Get The App

‌ઝિલ‌મિલ ઝીલઃ એક અજાણ્યું વન; નંબર one!

Updated: Dec 11th, 2022

GS TEAM


Google News
Google News
‌ઝિલ‌મિલ ઝીલઃ એક અજાણ્યું વન; નંબર one! 1 - image


- એકનજરઆતરફ : હર્ષલપુષ્કર્ણા

- વિકાસના નામે ઉત્તરાખંડનાં જંગલો સતત સંકોચાતા જાય છે ત્યા2રે ઝિલ‌મિલ ઝીલનું વન અનેક વર્ષોથી માનવ હસ્ત ક્ષેપ ‌વિના જૈસે થે ‌સ્થિ‌‌તિમાં છે

-‌ ઝિલ‌મિલ ઝીલ માત્ર ૩૮ ચોરસ ‌કિલોમીટરનો ર‌ક્ષિત વન‌વિસ્તાછર છે. જંગલ શબ્દીનું વજન જોતાં ૩૮નો આંકડો માયકાંગલો લાગે, છતાં એટલા મર્યા‌દિત ક્ષેત્રમાં પણ જૈવવૈ‌વિધ્યા અત્યંત સમૃદ્ધ છે.

‌ઉત્તરાખંડની ‌શિયાળુ બપોરના અઢી વાગ્યાા છે. ‌હિમાલયના ‌શિવા‌લિક પર્વતોના ઢોળાવો પરથી સડસડાટ લસરપટ્ટી ખાતાં નીચે ઊતરતા ઠંડા પવનોએ foothills/ તરાઈ પ્રદેશના વાતાવરણમાં સરસ તાજગી-ઠંડક ભેળવી દીધા છે. આથી ભૂરા આકાશમાં તગતગતા સૂર્યનાં પ્રખર ‌કિરણો ત્વાચાને દઝાડતાં હોવા છતાં ‌ઠંડી હવા તે દાહ પર જાણે મલમનું કામ કરે છે. યાત્રાળુઓની સખત ભીડથી ધમધમતા હ‌રિદ્વાર નગરની વીસેક ‌કિલોમીટર દ‌ક્ષિણે ‌ઝિલ‌મિલ ઝીલ વનક્ષેત્રના એકાંત  ફોરેસ્ટો રેસ્ટં હાઉસથી આપણી ‌જિપ્સી કાર જંગલ સફારીએ નીકળી છે. હાથમાં પાવરફૂલ ઝૂમ લેન્સ‌વાળો કેમેરા લઈને, મનમાં ભારોભાર ઉત્કંઠા ભરીને તેમજ મોઢે સાઇલન્સાની અદૃશ્યળ પટ્ટી ‌ચિપાકવીને આપણે તે ‌‌જીપમાં સરસ મજાની સફરે નીકળી પડ્યા છીએ. આપણી સફર વન-કમ-જ્ઞાનસફર પણ હોવાથી ‌‌પહેલાં ઝિલ‌મિલ ઝીલ ‌વિશે થોડું જ્ઞાન મેળવી લેવું જરૂરી છે.

વન અને વન્યલજીવોના રક્ષણાર્થે ઉત્તરાખંડમાં કુલ ૧૮ ર‌ક્ષિત પ્રદેશો છે. પર્યટકોમાં સૌથી જાણીતું તેમજ માનીતું જંગલ જિમ કોર્બેટ નેશનલ પાર્કનું કે જેની મુલાકાત વર્ષેદહાડે અઢીથી ત્રણ લાખ સહેલાણીઓ લેતા હોય છે. બીજું અરણ્ય રાજાજી નેશનલ પાર્કનું જ્યાં વા‌ર્ષિક પોણો લાખ પર્યટકો વાઘદર્શન માટે આવે છે. નવાઈની વાત કે ‌ઝિલ‌મિલ ઝીલને રાજાજીએ પોતાની કાંખમાં રાખ્યું હોવા છતાં તે અજાણ્યું રહી ગયું છે. અહીં પર્યટકોની ભીડ જામવી તો દૂરની વાત, ભૂલ્યાતભટક્યા પ્રવાસી પણ ભાગ્યેજ જ આવે છે. પરંતુ એક વાર જે અહીંના જંગલને માણે તેને ત્યારર પછી કદાચ રાજાજી અને કોર્બેટની ટૂ‌રિસ્ટછ ભીડભાડ તથા શોરશરાબા માફક ન આવે.

કોર્બેટ નેશનલ પાર્ક ૧,૩૦૦ ચોરસ ‌કિલોમીટરમાં ફેલાયેલો છે. રાજાજીનો સાથરો પણ ૯૪૦ ચોરસ ‌કિલોમીટર કરતાં ઓછો નથી. આની સામે ‌‌ઝિલ‌મિલ ઝીલ માત્ર ૩૮ ચોરસ ‌કિલોમીટરનો ર‌ક્ષિત વન‌વિસ્તા ર છે. જંગલ શબ્દિનું વજન જોતાં ૩૮નો આંકડો માયકાંગલો લાગે, છતાં એટલા મર્યા‌દિત ક્ષેત્રમાં પણ જૈવવૈ‌વિધ્ય  અત્યંલત સમૃદ્ધ છે. દોઢસો પ્રકારનાં પંખીડાં, વાઘ, દીપડા, રાની ‌બિલાડા, હાથી, મગર, ભારોટ જેવા ભરાવદાર અજગરો, સર્પો વગેરે સજીવો અહીં વસે છે. પાંચ જુદી ‌સ્પીસિસનાં હરણાં પૈકી બાર‌ાસિંગાનો તો સમગ્ર ઉત્તરાખંડમાં ‌ઝિલ‌મિલ ઝીલ એકમાત્ર ર‌ક્ષિત કુદરતી આવાસ છે. વૃક્ષની ડાળીઓનો તાજ પહેર્યો હોય તેવાં ફાંટેદાર ‌શિંગડાં ધરાવતા બારા‌સિંગાની એક સમયે ભારતમાં વ્યાણપક વસ્તીો હતી. આજે તેમની સંખ્યાશ ‌ચિંતાજનક આંકડે પહોંચી છે ત્યાઆરે ‌ઝિલ‌મિલ ઝીલમાં બારા‌સિંગાનાં ટોળાં મુક્તપણે ‌વિચરતાં જોવા મળે છે.

■■■

જુઓ, પેલાં રહ્યાં તેમનાં ટોળાં! ‌ખુલ્લીવ જીપમાં વનભ્રમણ શરૂ કર્યાને હજી તો માંડ થોડી ‌મિ‌નિટો વીતી ત્યાંં તો તેમનાં દર્શને આપણો ફેરો સફળ કરી દીધો! શિંગડાંની બન્નેર જોડીમાં ૬-૬ એમ કુલ ૧૨ ફાંટાની કુદરતી રચનાને લીધે તે હરણને ‌હિંદીમાં બારા‌સિંગા કહેવામાં આવે છે. (જો કે, ૧૨ ફાંટા હોવા એ ‌નિયમ નથી. સંખ્યા  ૧૦થી ૧૪ વચ્ચેન ગમે તે હોઈ શકે છે.) આ હરણાં મુખ્ય૨ત્વે છીછરા પાણીવાળી કાદ‌વિયા એટલે કે કળણ ભૂ‌મિ પર વસે છે. આથી તેનું અંગ્રેજી નામ swamp/ સ્વોફમ્પુ ડીઅર પડ્યું છે. (સ્વો મ્પિ = કળણ). ‌શિવા‌લિકની તરાઈમાં ‌‌ઝિલ‌મિલના રકાબી જેવા છીછરા પ્રદેશમાં કુદરતી ઝીલ યાને તળાવનું સ્વોસમ્પો રચાયું હોવાથી બારા‌સિંગાએ તેને પોતાનું રહેઠાણ બનાવ્યું છે.

આ ‌‌વિશાળ ઝીલ બીજા તો સેંકડો સજીવોનો આવાસ છે. ‌દિવાળીના તહેવારે મહેમાનો માટે મેજ પર મુકાતો ખાનેદાર ડબ્બોન યાદ છે કે જેમાં સૂકો મેવો, નાસ્તો  તથા મુખવાસ ભરેલા હોય? બસ, ‌ઝિલ‌મિલ ઝીલની રકાબીછાપ ભૂ‌મિને કુદરતે કંઈક એવી જ રીતે સજાવી છે. આ કળણના છીછરા પાણીમાં માછલીઓ રહે છે. કાદવમાં અળ‌શિયાંનો તેમજ દેડકાનો વાસ છે. અહીં તહીં ફૂટી નીકળેલા સાધારણ ઊંચા ઘાસમાં કીટકોનો જમાવડો છે, તો કમર ઊંચા ઘાસમાં સાપ, નો‌ળિયા, મો‌નિટર ‌‌લિઝર્ડ અને જંગલી સૂવરનો વસવાટ છે.

‌વિરાટ રકાબીમાં આવાં બધાં ‘વ્યં,જનો’ પીરસાયાં હોય ત્યાારે તેમનું સ્વરરુચિ ભોજન કરવા માટે પાંખાળાં મહેમાનો ન પધારે એવું બને? અંગ્રેજીમાં ‌કિંગ‌ફિશર અને ગુજરાતીમાં  કલક‌લિયા નામના માછીમાર પક્ષી માછલીનો નાસ્તોં કરી જવા માટે તત્પ’ર બેઠાં છે. ફ્લાયકેચર (પતરંગા) અને ઇડિી   યન રોલર (ચાષ) જેવાં જીવાતભક્ષી પંખીડાં સતત આમથી તેમ ઊડાઊડ કરતાં જોવા મળે છે, તો એક ‌શિકારી ગરુડ સૂકાયેલા વૃક્ષની અગાશીથી ચોપાસ નજર દોડાવતું બેઠું છે કે સાપ યા નો‌ળિયા જેવો એકાદ ‌શિકાર મળી જાય તો હમણાં જ પાંખો ફેલાવી તેને નહોરદાર પંજામાં ઝડપી લઉં!

આ બધાં સજીવો જોવા તેમજ ફોટોગ્રાફી માટેના આદર્શ ઓબ્જેક્ટ્સ છે, તો સાથોસાથ કુદરતે સ્થાઊપેલી ફૂડ ચેઇનને સમજવાના સબ્જેક્ટ્સ પણ ખરા. વનભ્રમણને થોડી વાર પૂરતો ‌વિરામ આપી તેને સમજીએ. જંગલ માણવાનો આનંદ આપણે માત્ર નજરથી  લેવો નથી. બલકે, દૃ‌ષ્ટિથ પણ કામે લગાડવી છે. બન્નેામાં મોટો ફરક છે. નજર માત્ર જોવાનું કાર્ય કરે, જ્યારે દૃ‌ષ્ટિમ મગજની ઘંટીને અવનવાં ‌વિચારો માટેનું દળણું આપે. ‌ઝિલ‌મિલની કળણભૂ‌મિ આપણને કેવું જ્ઞાનવર્ધક વૈચા‌રિક દળણું આપી રહી છે તે જુઓ.

જીવસૃષ્ટિમાં બધા સજીવો વચ્ચે પરફેક્ટ સંતુલન જાળવવું કુદરતનો ‌નિયમ છે, જેના પાલન માટે તેણે અદૃશ્યં ફૂડ ચેઇન રચી છે. ‌ઝિલ‌મિલ ઝીલના સંદર્ભે વાત કરો તો અહીંની રકાબી જેવી ભૂ‌મિ પર ફૂટી નીકળેલા ઘાસ અને છોડ-વેલાં પર પતંગિયાં, ફૂદાં, તીતીઘોડા, ખડમાકડી, ઢાલિયાં જીવડાં જેવા અનેક કીટકો નભે છે. એક ચોરસ કિલોમીટરના ­વિસ્તાસરમાં લગભગ પોણોસો કરોડ જીવડાં હોવાનું પ્રકૃ‌તિ‌વિદ્દોએ તારણ કાઢ્યું છે. આ બધાં જીવડાંનો વંશવેલો જો કશી ખુવારી વગર અવિંરત ચાલતો રહે તો તેમના એટલો મોટો રાફડો ફાટે કે ન પૂછો વાત!

પરંતુ કુદરતના ખોળે જીવડાંનો જંગી રાફડો થતો નથી, કારણ કે તેમને ભરખી જવા માટે જીવાતભક્ષી પંખીડાંની ફોજ છે. દૈયડ, પતરંગા, ચાષ વગેરે જેવાં કીટકખાઉ પક્ષીઓ આખા ‌દિવસમાં પોતાના શારીરિક વજનના ૨૫ ટકા જેટલાં જીવડાંનું બ્રેકફાસ્ટર-લંચ-ડિનર કરી જાય છે. ગજબનો સપાટો કહેવાય, ન‌હિ?

‌ઝિલ‌મિલ ઝીલ જેવા વનવગડાનાં સેંકડો પક્ષી દૈ‌નિક ધોરણે આવો સપાટો બોલાવે તો થોડા ‌દિવસોમાં એકેય જીવડું શોધ્યું ન જડે. પરંતુ કુદરત એવો સફાયો થવા દેતી નથી. જીવાતભક્ષી પંખીઓની વસ્તીજ કાબૂમાં રાખવા તેણે ‌સાપ જેવા સજીવોને વસાવ્યાધ છે. ઇંડાં, નવજાત બચ્ચાં અને પુખ્ત વયના પક્ષીને પણ ભરખી જતો સાપ દરરોજ બે-ત્રણ વખત પોતાનું ભોજન મેળવે છે. સાપ જેવા નૈસ‌ર્ગિક દુશ્મનનો દ્વારા થતા વસ્તીે ‌નિયંત્રણને કારણ બને એવું કે જીવાતભક્ષી પંખીની માંડ ૪૮ વસ્તીપ પુખ્ત વય સુધી પહોંચી શકે છે. બાકીની બાવન ટકા વસ્તીિ એ પહેલાં જ શત્રુના પેટમાં સમાઈ ચૂકી હોય છે.

પરંતુ વાત અહીં અટકતી નથી. કુદરત ભારે બાજીગર છે. નેહલે પે દેહલા જેવું હુકમનું પત્તું ખેલવું તેની ‌ફિતરત છે. આથી સાપનું પત્તું કાપવા માટે તેણે વનવગડામાં નો‌ળિયાને વસાવ્યા છે. નો‌ળિયા પાછા ‌શિકારી ગરુડ યા બાજનો ‌ખોરાક બને. ફૂડ ચેઇનનું કેવું સંકીર્ણ આયોજન!

અલબત્ત, ચેઇનની છેલ્લીથ કડી હજી બાકી છે. ગરુડ અને બાજ જેવાં ‌શિકારી પંખીઓને બાજીગર કુદરતે હુકમના એક્કા બનાવ્યા છે. આથી તેમના કોઈ નૈસ‌ર્ગિક શત્રુ નથી. આવાં પંખીડાં કુદરતી રીતે મરે ત્યા રે તેમનો મૃતદેહ સેંદ્રિય ખાતર તરીકે જમીનમાં ભળે છે. જમીન ફળદ્રુપ બને, એટલે તેમાં નવા છોડ-વેલા અને ઘાસ ખીલે. આ વનસ્‌કેતિ ત્યાતર બાદ નવાં કીટકોનો ખોરાક બને છે. ફૂડ ચેઇનની ઉપર વર્ણવેલી ઘટમાળ ફરી વખત શરૂ!

■■■

વૈચા‌રિક દળણા માટેનો ‌વિરામ પૂરો! ચાલો, હવે તળાવનો મેદાની પ્રદેશ છોડી ગાઢ વનમાં જઈએ. પરંતુ સફર આગળ વધારતાં પહેલાં એક બાબત ધ્યા નમાં રાખવા જેવી છે. સામાન્યમ રીતે વનભ્રમણ માટે નીકળીએ ત્યાારે આપણી આંખો પશુ-પક્ષીને સતત શોધતી રહે છે. આ પ્રકારની સંકીર્ણ શોધખોળમાં ઘણી વાર એટલા મગ્ને થઈ જઈએ કે જંગલને માણવાનું ભુલી જવાય છે. વાસ્તકવમાં આંખ ઉપરાંત વધુ બે ઇદ્રિમ   યોને (કાન અને નાક) ‌પણ સતેજ રાખો તો જંગલની ‌વિ‌શિષ્ટે સોડમ તથા ‌વિ‌વિધ સાઉન્ડન માણવા મળે. ક્યાંક ભીની માટીની ખુશબો હોય, ક્યાંક જમીન પર ખર્યા બાદ સડીને ઓર્ગે‌નિક ખાતર બનેલાં પર્ણોની વાસ હોય, તો ક્યાંક વળી જમીનદોસ્તો બનેલા વૃક્ષના કોહવાટની ગંધ હવામાં ભળી હોય. પંખીઓનો કલરવ, એકમેક જોડે ‘મૈં યહાઁ, તૂ કહાઁ?’ જેવો સંદેશાવ્યંવહાર ચલાવતાં પ્રાણીઓ, ઝાડીઓમાં સંતાયેલાં ‌‌ચિત્તળનાં પગ તળે કચડાતાં સૂકાં પાંદડાં અને બટકતી ડાળીઓ વગેરે સાઉન્ડર ઇફેક્ટ્સ ‌વિના જંગલ જીવંત થોડી લાગે?

સરવા કાને આપણે ખુલ્લીગ ‌જિપ્સી્માં આગળ વધી રહ્યા છીએ ત્યા રે એક સ્થડળે પક્ષીનાં ટોળાંએ ઓચિં તો વો‌ર્નિંગ call/ કોલ છેડવો શરૂ કરી દીધો છે. કલરવ અને કોલ વચ્ચેા તફાવત છે. સામાન્યન રીતે નર પક્ષી માદાને આકર્ષવા માટે જે મધુર સૂરાવ‌લિ છેડે તે કલરવ, જ્યારે કોલ ભયસૂચક અલાર્મ છે. વાઘ-દીપડા જેવા ‌હિંસક જનાવરનું આગમન થાય ત્યાતરે અન્યસ પ્રાણીઓને ચેતવવા માટે પક્ષીઓ ‌વિ‌શિષ્ટ  સાદનો ટૂંકો સાદ (કોલ) વહેતો કરે છે. આપણા અનુભવી ગાઇડે તેને પારખી લીધો છે અને કોલની ‌દિશામાં જીપને વાળી છે.

સાંભળો! સાંભળો! પંખીડાં બાદ હવે ‌ચિત્તળે પણ વો‌ર્નિંગ કોલ દેવાનું શરૂ કરી દીધું છે, જેનો મતલબ એ કે ‌હિંસક જનાવરની ભાળ તેને લાગી ચૂકી છે. ટોળાંના તમામ સભ્યોન ખતરે કી ઘંટી સાંભળીને ચેતી ગયા છે અને હવે જીપગાડી માટે બનેલી કેડીને એક જ છલાંગે વટાવી જંગલની સામી તરફ ભાગી રહ્યા છે. શી તેમની ઝડપ અને કેવી લાંબી હરણફાળ! છલાંગ મારતી વખતે દરેક ‌ચિત્તળ જાણે પાંખો ‌વિના હવામાં ઊડતું હોય તેમ લાગે છે.

આ ઓચિંતતી ‌હિલચાલના પગલે કશીક નવાજૂની બનવા જઈ રહી છે. આથી બગલા જેવી ધીરજ અને બુદ્ધ જેવું મૌન ધરીને થોડી વાર અહીં જ ઊભા રહીએ. ‌ચિત્તળનું ટોળું જ્યાંથી આવેલું એ તરફ નજર માંડી રાખીએ. સસ્પેિન્સહના માર્યા આપણા હૃદયના ધબકારા વધી ગયા છે અને તેનો ધક્...ધક્... અવાજ નીરવ શાં‌તિમાં આપણને જ સંભળાય છે. બે ‌મિ‌નિટ... પાંચ ‌મિ‌નિટ... દસ ‌મિ‌નિટ... આમને આમ જૈસે થે ‌સ્થિણ‌તિમાં સમય વીત્યો‌ છે. છતાં કંઈ નવાજૂની દરમ્યારન બની નથી.

ફાઇનલી! એક અલમસ્તન દીપડો ઝાડીમાંથી બહાર નીકળ્યો છે. જીપગાડી માટે બનેલી કેડી પાર કરીને ઝીલ તરફ પાણી પીવા જવા માગે છે, એટલે રસ્તો  ક્રોસ કરીને ફરી ગાઢ ઝાડીઓમાં અલોપ થઈ જાય એ પહેલાં તેનાં દર્શન કરી લો; તસવીરો ખેંચી લો.  આને કહેવાય નસીબ! દીપડા જેવું ગાઢ જંગલનું પ્રાણી વનરાજીની ઘટા છોડીને ખુલ્લાામાં આવે એટલું જ ન‌હિ, પણ માંડ દોઢસો મીટર દૂરથી પસાર થાય તેને લાખોમાં એક યોગાનુયોગ જ ગણવો રહ્યો. આ યોગાનુયોગ સંજોગવશાત્ આપણી જોડે બન્યોત એ નસીબ ન‌હિ તો બીજું શું?

■■■

સૂર્ય ‌ક્ષિતેજ નીચે ઊતરી ગયો છે, છતાં તેનાં ‌કિરણો આકાશી કેનવાસ પર પાથરેલાં પીળા, કેસરી, જાંબલી રંગો સુંદર ‌ચિત્ર સ્વ રૂપે પથરાયેલાં છે. ‌ઝિલ‌મિલ ઝીલમાં ત્રણેક કલાકના ટૂંકા વનવાસમાં આપણે બારા‌સિંગા, ‌વિ‌વિધ પંખીડાં, દીપડો અને છેલ્લે‌ હાથીનાં ટોળાં જોયાં. પર્યટકોના કોલાહલ ‌વિનાના જંગલની અજબ ‌શાં‌તિ, શુદ્ધ તાજી-ઠંડી હવા, તેમાં ભળેલી જંગલની ‌વિ‌વિધ સોડમ તથા પ્રાણી-પંખીનાં સાઉન્ડત વગેરે બધું માણ્યું. નજરે ન દેખાતી ફૂડ ચેઇનના અંકોડા જ્ઞાનની ‌દિવ્યા દૃ‌ષ્ટિસથી જોયા. સૌથી મોટું લેસન તો એ શીખ્યા કે જંગલ માત્ર જોવાનું જ ન‌હિ, અનુભવવાનું પણ સ્થંળ છે.‌ આ લેસન જે સાઇલન્ટૌ ‌શિક્ષકે આપણને શીખવ્યું તેનું નામ કુદરત!

Tags :