વિજયનગર, ચિઠોડા, વડાલી, પોશીના સહિત સાબરકાંઠામાં પવન સાથે માવઠું
- ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
- પાછોતરા ઘઉં, ચણાનો પાક પલળી જતાં ખેડૂતોમાં દોડધામ : સપ્તાહમાં બીજી વખત કમોસમી વરસાદ
અમદાવાદ,
તા. 24
વડાલી,
વિજયનગર, ચિઠોડા, પોશીના, દત્તાલ, લાબડીયા, દેલવાડા ગામ સહિત
સાબરકાંઠા જિલ્લામાં આજે સાંજના ઓચિંતા હવામાન પલટાતા વાવાઝોડા, ગાજવીજ સાથે ધીમી
ધારે માવઠું થતા પાક સલામત સ્થશે ખસેડવા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. ખેતરોમાં ખુલ્લું
પડેલું ઘઉંનું ભૂસું પલળી જતા પશુઓના મોમાં આવેલો ચારો બગડી જતાં કેટલેક સ્થળે ખેતરોમાં
પાછોતર લેવાતા ઘઉંને નુકસાનની દહેશતે ખેડૂતોમાં ચિંતા જોવા મળતી હતી.
તાજેતરમાં દશેક દિવસ અગાઉ જ એક માવઠું રાત્રિના ઓચિંતુ થતાં
ખેડૂતોએ ઘઉં સહિતના પાક સલામત સ્થળે મુકવા રાત્રે દોડધામ કરવી પડી હતી. ફરી છેલ્લા
બે- ત્રણ દિવસથી આ વિસ્તારમાં આકાશે વાદળો તો આવતા જ હતા અને વિખેરાઈ જતા હતા પણ અને
વિખેરાઈ જતા હતા પણ આજે બપોર પછી ભારે ઉકળાટ અને ગરમી પછી શરૂઆતમાં ધૂળની ડમરીઓ સાથે
અને તે પછી ભારે પવન વાવાઝોડા અને ગાજવીજ સાથે વિજયનગર, ચિઠોડા, સારોલી, સામતેલા, વનધોલ, રાજપુર, મોજળીયા, બાલેટા, કોડિયાવાડા, દઢવાવ, વડાલી વિસ્તારો સહિત
સાબરકાંઠાના કેટલાક ભાગોમાં હળવું વરસાદી ઝાપટું અમુક વિસ્તારમાં છાંટા પડયા હતા. એકાએક
હળવા વરસાદી માવઠું થતાં માટી ભીની થઈ ગઈ હતી.
વિજયનગર- ચિઠોડા વિસ્તારમાં ખેતરોમાં ઘઉંનું ભૂસું આ ઢગલા પલળી ગયા હોઈ ઘાસચારો બગડી જવાની દહેશત વર્તાઈ રહી છે.આ અઠવાડિયામાં ભર ઉનાળે આ બીજીવાર કમોસમી માવઠાની આફતનો સામનો કરવો પડયો હતો. એક તરફ કોરોના મહામારી બે ઋતુ જેવા સર્જાયેલા વાતાવરણમાં તાવ, શરદી, કફ જેવા ઋતુજન્ય નાની મોટી બીમારીઓ વચ્ચ ચૈત્રમાં ચોમાસુ બેઠા જેવો આકાશી માહોલ સર્જાતા ભૂમિપુત્રોના હૈયે ચિંતા અને મુંઝવણ સાથે ખેતીને થતું જતું નુકસાન બેવડી ચિંતા વધારી રહી છે.
ભરઉનાળે વડાલીમાં કમોસમી વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો આવ્યો
છે. શનિવારે વહેલી સવારથી જ વડાલી પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરના ચાર વાગ્યાના સુમારે
આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા અને પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો જેને
લઇ ખેડૂત આલમમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ વરસાદી ઝાપટાથી ખેતરમાં તૈયાર કાપણી
કરેલા ઘઉં, ચણા, સહિતના પાકને નુકશાન
થવાની દહેશત વ્યાપી છે.