દિવાળી પર્વના તહેવારોમાં જિલ્લાની આઠ ડેપોની 100 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે
- તહેવારોમાં ફરવા નીકળનારાઓ અને વતન જનારા મુસાફરો માટે રાહત
- જિલ્લાના એસ.ટી.તંત્ર દ્વારા પંચમહાલ, નડિયાદ અને અમદાવાદ માટે રાઉન્ડ ધ કલોક બસોની વ્યવસ્થા કરવામાં આવી
હિંમતનગર તા. 28
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારોમાં મુસાફરોની
ભીડને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા એસ.ટી. ડીવીઝન દ્વારા એકસ્ટ્રા બસો સાથે એક્સપ્રેસ
બસો દોડાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અને ગાંધીનગરના
માણસા ડેપો મળી કુલ ૮ ડેપોમાંથી ૧૦૦થી વધુ એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે.
સાબરકાંઠાના હિંમતનગર એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને બસમાં મુસાફરી કરતા મુસાફરોની સવલતમાં વધારો થાય તેવા હેતુથી તા. ૩૦ ઓકટોબર થી ૪ નવેમ્બર સુધી સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, મોડાસા, બાયડ, ભીલોડા અને ગાંધીનગરના માણસા ડેપો મળી કુલ ૯ ડેપોમાંથી ૧૦૦ થી વધુ એક્સપ્રેસ બસો પંચમહાલ, નડિયાદ અને અમદાવાદ તરફ અવર જવર કરતા મુસાફરો માટે એક્સટ્રા બસો દોડાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. હિંમતનગર વિભાગના તમામ ડેપો/કન્ટ્રોલ પોંઈન્ટો ખાતેથી રાઉન્ડ ધ બ્લોક બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી બસમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને એક્સટ્રા સર્વિસનો લાભ મળી રહેશે.