રોઝડ પંથકમાં પીકઅપ ડાલાએ બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રનું મોત

- તલોદ તાલુકામાં ત્રણ અકસ્માતમાં ચારનાં મોત

- સાગપુરના ખેતરની કેનાલમાંથી યુવતીની લાશ મળતા તર્ક-વિતર્ક : રોઝડ પંથકમાં અકસ્માતમાં ડાલાના ચાલકનું મોત

Updated: Oct 29th, 2021


Google NewsGoogle News
રોઝડ પંથકમાં પીકઅપ ડાલાએ બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રનું મોત 1 - image

તલોદ, તા. 28

તલોદ તાલુકાના રોજડ પંથકમાં ત્રણેક દિવસમાં બનેલા અલગ અલગ ત્રણ બનાવોમાં ૧ પરણેતર યુવતી સહિત કુલ ચારનાં મોત નિપજ્યા છે. પરણેતર યુવતીનું અગમ્ય કારણોસર કેનાલના પાણીમાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં પીકઅપ ડાલુ વાહન આગળ જતા ભારવાહક ટ્રકમાં ઘૂસી જતાં મોત નિપજ્યું હતું.

બીજા બનાવમાં પીકઅપ ડાલુ વાહનઆગળ જતા ભારવાહક ટ્રકમાં ઘૂસી જતા ડાલુાના ચાલકનું ભારે ઈજાઓને કારણે મોત થવા પામ્યું હતું.  ત્રીજો બનાવ ગતરોજ મોડી સાંજે બનાવ આવ્યો હતો. જેાં બાઈક  ઉપર મુસાફરી કરી  રહેલા પિતા-પુત્રના બાઈકને પીકઅપ ડાલુ વાહનની જોરદાર ટક્કર લાગતાં પિતા-પુત્ર બાઈક સાથે રોડ ઉપર પટકાયા હતા.  ઈજાઓ પહોંચતાં પિતા-પુત્ર બંનેનાં ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યાં હતાં. ૩ દિવસમાં ૪ મોત નિપજ્યાં હતાં.

તલોદ તાલુકાના સાગપુર-રોજડ પંથકના પુંસરી ગામના પેટા પરા એવા અણરાપુર ગામના કુલ ૩ વ્યક્તિઓનો મોત નિપજ્યાં હતાં. અમરાપુર (પુંસરી) ગામના લાલસિંહ ફુલસિંહ રાઠોડની યુવાન દિકરી સુમનના લગ્ન પાંચ વર્ષ અગાઉ સાગપુર ગામના કાળુસિંહ રામસિંહ ચૌહાણના દિકરા રણજીત સાથે થયા હતા. સંયુક્ત પરિવારમાં અઢી વર્ષની દિકરી સાથે જ સ્વસુર ગૃહે રેહતી પરણેતર યુવાન સુમન તા. ૨૫-૧૦-૨૧ સોમવારે રાત્રે ૭ વાગ્યે લાઈટો બંધ થઈ હતી  ત્યારે ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના ઘરબાર છોડીને ચાલી ગઈ હતી. જેની લાશ સાગપુરના ઊહાળા ગામે ખેતર નજીકથી પસાર થતી સુજલામ સુફલામનની કેનાલમાંથી બીજા દિવસે મળી આવી હતી. સુમનના આ મોતની ભિતરમાં અનેકાનેક કુશંકાઓના વમળો પેદા થતાં તેણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોકટરે કહ્યું હતું. તેણીના મોતની ઊંડીતપાસ થાયતેવી માંગ થઈ રહી છે.

ત્રીજી ગમખ્વાર વાહન આકસ્માત ગતરોજ મોડી સાંજે તલોદ-મોડાસા  રોડ ઉપરના રોજડ પંથકમાં બન્યો  હતો. જેમાં બાઈક સવાર પિતા-પુત્રના બાઈકને એક ડાલુ વાહનના ચાલકની બેદરકારીનેકારણે ડાલુની જોરદાર ટક્કર બાઈકને લાગી હતી. જેમાં પિતા-પુત્ર રોડ ઉપર પટકાઈ પડયા  હતા અને ભારે ીજા થતાં ઘટના સથળે કરૃણ મોત થયા હતા. અમરાપુર (પુંસરી) ગામના દશરથસિંહ અમરસિંહ પરમાર તેમના યુવાન પુત્ર અનિકેત સાથે પ્રાંતિજ ખાતે રોજગાર મેળામાં ગયા હતા. કાકા ભુરસિંહનું બાઈક લઈને અનિકેત તેના પિતા સાથે પ્રાંતિજ ગયો હતો. જ્યાંથી  પરત ફરતાં તેમનું બાઈક રોજડના માર્ગ ઉપરથી દોડી રહ્યું હતું ત્યારે દોડી આવતા પીક-અપ ડાલાના ચાલકની બેદરકારીને કારણે ડાલાની ટક્કર વાગતાં બાઈક ચાલક અનિકેત પરમાર અને તેના પિતા દશરથસિંહ પરમારનું ભારે ીજાઓને કારણે મોત નિપજ્યાં હતાં.

જીવલેણ અકસ્માત સર્જીને ડાલાનો ચાલક ડાલાવાહન સાથે તલોદ પો.સ્ટે. ખાતે હાજર થઈ ગયો હતો. જેનું નામ હિતેશ રાકેશભાઈ ડાભી (રહે. બુટાલ, તા. ધનસુરા), હોવાનું જાણવા મળેલ છે.

અન્ય એક અકસ્માત પણ રોજડ ચોકડી નજીકના જુના બસ સ્ટેસન પાસે તયો હતો. જેમાં રોજડના વતની ડાહ્યાસિંહ બાબુસિંહ પરમાર પોતાનું પીકઅપ ડાલુ માલસામાન લાવવા લઈ  જવાો વ્યવસાય કરતા હતા.

તે વાહન લઈને  જતા હતા ત્યારે તેઓને આગળ જતી ભારવાહક હાઈવા ટ્રકની  પાછળના ભારે ચાલુ ઘુસી જતાં ડાહ્યાસિંહને ઈજાઓ પહોંચી હતી. ભારે ઈજાઓનો ભોગ બનેલા ડાલાના ચાલક ડાહ્યાસિંહું ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યું હતું.


Google NewsGoogle News