તલોદ શહેરની સોસાયટીના મકાન નજીક વીજડીપીથી ભય
- રજૂઆતો છતાં સમસ્યા ઠેરની ઠેર
- ગેસની પાઈપલાઈન પાસે ડીપી લગાવવામાં આવતા રહીશોમાં દહેશતનો માહોલ : અન્યત્ર સ્થળે ડીપી ખસેડવાની માંગણી
તલોદ, 20 સપ્ટેમ્બર, 2020, રવિવાર
તલોદ નગર ખાતેની પંચવટી
સોસાયટીના એક રહેણાંક મકાન નજીક ઉભી કરવામાં આવેલ વીજ પુરવઠાની ડીપી ભારે જોખમ
ભાસી રહી છે. આ ડીપીને કારણે આકસ્મિક શોર્ટ સર્કીટ થવાથી કે તાંણીયા અને લોખંડની
જાળીમાં કરંટ ઉતરવાથી જીવલેણ ઘટના બનશે તેવી દહેશતનો માહોલ ઉદભવવ્યો છે. આ ડીપીને
સોસા.ના કોમન પ્લોટમાં ખસેડવાની રહીશોની માંગણી પ્રતિ યુજીવીસીએલ તલોદ કચેરીએ
આજદીન સુધી કોઈ યોગ્ય કામગીરી કરી નથી.
તલોદ ખાતે મોડાસા રોડ
ઉપર પેટ્રોલપંપ સામે આવેલી પંચવટી સોસાયટીના બંગલાની નજીક વિજપુરવઠો વહન કરતી ડીપી
યુજીવીસીએલ તરફથી લગાવવામાં આવી છે. મકાનની નજીક અને સાબરમતી ગેસ કંપની લિ.ની પાઈપ
લાઈન ઉપર આ ડીપી લગાડી હોવાનો દાવો પંચવટીના રહીશોનો છે. અત્યંત જોખમી આ ડીપી
સોસા.ના કોમન પ્લોટમાં કે અન્યત્ર ખસેડવાની માંગણી ૧ વર્ષથી થઈ રહી છે. ધારાસભય
ગજેન્દ્રસિંહ પરમારને પણ રહેવાસીએ રજુઆત કરી છે.
વીજકંપનીના નાયબ ઈજનેર ડીપીવાળા વિવાદીત સ્થળે રૂબરૂ મુલાકાત લઈ ગયા હતા. પરંતુ ડીપી ઠેરની ઠેર રહી છે...! કોઈ જીવલેણ ઘટના ઘટે તો જવાબદાર કોણ સહિતના સવાલો સર્જાયા છે. ડીપીને અન્યત્ર ખસેડવી જોઈએ. આવી ડીપી તલોદ બજારની મધ્યમમાં હોસ્પિટલ રોડ નજીક દુકાનો અને રહેઠાણો આગળ લગાવાઈ છે. જ્યાં પણ છાશવારે પક્ષીઓ વીજકંપટથી મોતને ભેટી રહ્યા છે.