બજારોમાં અંતિમ ગૃહસજાવટની વસ્તુઓની ખરીદી માટે પડાપડી

- હિંમતનગર શહેરના દિવાળીના તહેવારોની સાથે બજારોમાં રોનક

- દિવાળી પર્વને લઇ હિંમતનગરની બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. દિવાળી પર્વને અનુરૃપ ચોળાફળી, મઠીયા સહિતની વાનગીઓ સાથે સાથે રેડિમેડ કપડા, ગૃહસજાવટની વસ્તુઓ તેમજ મુખવાસની પણ બજારમાં માંગ જોવા મળી રહી છે.

Updated: Nov 4th, 2021


Google NewsGoogle News
બજારોમાં અંતિમ ગૃહસજાવટની વસ્તુઓની ખરીદી માટે પડાપડી 1 - image

હિંમતનગર તા.3

હાલ બજારમાં વિવિધ પ્રકારની વેરાયટીના મુખવાસ વેચાણ અર્થે મુકવામાં આવે છે જો કે ચાલુ વર્ષે મુખવાસના ભાવોમાં પણ નોંધપાત્ર ભાવ વધારો નોંધાયો હોવા છતાં  ચાલુ વર્ષે સારી ઘરાકી નીકળશે તેવો આશાવાદ વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.  જેને પગલે હાલ બજારમાં મુખવાસની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે ગત વર્ષે કોરોના મહામારીમા દિવાળી પર્વની ઉજવળી ફિક્કી પડી હતી. ત્યારે આ વર્ષે સરકારી તંત્ર દ્વારા કોરોના કેસોમાં ઘટાડો નોંધાતા છુટછાટ મળતા પર્વની ઉજવળીનો ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે. જેને પગલે બજારમાં મઠીયા, ચોરાફળી સહિતની વિવિધ વાનગીઓ સાથે સાથે રેડિમેડ, ગારમેડ, ગૃહસજાવટની ચીજવસ્તુઓ સહિતની ચીજવસ્તુઓની ખરીદીમા તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે મુખવાસની ખરીદીમાં પણ લોકો વ્યસ્ત બન્યા છે.આ વર્ષે મુખવાસની વેરાયટીમાં સામાન્ય ભાવ વધારો નોંધાયો હોવા છતાં લોકો મુખવાસની ખરીદી કરતા જોવા મળ્યા હતા.

શિગોડાના પાનનો સુકો મસાલો ગ્રાહકોમાં હોટ ફેવરિટ

હાલ તો બજારમાં અલગ અલગ પ્રકારની વરીયાળી તથા પંચરત્નની ખરીદી વધારે જોવા મળી રહી છે. મુખવાસના ભાવમાં સામાન્ય ભાવ વધારો નોંધાતા હાલ રૃા. ૩૦૦ થી રૃા. ૩૫૦ કિલો સુધી વિવિધ મુખવાસોનુ બજારમાં વેચાણ થઈ રહ્યુ છે. દિવાળી પર્વને લઈને બજારમાં પંચરત્ન, ગુલાબ, બ્લેક ડાયમંડ, નવરંગ, આમળા-પાન તથા કેરીની ગોટલી સહિતના મુખવાસો વેપારીઓએ વેચાણ અર્થે મુક્યા છે. સાથે સાથે શીંગોડા પાનના સુકા મસાલાની ગ્રાહકોમાં બોલ બાલા વધી રહી છે.


Google NewsGoogle News