Get The App

ખેડબ્રહ્મા તાલુકામાં ગતવર્ષની તુલનાએ ચાલુ વર્ષે રવી પાકના વાવેતરમાં ઘટાડો

- અપૂરતા વરસાદથી વાવેતરને ફટકો

- ચણા, રાયડો અને શાકભાજીનું વાવેતર વધ્યું ઘઉંનું 3429 હેકટરમાં સહિત કુલ 5752 હેકટરમાં વાવેતર

Updated: Nov 17th, 2021


Google NewsGoogle News
ખેડબ્રહ્મા તાલુકામાં ગતવર્ષની તુલનાએ ચાલુ વર્ષે રવી પાકના વાવેતરમાં ઘટાડો 1 - image

ખેડબ્રહ્મા તા. 16

ખેડબ્રહ્મા તાલુકામાં આ વર્ષે વરસાદ ઓછો પડતા ખેતી પાકો માટે પુરતી પીયત વ્યવસ્થા ન હોવાના કારણે ઘઉં બટાકા જેવા પાકોનું વાવેતર ગત વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે.

ખેડબ્રહ્મા તાલુકામાં ગત વર્ષે વરસાદ ઓછો પડયો હતો. આ વર્ષે પણ ગત વર્ષ કરતા ખુબ જ ઓછો વરસાદ પડયો છે. અને જેના કારણે તેની અસર ખેતી પાકોના વાવેતરમાં પણ પડી છે.

ગત વર્ષની સરખામણીમાં ખેતી પાકો માટે પુરતી પીયત વ્યવસ્થા ન હોવાના કારણે આ વર્ષે ઘઉંનુ વાવેતર ૩૪૨૯ હેકટર, મકાઈ ૨૯૫ હેક્ટર, ચણા ૩૪૯ હેક્ટર, રાયડો ૨૧૯ હેક્ટર, બટાકા ૭૯૬ હેકટર, શાકભાજી ૧૧૧ હેક્ટર, ઘાસચારો ૫૪૩ હેક્ટર મળી કુલ ૫૭૫૨ હેક્ટરમાં હાલમાં વાવેતર કરવામાં આવ્યું છે. ખેડુતોને પાણીની પુરતી પીયત વ્યવસ્થા નહોવાના કારણે આ વર્ષે ઓછો પાણીએ ટુંકા ગાળામાં પાક તૈયાર થાય તેવા પાકોનો વાવેતર વિસ્તાર વધ્યો છે.


Google NewsGoogle News