો છે. બંને ડેમમાં પાણીની સતત આવક
ચાલુ રહેતાં ડેમની સપાટી જાળવવા માટે નદીમાં પાણી છોડવાની ફરજ પડતી હોય છે. બીજી
તરફ પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી હોવાથી તલોદ
તાલુકાના નદી વિસ્તારના ગામોના પ્રજાજનોનના જાનમાલની સલામતી માટે ઉક્ત એલર્ટનો
આદેશ જારી કરવાની ફરજ પડી હોવાનું મામલતદાર અગરસિંહએ જણાવ્યું હતું.
ઉપરવાસના બારે વરસાદી
પાણીની ાવત અને અહીં ચોમાસાના વરસાદની પાણીની આવકને કારણે તલોદ તાલુકાના
ગોરઠીયા અને જવાનપુરા ડેમનું વધારાના પાણી છોડવામાં આવે ત્યારે નદીમાં પુર આવવાની
પુરી સંભાવના સેવાઈ રહી છે.
જેથી નદી વિસ્તારના જે-તે ગામોના પ્રજાજનોને પોતે તથા
ઢોરઢાંખરને નદી કિનારા તરફ કે નીચાણવાળા ભાગામાં નહીં જવા બાબતે સૂચના જારી
કરવામાં આવેલ છે.
ગોરઠીયા ડેમમાથી પાણી છોડવામાં આવતાં ક્યા ગામોને અસર થાય ?
ગોરઠીયા ડેમમાંથી હજારો ક્યુસેક પાણી મેશ્વો નદીમાં છોડવાની
ફરજ પડે ત્યારે તલોદ તાલુકાના મોહનપુર, વરવાડા, મોટા ચેખલા, રતનપુર, લવારી, કઠવાડા, સુરપુર, વસ્તાજીના મુવાડા, જેઠાજીના મુવાડા, આંત્રોલી, તાજપુર તથા હરસોલ
પંતકના ગામોને અસર થઈ શકે છે.
જવાનપુર ડેમમાંથી પાણી છોડવામાંવતા ક્યા ગામોને અસર ?
જવાનપુર ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે બડોદરા, પનાપુર, નાંણા, સિમલીયા, નાણઆં, ગોઠવાડ, લાલાજી મુવાડા
અને મહેકાવ જેવા ગામોને અસર થવાની સંભાવના સેવાઈ રહી છે.
વરસાદની આગાહી વચ્ચે ઉઘાડ નિકળ્યો
પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. તો બીજી
તરફ એની વિપરીત બાજુ આજે તલોદ તાલુકા પંથકમાં સવારથી ભારે આકરો તડકો પડી રહ્યો
હતો. મે મહિના જેવી ભારે ગરમી અને તડકાથી લોકો ત્રાહીમામ બન્યા છે. હવામાન ખાતાના
અને અન્ય જાણકારોની અનેક આગાહીઓ ચાલુ સાલે ક્યાંક ખોટી પડી છે. આજનો દિવસ તેની
ગવાહી પુરી રહ્યો છે.