Get The App

ગડાદર હાઈવે પર રાત્રે ટ્રેલર ખોટકાતાં વાહનોની લાઇનો લાગી

- આડેધડ ડાર્યવર્ઝનના કારણે વાહન ચાલકો પરેશાન

- વાહનોની કતારો લાગતાં ટ્રાફિક ડાયવર્ટ કરવાની નોબત આવી : પોલીસે દોડી આવી

Updated: Oct 31st, 2021


Google NewsGoogle News
ગડાદર હાઈવે પર રાત્રે ટ્રેલર ખોટકાતાં વાહનોની લાઇનો લાગી 1 - image

હિંમતનગર, તા.30

હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર ગડાદર પાસે બ્રીજ નજીક રાત્રે ટ્રેલર ખોટકાઈ પડતાં ટ્રાફિક અવરોધાયો હતો. વાહનોની કતારો લાગતાં અરવલ્લી જિલ્લા હાઈવે ટ્રાફિક  પોલીસની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી અને વાહનોની કતારો લાગતાં ટ્રાફિકને ડાયવર્ટ કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો.

 એક તરફ હાઈવેનું સિક્સલેનમાં નવીનિનકરણ થઈ રહ્યું છે અને આડેધડ ડાયવર્ઝનથી વાહનો રસ્તામાં જ ખોટકાઈ પડતાં હોવાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે.  નેશનલ હાઈવેને સિક્સલેનમાં ફેરવવા માટેની મંથરગતિએ ચાલતી કામગીરીના કારણે હિંમતનગરથી શામળાજી સુધીના હાઈવે માર્ગ ઉપર ટ્રાફીકજામની સમસ્યા કાયમી બની છે. તેમાંય વાહનો ખોટકાઈ પડવાની ઘટનાઓના કારણે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગતી હોય છે. ગત રાત્રે ગડાદર હાઈવે પાસે બ્રીજનું કામકાજ ચાલી રહ્યું છે ત્યાં રોડ વચ્ચે જ તોતિંગ ટ્રેલરના પાટા તૂટી જતાં ખોટકાઈ પડયું છે.  અન્ય વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ ન હોવાના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર અવરોધાયો હતો. જેમાં લાંબે સુધી ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થાય તેવું જણાતાં જિલ્લા હાઈવે ટ્રાફીક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જેમાં હિંમતનગર થી શામળાજી તરફ જતા વાહનોને રાજેન્દ્રનગર ચોકડીથી ડાયવર્ટ કરવામાં આવ્યાં હતાં જ્યારે પરોઢ બાદ મીકેનીક બોલાવી ખોટકાયેલા ટ્રેલરને દૂર હટાવાતાં ટ્રાફીક વ્યવહાર પૂર્વવત થયો હતો.


Google NewsGoogle News