Get The App

ગઢ પર ખનન અટકાવવા આજે ઇડર બંધ રહેશે

- વિવિધ સંગઠનોની બેઠક મળી

- માર્કેટ યાર્ડમાં પણ હરાજીની કામગીરી બંધ રહેશે

Updated: Aug 12th, 2021


Google NewsGoogle News
ગઢ પર ખનન અટકાવવા આજે ઇડર બંધ રહેશે 1 - image

ઇડર, તા. 11

ઇડરિયા ગઢના ડુંગરોમાં ચાલતું ખનન અટકાવી ઐતિહાસિક ધરોહરને બચાવવાની માંગ સાથે આજે ઇડર બંધનું એલાન અપાયું છે. આ એલાનને શહેરના વિવિધ સંગઠન સહિત માર્કેટ યાર્ડના વેપારી એસોસીએશને પણ સમર્થન જાહેર કર્યું હોઇ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ રહેશે.

ઇડરિયા ગઢના ડુંગરોમાં લીઝ ધારકો દ્વારા ખનન કાર્ય ચાલી રહ્યું છે. સતત ચાલતા આ ખનનથી ગઢ સહિત અન્ય ઐતિહાસિક સ્મારકોને નુકસાન થાય તેમ હોઈ ગઢ બચાવો સમિતિએ આવેદન પત્ર થીકી બીજીવાર લડત શરૃ કરી છે. ઉપરાછાપરી આવેદન છતાં ખનનની કામગીરી ચાલી રહી હોઈ ગઠ પ્રેમીઓમાં નિરશા પ્રસરી ગઇ હતી. દરમિયાન આ મામલે ગઢ બચાવો સમિતિએ શહેરના વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનો સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ ચર્ચા-વિચારણા બાદ ઇડર બંધનું એલાન આપવા નિર્ણય કરાયો હતો.

આજે અપાયેલ ઇડર બંધના એલાનને શહેરના વિવિધ સંગઠનો સાથે માર્કેટ યાર્ડના વેપારી એસોસીએશન અને વકીલ મંડળે   પણ સમર્થન જાહેર કર્યું છે. દરમિયાન આ મામલે બુધવારે રાત્રે રામજી મંદિરમાં એક મીટીંગનું પણ આયોજન કરાયું હતું, જેમાં ગઢ બચાવો સમિતિ સહિત મોટી સંખ્યામાં ગઢ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લીઝધારકોની પત્રિકા વાયરલ

ઇડરિયા ગઢના ડુંગરોમાં ચાલતુ ખનન અટકાવવા અપાયેલ ઇડર બંધના એલાન બાદ લીઝ ધારકોએ પણ એક ''જાહેર નમ્ર નિવેદન'' નામે પત્રિકા ફરતી કરી છે.

 આ પત્રિકા થકી તેઓએ જણાવ્યું છે કે, ખનન થકી ઇડર ગઢ કે ઐતિહાસિક સ્મારકો ને કોઇ નુકસાન થયું નથી અને થશે પણ નહીં. સરકાર ની મંજુરીથી ૨૦૦૭થી ખનન ચાલી રહ્યું છે તો ૨૦૧૭માં જ કેમ આંદોલન કરવું પડયું ? કેટલાક અંગત રાજકીય હિત ધરાવતા લોકો દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

ider-gadh

Google NewsGoogle News