Get The App

વડાલી માર્કેટયાર્ડમાં લાભ પાંચમે 3500 મણ કપાસની આવક

- પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને રાહત

- 20 કિલો કપાસના 1550 થી 1775 રૂપિયા ભાવ ઉપજ્યા : યાર્ડમાં હજુ આવક વધવાની સંભાવના

Updated: Nov 10th, 2021


Google NewsGoogle News
વડાલી માર્કેટયાર્ડમાં લાભ પાંચમે 3500 મણ કપાસની આવક 1 - image

વડાલી તા. 9

ઉત્તર ગુજરાતના કપાસના વેપારીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા વડાલી માર્કેટયાર્ડમાં લાભ પાંચમના શુભમુર્હતે ૩૫૦૦ મણ કપાસની આવક થતાં યાર્ડ નવાવર્ષે ધમધમી ઉઠયું હતું.જેના ૨૦ કિલોના ૧૫૫૦ થી ૧૭૭૫ રૂપિયા ભાવ પડતા પોષણક્ષમ ભાવોને લઈ ખેડુતોમાં ખુશીની લહેર ફેલાઈ હતી.

સાબરકાંઠા જિલ્લાના વડાલી,ઇડર અને ખેડબ્રહ્મા તાલુકાના ખેડુતો છેલ્લા કેટલાક વર્ષોથી કપાસનુ મોટાપાયે વાવેતર કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. જે પાક વેચવા ખેડુતો વડાલી માર્કેટયાર્ડમાં ઊમટતા કપાસની આવકને લઈ યાર્ડનંુ નામ રાજ્યમાં ગુજવા લાગ્યુ છે.જે યાર્ડ દિવાળી વેકેશન બાદ મંગળવારે લાભ પાંચમના શુભમૂર્હતે ખોલવામાં આવતા વહેલી સવારથી ખેડુતો કપાસના વાહનો લઈને યાર્ડમાં ઉમટી પડયા હતા. માર્કેટયાર્ડમાં લાભ પાંચમે ૩૫૦૦ મણ કપાસની આવક થઈ હતી. જેના જાહેરહરાજીમાં વેપારીઓએ પ્રતિ ૨૦ કી.ગ્રા.ના ૧૫૫૦ થી ૧૭૭૫ રૂપિયા ભાવ પાડયા હતા. પાકના પોષણક્ષમ ભાવ મળતા ખેડુતોમાં ખુશીનીલહેર ફેલાઈ હતી.નવાવર્ષે કપાસના ભાવોમાં ઉછાળો દેખાતા આગામી દિવસોમાં યાર્ડમાં કપાસની આવક વધવામાં સંકેત દેખાઈ રહ્યા છે.

marketyard

Google NewsGoogle News