ખેડબ્રહ્મા ખાતેના અંબિકા માતાજીના મંદિરે છપ્પન ભોગ અન્નકૂટ ભરાયો
- કાર્તિકી પૂનમે માતાજીના દર્શનનું મહત્વ
- પગપાળા સંઘોએ ધજા ચઢાવી : 30 હજારથી વધુ યાત્રિકોએ માતાજીના ચરણોમાં શિશ ઝૂંકાવ્યા
ખેડબ્રહ્મા, તા. 19
ખેડબ્રહ્મા ખાતે આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબિકા માતાજી
મંદિરે કારતકી પુનમે છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ કારતકી પુનમનું
મહત્વ હોવાથી ભક્તિ ૩૦ હજાર કરતા પણ વધુ સંખ્યામાં ગુજરાતભરમાંથી આવ્યા હતા.
ખેડબ્રહ્મા ખાતે આવેલ મા અંબાના સાનીધ્યમાં આજે વહેલી
સવારથી ભક્તો ઉમટી પડયા હતા. સવારે વરસાદ હોવાથી લોકો પલળતા પણ મા અંબાના દર્શન
કર્યા હતા. તેમજ માતાજીની સન્નમુખ ભરાયેલ અન્નકુટના પણ દર્શન કર્યા હતા. વહેલી
સવારે છપ્પનભોગ અન્નકુટ ભરવામાં આવ્યો હતો અને ૧ઃ૧૫ સુધી અન્નકુટ રાખવામાં આવ્યો
હતો. આજે ૩૦ હજાર કરતા પણ વધુ ભક્તો ગુજરાતભરમાંથીિ આવ્યા હતા અને મા ના દર્શન કરી
ધન્યતા અનુભવી હતી. ભક્તોએ આજે ધજાઓ પણ ચડાવી હતી. માતાજી મંદિરમાં આવેલ પુનમીયા
મંડળ દ્વારા ચાલતી ભોજનશાળામાં ૧૭૦૦ કરતા પણ વધુ ભક્તિોએ મા ની પ્રસાદી લીધી હતી.