પ્રાંતિજ નગરપાલિકાનું પાણીનું ટેન્કર ખોવાતા દોડધામ મચી
- ચાર કલાકની જહેમતભરી શોધખોળ પછી શહેરમાંથી જ પાણીનું ટેન્કર મળી આવ્યું
- ચાર કલાકની જહેમતભરી શોધખોળ પછી શહેરમાંથી જ પાણીનું ટેન્કર મળી આવ્યું
પ્રાંતિજ,
તા. 26
પ્રાંતિજ ખાતે પાણીનું એક સરકારી ટેન્કર ખોવાઇ ગયું હોવાની ઘટનાના
કારણે એક તબક્કે દોડધામ મચી હતી. કલાકોની શોધખોળ પછી પાણીનું આ ટેન્કર પ્રાંતિજમાંથી
મળી આવતા અધિકારીઓના શ્વાસ હેઠા બેઠા હતા.
પ્રાંતિજ નગર પાલિકાના અધિકારીઓ પાણીના એક સરકારી ટેન્કરને લઇને
ભારે મુંઝવણમાં મુકાયા હતા. પાલિકા તંત્ર દ્વારા પાણીનું એક ટેન્કર શોધવા માટે અધિકારીઓ
અને કર્મચારીઓ આખા શહેરમાં નિકળી પડયાં હતા. આખરે ચાર કલાકની શોખધોળ અને દોડધામ પછી
પ્રાંતિજમાંથી પાણીનું આ ટેન્કર મળી આવ્યું હતું. જોકે, સમગ્ર બનાવ અંગે પાલિકા
અધિકારીઓએ મૌન સેવ્યં હતું. આ અંગે પ્રાંતિજ પાલિકના ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેસરાને
પુછતા તેમણે જવાબ આપ્યો હતો કે અમારી થોડોક મામલો સમજવામાં ગેરસમજ થઇ હતી ટેન્કર ખોવાયું
નહતું.
જોકે, પ્રાંતિજમાં ચકડોળે
ચડેલી ચર્ચા અનુસાર પાલિકાના કર્મચારીઓની સાથે સાથે અધિકારીઓ પણ આખો દિવસ કહેવાતા ખોવાયેલા
પાણીના ટેન્કરને શોધવાની મથામણમાં પડયાં હતા.