Get The App

માલપુરથી નિકળેલી દંડવત યાત્રાના 7 સભ્યોને ધનસુરામાં ડીટેઈન કરાયા

દંડવત પ્રણામ યાત્રા રોકવા પોલીસ ઉપર દબાણ આવ્યું કે શું

- કોવિડ ગાઈડલાઈન, જાહેરનામાના અમલથી યાત્રા અટકાવ્યાનું પોલીસ તંત્રનું નિવેદન

Updated: Jan 9th, 2022


Google NewsGoogle News
માલપુરથી નિકળેલી દંડવત યાત્રાના 7 સભ્યોને ધનસુરામાં ડીટેઈન કરાયા 1 - image

હિંમતનગર,ધનસુરા, તા. 8

વાલ્મિકી સમાજ અને સફાઈ કર્મીઓના પ્રાણ પ્રશ્નોના ઉકેલ લઈ દંડવત પ્રણામ યાત્રા સાથે ગાંધીનગર જવા માટે માલપુર થી રવાના થયેલા દંડવત યાત્રામાં સામેલ સાત સભ્યોને ધનસુરા પોલીસે ડીટેઈન કરતાં ચકચાર મચી છે. પોલીસ ઉપર ગાંધીનગરથી યાત્રા રોકવા માટે સીધું દબાણ આવ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસે કોવિડ-૧૯ની ગાઈડલાઈન તેમજ જાહેરનામા મુદ્દે યાત્રાના આયોજક સહિત સભ્યોને રસ્તામાં ડીટેઈન કરાયાનું નિવેદન આપ્યું છે.

પોલીસનું માનીએ તો યાત્રાના આયોજકોએ વર્તમાન માહોલને ધ્યાનમાં રાખ્યા વગર દંડવત યાત્રાની મંજૂરી પણ લીધી ન હોવાથી કાયદાકીય રીતે ડીટેઈન કર્યા છે.

માલપુરના સામાજીક કાર્યકર લાલજી ભગત વર્ષોથી વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સામે મોરચો માંડતા હોવાથી ચર્ચામાં રહેતા આવ્યા છે. અગાઉ માલપુર હાઈવે માર્ગ ઉપર ચક્કાજામ સહિતના કાર્યક્રમો તેમના સમર્થકો સાથે આપતાં પોલીસ દોડતી થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ વાલ્મિકી સમાજ અને સફાઈ કર્મીઓના પ્રશ્નો મુદ્દે લડત આપી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા તેનો કોઈ ઉકેલ આવ્યો નથી જેથી તાજેતરમાં તેમને માલપુરથી ટેકેદારો સાથે દંડવત યાત્રા શરૃ કરી હતી. જેમાં ગાંધીનગર પહોંચ્યા પછી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને લેખિત આવેદન આપવાનું આયોજન કર્યું હતું પરંતુ માલપુરથી શરુ થયેલી દંડવત યાત્રા ગત રોજ ધનસુરા પહોંચી ત્યારે પોલીસે દંડવત યાત્રાના લાલજી ભગત સહિત અન્ય ૬ સભ્યોને ડીટેઈન કરી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસ દ્વારા કોવિડ-૧૯ની ગાઈડલાઈન તેમજ જિલ્લા સમાહર્તાના જાહેરનામાના અમલ મુદ્દે યાત્રાને રોકવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે પરંતુ દંડવત યાત્રાના કારણે સરકાર કોઈ મુશ્કેલીમાં ન મૂકાય તેવા હેતુથી ઉચ્ચ કક્ષાએથી યાત્રા રોકવા માટે પોલીસને સૂચના અપાયાનું લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે.

પોલીસે જાહેરનામા, ગાઈડલાઈનનું પાલન કર્યું  :  પી.એસ.આઈ.

માલપુરથી નિકળેલી દંડવત પ્રણામ યાત્રાને અટકાવી પોલીસે ૭ સભ્યોની અટકાયત કરી છે ત્યારે ધનસુરા પી.એસ.આઈ., કે.એન.મણાતે જણાવ્યું કે પોલીસ દ્વારા જાહેરનામા તેમજ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી દંડવત યાત્રાના આયોજક તેમજ અન્ય સભ્યોને ડીટેઈન કર્યા છે.

dhansura

Google NewsGoogle News