તલોદ માર્કેટયાર્ડની પેઢીના ત્રણ વેપારીઓની ખેડૂતો સાથે રૂપિયા 66.50 લાખની ઠગાઇ
- પોલીસે મોડી રાત્રે ત્રણ વેપારીની અટકાયત કરી
- એરંડા સહિતના ખેત પેદાશની ખરીદી કર્યા બાદ ચેક આપતા પરત ફર્યાઃ માર્કેટયાર્ડના ડિરેકટરે ફરિયાદ નોંધાવી
તલોદ..તા 17
તલોદના માર્કેટયાર્ડોમાં અનાજની એક જ પેઢી ધરાવતા ત્રણ
વેપારીઓએ ખેડૂતો પાસેથી એરંડા જેવા ખેત ઉત્પાદનો વેચાણ રાખી, બેંક
બેલેન્સ નહીં હોવા છતાં,ચેકો પધરાવીને પોતે ખરીદ કરેલો માલના
પૈસા ખેડૂતાને નહીં ચુકવણી કરીને ૬૬.૫૦ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની એક
ફરિયાદ તલોદ પોલીસ દફતરે ગત રાત્રીએ નોંધતાજ પોલીસે વેપારી પેઢીના ૩ વેપારી ઈસમોની
તત્કાળ અટકાયત કરી છે.
તલોદ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ડિરેક્ટર સંજય કુમાર
રણછોડભાઈ પટેલ (ગંભીરપૂરા. તા.તલોદ)એ નોંધાવેલી પોલીસ ફરિયાદ સંદર્ભની વિગત એવી છે
કે,તલોદ માર્કેટયાર્ડમાં યશ ટ્રેડિંગ નામની પેઢી અનાજના ખરીદ-વેચાણનું કામ
કામ કરે છે. આ પેઢીનું સંચાલન મુળ.બોભા તા.પ્રાંતિજના રહીશ પંકજ પુંજાલાલ મહેતા,શ્રીપાલ પુંજલાલ મહેતા અને મયુર હર્ષદભાઈ મહેતા નામના ત્રણ ઈસમો કર ેછે.
જેઓ કેટલાક વર્ષોથી તલોદ ખાતે સર્વોદય સોસા.ના એક ભાડાના મકાન માં રહ ેછે.
ફરીયાદ મુજબ યશ
ટ્રેડિંગના પ્રોપરાઇટર પંકજ પી.મહેતા વતીથી શ્રીપાલ મહેતા અને મયુર મહેતા ખેડૂતો
પાસેથી ખેત ઉત્પાદનોનો માલ ખરીદ કરતા હતા. જે અન્વયે માર્કેટમાં આ ત્રિપુટીએ અલગ
અલગ ખેડૂતો પાસેથી એરંડા સહિતના અનાજનો જથ્થો ક્યારેક જાહેર હરાજી દ્વારા તો ,ક્યારેક
ખેડૂતો પાસેથી બારોબાર ખરીદ કર્યો હતો.
ખરીદી કુલ રૂ.. ૬૬,૫૦૦૦૦/-જેટલી માતબર રકમના મૂલ્યની
થવા પામી છે.
આ વેપારી પેઢીએ ખેડૂતોને રોકડા નાણાં ચૂકવવાને બદલે અમુક
મુદતના ચેક પકડાવી દીધા હતા. પરંતુ તેના ખાતામાં બેંક બેલેન્સ નહિ હોવાથી ખેડૂતોને
નાણાં નહિ મળતાં હોબાળો મચી જવા પામ્યો હતો અને ખેડૂતોને રઝળપાટ કરવાનો વારો આવ્યો
હતો.જેઓએ પાયમાલ થઈ જવાનું અનુભવીને તલોદ માર્કેટ યાર્ડ ના ચેરમેન કલ્પેશ પટેલની
સમિતિ સામે રાવ નાખી હતી અને કોઈપણ ભોગે
ખેડૂતોને છેતરનાર વેપારી પાસેથી નાણાં અપાવો તેવા સંદર્ભની પસ્તાળ પાડી હતી.
વેપારી અને ખેડૂતો વચ્ચે મીટીંગો કરીને યોગ્ય કરવા યાર્ડ સમિતિ એ ભારે જહેમત ઉઠાવી
હતી. આ વેપારી પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધવાનું ઠરાવ્યું હતું .જે માટેની સત્તા
યાર્ડ સમિતિૉના ડિરેક્ટર સંજય કુમાર રણછોડભાઈ પટેલને સોંપવામાં આવી હતી .જે આધારે
ડિરેક્ટર સંજય પટેલએ વેપારી પેઢીના ૩ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ની ફરજ પડી
હતી. જે ફરિયાદ તા.૧૬ ઓગષ્ટ ૨૦૨૧ ની
રાત્રે તલોદ પોલીસ દફતરે નોંધવા પામી
હતી.જે અન્વયે ના તમામ (ત્રણે) આરોપીઓ ની તલોદ પોલીસ એ તત્કાળ અટકાયત કરી લીધી
હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તલોદની વેપારી પેઢીના પ્રો.એવા બે
સગા ભાઇ પંકજ અને શ્રીપાલએ કથિત નાણાં ભીડને કારણે તા ૨૩/૭/૨૧ શુક્રવારની સવારે
જંતુનાશક ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેઓને તલોદ અને
ત્યારબાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ માં દાકતરી સારવાર મેળવવાની ફરજ પડી હતી.જે અંગે
ની પોલીસ ફરિયાદ ઘટના ના ૩૦ કલાક બાદ તલોદ પોલીસ દફતરે નોંધવા પામી હતી.