Get The App

ભિલોડા નગર સળંગ 3 દિવસ સજ્જડ બંધ રખાશે

- તાલુકામાં નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસ ને લઈ

- પ્રથમ દિવસ શુક્રવારે ભિલોડામાં જડબેસલાક બંધ : બંધ દરમ્યાન જરૂરતમંદોને દુધ અને દવાનું વિતરણ કરાશે

Updated: Apr 18th, 2020

GS TEAM


Google News
Google News
ભિલોડા નગર સળંગ 3 દિવસ સજ્જડ બંધ રખાશે 1 - image

મોડાસા,તા.17 એપ્રિલ, 2020, શુક્રવાર

રાજયના 25 જિલ્લાઓમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે.અત્યાર સુધી સલામત રહેલા અરવલ્લી જિેલ્લામાં પ્રથમ કોરોના ગ્રસ્ત કેસ ગુરૂવારે નોંધાતાં જ જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.અને ભિલોડા તાલુકાના સરહદ વિસ્તારમાં આવેલ કુશાલપુરા ગામના 70 વર્ષિય વૃધ્ધા કોરોના વાયરસથી સંક્રમીત થયા બાદ મોત ની૫જતાં તાલુકા પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પોઝીટીવ કેસને લઈ તકેદારીના ભાગરૂપે ભિલોડા નગરને આગામી 3 દિવસ સુધી સજ્જડ બંધ રાખવા સર્વાનુમત્તે તમામ એશોસીયેશન દ્વારા નિર્ણય લેવાયો હતો.અને ભિલોડામાં પ્રવેશવા ના તમામ માર્ગો બંધ કરી દેવાતાં આ નીર્ણયને પગલે શુક્રવારે ભિલોડામાં સજ્જડ બંધ રખાયું હતું. જોકે જરૂરતંમદોને દૂધ અને દવા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.

તકેદારીના ભાગરૂપે ભિલોડા નગરમાં સેવારત વેપારી એશોસીયેશન સહિત તમામ એશોસીયેશન દ્વારા નગરને 17 એપ્રિલ થી 19 એપ્રિલ સુધી સંદ્દતર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.વિવિધ એશોસીયેશનોના આ નિર્ણયને પગલે ગામના તમામ પ્રવેશદ્વારો બંધ કરી દેવાયા હતા.અને શાકભાજી થી માંડી કરીયાણું અને ફળ ફળાદિના વિતરણ ઉપર રોક લગાવી દેવાઈ હતી.

 શુક્રવારના રોજ ભિલોડા જડબેસલાક બંધ રહયું હતું.ભિલોડાના અગ્રણીઓના જણાવ્યા મુજબ આ ૩ દિવસના બંધ દરમ્યાન જરૂરતમંદોને દવા અને દૂધનું વિતરણ જરૃરી તકેદારી સહિત કરવામાં આવનાર છે.

Tags :