Get The App

ગુજરાતમાં પેટ્રોલ - ડીઝલ સસ્તુ મળતા બોર્ડરના પંપો ઉપર રાજસ્થાનના વાહનોની લાઇનો

- એકસાઇઝ અને વેટ ઘટાડતા ઇંધણ સસ્તુ થયું

- ગુજરાતમાં ડીઝલ લીટરે રૂ. સાત, પેટ્રોલ રૂ. ૧૬ રાજસ્થાન કરતા સસ્તુ હોવાથી આંતરરાજ્ય બોર્ડરના પંપો પર ઇંધણ ભરાવવા ચાલકોનો ધસારો

Updated: Nov 11th, 2021


Google NewsGoogle News
ગુજરાતમાં પેટ્રોલ - ડીઝલ સસ્તુ મળતા બોર્ડરના પંપો ઉપર રાજસ્થાનના વાહનોની લાઇનો 1 - image

વિજયનગર, તા.૧૦

રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થતાં વિજયનગર સહિત જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર પર આવેલા પેટ્રોલપંપો ઉપર રાજસ્થાનના વાહનોની કતારો લાગેલી જોવા મળી રહી છે.એક સમયે ગુજરાત કરતા રાજસ્થાનમાં રૂપિયો દોઢ રૂપિયો લીટરે રાજસ્થાનમાં સસ્તું મળતું હતું જ્યારે અત્યારે એનાથી ઊલટું છે રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું મળે છે.જેથી સરહદ ઉપરના પંપો ઉપર વેચાણ વધી રહ્યું છે.

જેમાં રાજસ્થાન કરતા ગુજરાતમાં રાજ્ય સરકારે વેટ ઘટાડેલા  ડીઝલ લીટરે  ૭ રૂપિયા અને પેટ્રોલ ૧૬ રૂપિયા સસ્તું મળતું હોવાથી ગુજરાતમાંથી પરપ્રાંતમાં જતાં વાહનો ફૂલ ટાંકી કરાવીને જ જાય છે જ્યારે રાજસ્થાનના વાહનોના ચાલકો ગુજરાતમાં જ ડીઝલ-પેટ્રોલ ભરાવવાનું પસંદ કરી રહ્યાં છે. 

જિલ્લાના રાજસ્થાનની બોર્ડર ઉપરના ગુજરાતમાં આવેલા પંપોવાળાઓને અનેકગણો વેપાર વધી ગયો છે.અને રાજસ્થામાંથી પ્રવેશતા પ્રથમ પેટ્રોલ પમ્પ પર રાજસ્થાનના વાહનોની સંખ્યા જોવા મળી રહી છે.

  ટ્રક ચાલકો ગુજરાતમાં પહોંચાતા તેટલું જ ડીઝલ પુરાવીને ગુજરાતમાં ડીઝલની ટાંકી ફૂલ કરવાનું મુનાસીબ માની રહ્યા છે. સામાન્ય રીતે નાના ટ્રકમાં ૪૦૦  અને મોટા ટ્રકમાં ૮૦૦ લીટર ડીઝલ આવતું હોય છે ત્યારે ટ્રક ચાલકોને ગુજરાતમાં ડીઝલ પૂરાવવામાં ૩૨૦૦ થી ૫૬૦૦ રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે જેથી રાજસ્થાન સરહદને અડીને આવેલા પંપો ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

રાજસ્થાન કરતા ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું બનતા પેટ્રોલ પમ્પોનું વેચાણ પણ છેલ્લા કેટલાક દિવસોથી વધ્યું છે રાજસ્થાનથી નાના મોટા વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ માટે ગુજરાત આવી રહયા છે સામાન્ય રીતે ટ્રક ચલાવતા વાહન ચાલકને એક સમય ટાંકી ફૂલ કરવામાં ૩૨૦૦ થી ૬૦૦૦ જેટલો ફાયદો થાય છે જેમાં વાહન ચાલકને મુંબઈથી દિલ્હી સુધી જવાનો ટોલ ટેક્ષ નીકળી જાય છે જેથી વાહન ચાલકો ગુજરાતમાં જ પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યા છે. રાજસ્થાન સરહદ નજીકના પંપો ઉપર ડીઝલ-પેટ્રોલનું વેચાણ પણ વધ્યું છે.


Google NewsGoogle News