ખારી નદી ઓવરફલો થતા આઠ ગામોનો બાયડ સાથેનો સંપર્ક તૂટયો
- બાયડ તાલુકાના વાત્રકગઢ ગામ પાસે
- ધનસુરા તાલુકામાં ભારે વરસાદથી દર વર્ષે સમસ્ય સર્જાતા સ્થાનિકોનો હોબાળો : પુલનું મંથરગતિએ કામથી હાલાકી
બાયડ,તા, 10 ઓગષ્ટ, 2020,
સોમવાર
બાયડ ના વાત્રકગઢ પાસે
પસાર થતી ખારી નદી ઓવરફલો થતા વાત્રકગઢ સહિતના ૭ થી ૮ ગામો બાયડ સાથે સંપર્ક
વિહોણા બન્યા છ. જોકે પૂલનું કામ મંથર ગતિએ ચાલતા સ્થાનિકોમાં હોબાળો મચાવ્યો હતો
અને નિરાકરણ લાવવાની માંગણી કરી છે. ખારી
નદી પર વર્ષોથી ચોમાસા દરમિયાન ધનસુરા પંથકમાં વધારે વરસાદ થાય ત્યારે આ તરફ ના ૭
થી ૮ ગામો સંપર્ક વિહોણા બને છે. આ તરફના તમામ ગામોનો વ્યવહાર બાયડ સાથે છે આરોગ્ય, શિક્ષણ, બેન્કિંગ,
સરકારી કામ બાબતે કોઈ પણ કામ હોય તો આ વિસ્તારના લોકો નો વ્યવહાર
કાયમી બાયડ સાથે છે.
આ બાબતે ગ્રામજનો એ અનેક
વખત તંત્રમાં રજુઆત પણ કરી હતી. જેના કારણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલ મંજુર
કરી કામ પણ શરૂ કરવામાં આવ્યું પરંતુ આ કામ મંથર ગતિ એ ચાલતુ હોવાથી બે વર્ષ થી આ
વિસ્તારના લોકો ચોમાસામાં સંપર્ક વિહોણા રહે છે જેના કારણે આજરોજ ખારી નદીમાં
ગઈકાલે ધનસુરામાં ખાબકેલ વરસાદના કારણે ભારે પુર ની સ્થિતિ સર્જાઈ હતી અને
ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા હતા.