For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Relationship Tips: આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને રિલેશનશિપને બનાવી શકાય છે વધુ સ્ટ્રોન્ગ

Updated: Jan 3rd, 2024

Relationship Tips: આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને રિલેશનશિપને બનાવી શકાય છે વધુ સ્ટ્રોન્ગ

Image Source: Freepik

અમદાવાદ, તા. 03 જાન્યુઆરી 2024 બુધવાર

સામાન્યરીતે રિલેશનશિપમાં જેમ-જેમ સમય પસાર થતો જાય છે તેમ-તેમ એક કંટાળાજનક અનુભવ થવા લાગતો હોય છે. આ પરિસ્થિતિ માત્ર અરેન્જ મેરેજ વાળા લોકોમાં જ નહીં પરંતુ લવ મેરેજમાં પણ જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આખરે આવુ શા માટે થતુ હોય છે.

રિલેશનશિપ એક્સપર્ટ્સ અનુસાર પતિ-પત્નીના સફળ સંબંધ માટે માત્ર પ્રેમ હોવો જ પૂરતુ નથી પરંતુ આ સાથે એકબીજાને સમજવા પણ ખૂબ જરૂરી છે. સમયની સાથે માણસની જરૂરિયાતો પણ બદલાય છે અને એક હેપ્પી રિલેશનશિપ માટે ફિઝિકલ બોન્ડિંગથી ક્યાંય વધુ ઈમોશનલ બોન્ડિંગ જરૂરી છે. જો તમે આ સમજી લીધુ છે તો સમજી જાવ કે તમારા સંબંધમાં હંમેશા પ્રેમ અને પોતાનુંપણુ જળવાઈ રહેશે.

પાર્ટનર સાથે સમય પસાર કરો

પોતાની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાંથી થોડો સમય કાઢીને પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરો. તેમની સાથે પોતાની વાતો, લાગણી શેર કરો. વાત કરવાથી પાર્ટનર વિશે જાણવાની તક મળે છે. ખુશીઓ સાથે દુ:ખને પણ શેર કરો. રમૂજ કરો. તેનાથી રિલેશનશિપમાં ચાર્મ જળવાઈ રહે છે. આ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ટાળવો.

પાર્ટનરની ઈજ્જત કરો

રિલેશનશિપમાં પ્રેમ, વિશ્વાસની સાથે વધુ એક સૌથી મહત્વની બાબત સન્માન છે. શક્ય છે કે પાર્ટનર તમારા કરતા ઘણા મામલે ઓછા હોશિયાર હોય પરંતુ તે બાબતોને લઈને વારંવાર તેમને ટોકવા, નીચુ દેખાડવાનો પ્રયત્ન ન કરો કેમ કે તેનાથી રિલેશનશિપમાં ખટાશ આવી જાય છે. સંબંધને સ્ટ્રોન્ગ બનાવવા માટે એકબીજાની રિસ્પેક્ટ કરવી ખૂબ જરૂરી છે.

સાથે ભોજન કરો

સાથે મળીને એક નિયમ બનાવો કે ભલે આખો દિવસ તમે ગમે તેટલા વ્યસ્ત હોવ પરંતુ રાતનું ભોજન સાથે જમશો. જોકે આ માત્ર રાતના ભોજનની વાત નથી પરંતુ દિવસે પણ કોઈ પણ એક ટાઈમનું ભોજન સાથે કરો. તેનાથી પણ રિલેશનશિપ સ્ટ્રોન્ગ થાય છે.

ભૂલને સ્વીકારવાનું શીખો

રિલેશનશિપમાં નાની-મોટી ખટપટ સામાન્ય હોય છે પરંતુ જો તમે તેને વધારવા ઈચ્છતા નથી તો તેની એકદમ સરળ રીત છે પોતાની ભૂલને સ્વીકાર કરો. સોરી ડાયરેક્ટ દિલ પર લાગનાર શબ્દ છે. ઈગોને સાઈડમાં રાખીને રિલેશનશિપમાં આગળ વધો. ત્યારે તમે લાંબા સમય સુધી ખુશ રહી શકશો. 

Gujarat