સાબરકાંઠા જિલ્લાની 271 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ
- ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ
- દાવેદારોએ જિલ્લામાં લોક સંપર્ક શરૂ કર્યા : ડીસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં ચૂંટણી યોજાવાની સંભાવના : સ્થાનિક રાજકારણમાં ગરમાવો
હિંમતનગર તા. 11
સાબરકાંઠાા જિલ્લાની ૨૭૨ ગ્રામ પંચાયતોની મુદત પુર્ણ થવાના આરે
છે ત્યારે જિલ્લાના ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કયા તાલુકામાંથી
કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવી પડશે. તેને લક્ષમાં રાખીને મોટા ભાગની માહિતી એકત્રીત
કરી રાજયના ચૂંટણી પંચને મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં સૌથી વધુ ઈડર તાલુકામાં ૭૧ ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી યોજવી અનિવાર્ય છે જયારે ખેડબ્રહ્મા તાલુકામાં ૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ડિસેમ્બરના છેલ્લા અઠવાડીયામાં યોજાઈ શકે છે.
જિલ્લામાં કેટલીક ગ્રામ પંચાયતની આગામી દિવસોમાં મુદત પુર્ણ
થવાની આરે છે ત્યારે ચૂંટણી પંચના આદેશ બાદ સાબરકાંઠા જિલ્લામાં ૨૭૨ ગ્રામ પંચાયતની
સામાન્ય ચૂંટણી યોજવા જિલ્લાનું તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે બીજી તરફ સ્થાનિક કક્ષાએ
ચૂંટણી લડતા ઉમેદવારોએ પણ લોક સંપર્ક વધારવા પ્રયત્નો હાથ ધર્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે
ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાનુ તંત્ર દ્વારા શક્ય ન હતુ જેને લઈને તેની મુદત પણ વધારવામાં
આવી હતી. જયારે હવે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉત્તરો ઉત્તર ઘટાડો નોંધાતા
કોરોનાની અસર ઓછી વર્તાતા રાજયના ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી આયોજન બધ્ધ
રીતે યોજવા કવાયત હાથ ધરાઈ છે. જે અંતર્ગત
નવેમ્બર માસમાં સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અમલમાં મુકાયો છે.