યાત્રાધામ ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિર તા. 23મી સુધી દર્શન બંધ રહેશે
- કોરોના સંક્રમણને લઇ અંબાજી બાદ
- માતાજીના પ્રાગટય દિવસે ભક્તો ભીડ ભેગી ન થાય તે માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો
ખેડબ્રહ્મા,
તા. 15
કોરોનાનો કહેર વધતા યાત્રાધામ અંબાજી બાદ ખેડબ્રહ્માના અંબિકા
માતાજી મંદિરના પ્રાગટય દિવસને લઇ તા. ૧૫થી ૨૩મી જાન્યુઆરી સુધી ભક્તો માટે મંદિર બંધ
રાખવાનો નિર્ણય ટ્રસ્ટે કરવામાં આવ્યો છે. જો કે સવાર અને સાંજની આરતી પણ બંધ બારણે
કરવામાં આવશે.
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર કોરોના વાયરસનું સંક્રમણ વધે
નહી અને મા નો જન્મદિવસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ગુજરાતભરમાંથી આવતા હોય
છે. જેથી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. કોરોનાનો કહેર વધતા ખેડબ્રહ્મા અંબિકા
માતાજી મંદિર આજ તા. ૧૫-૧-૨૦૨૨થી ૨૩-૧-૨૦૨૨ સુધી
એટલે કે ૯ દિવસ સુધી મંદિર બંધ કરવાનો નિર્ણય ટ્રસ્ટ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.
પોષી પુનમ તેમજ માનો જન્મદિવસ હોવાથી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવાના હતા. પરંતુ મંદિર
બંધ થવાથી લોકોને હવે ધજા તેમજ બહારથી દર્શન કરવા મળશે. આરતી સવાર સાંજની બંધ બારણે
કરવામાં આવશે.