જહન્નમ ખાલી હે, ક્યોંકિ કઇ શેતાન ઈસ ઝમીનમે બસ્તે હૈ...
- દોબારા દોબારા-અલતાફ પટેલ
સુખની સાથે સાથ દુ:ખ પણ ભળેલું હોય તો ખુશીની કિંમત સમજાય
૧. ગુલશન કી ફક્ત ફૂલો સે નહી કાંટો સે ભી ઝીનત હોતી હે... જીને કે લીયે ઇસ દુનિયા મે ગમો કી ભી જરૂરત હોતી હે...
સુખની સાથે સાથ દુ:ખ પણ ભળેલું હોય તો ખુશીની કિંમત સમજાય.
૨. એ વાઇઝે નાદાન કરતા હે તુ એક કયામત કા ચર્ચા, યહાં રોજ નિગાહે મિલતી હે, યહાં રોજ કયામત હોતી હે..
કયામતનું વર્ણન કર્યે રાખતા વ્યાખ્યાતાના ને શાયર કહે છે કે અહીં તો રોજ હસીનાઓ સાથે આંખો મળે છે ને આખા શરીરમાં ભયંકર ભારી કંપારી સરજાય છે જે કયામતથી કમ નથી.
વો પૂરસીએ ગમ કો આયે હે કુછ કેહ ના શકું, ચૂપ રહે ના શકું, ખામોશ રહુ તો મુશ્કેલ હે કહે દું તો શિકાયત હોતી હે. એ તબિયત જોવા આવ્યા છે પણ જીભ સિવાઇ ગઇ છે. કંઇક કહું તો કહેશે ફરિયાદ કરવા બેઠા.
૩. કોઈ આપકો તેશ (ગુસ્સા) નહી દિલાતા, તેશ કરના આપકા ખુદ કા ફેંસલા હોતા હે... વાત ભલે ગંભીર હોય પણ ધીરજથી નીવેડો લાવવા યત્ન થાય તો બેડો પાર થઇ જાય. ગુસ્સાને ગળી જનાર નર કે નાર ક્યારેય દુ:ખી ન થાય.
૪. જબ પાની ખુદકો ઉઠાના પડે હરેક બુંદ કી કિંમત સમજ આતી હે.
જ્યારે પોતાના પર મુશ્કેલી આવી પડે ત્યારે એક એક ક્ષણ કેટલુ દર્દ આપે છે તે ભલભલા મર્દ ને ખબર પડી જાય.
૫. જો હંમેશા આઝાદીકા ઇન્તેઝાર કરતા હે, વો હી અસલી ગુલામ હે..
આઝાદી માટે હિંમત જોઇએ તો તેની કિંમત સમજાય. માત્ર રાહ જોયા કરવાથી સ્વતંત્રતા સાપડે નહીં. ગુલામીની ઝંઝીરોમાંથી બહાર આવવું હોય તો ઝીરો નહી પુરી સો ટકા લડત આપવી પડે.
એક અહમક (મૂર્ખ) ખુદ કો સમજદાર સમજતા હે, એક (દાનિશ) બુદ્ધિમાન ખુદકો મૂર્ખ સમજતા હૈ..
પોતાના મૂર્ખ જેવા કામ હોય, લોકો ત્રાસી ગયા હોય, દરેક જગ્યાએ લોચા મારનારા હોય છતાં પોતાને બુદ્ધિશાળી સમજનારા સમાજમાં ઓછા નથી. બુદ્ધિશાળી દરેક કામ ગાળી ગાળીને કરતાં હોય છતાં ગૌરવ લેતા નથી.
૬. કુછ અચ્છા યા બુરા નહી હોતા, બસ સોચ ઉસે વેસા બના દેતી હૈ..
બધો આધાર પોતાના વિચારો પર અવલંબે છે એ માટે ઇશ્વરનો આભાર માનો કે તમને બુદ્ધિ આપી છે. તેનો જેટલો સકારાત્મક ઉપયોગ કરશો કોઈ માનસિક રોગ નહી થાય.
નર્ક ખાલી હે ક્યોંકિ સભી શેતાન ધરતી પર બસ્તે હૈ...
રોજબરોજની અસહ્ય ઘટનાઓથી જોઈ શકશો કે શેતાનો ચારો તરફ અડ્ડો જમાવી બેઠા છે, તેમની સામે લડવાની ભાગ્યે જ કોઈમાં તાકાત બાકાત રહી હોય.
યે તકબુર, યે હસદ, યે તમા, માબાપ કે દિલ દુખાનેવાલો કે ઇસ ઝમાને મે મેલે લગે હે, અલતાફ યે ઇન્સાન નહી સબ શેતાનો કે ચેલે હે.
૭. સબસે મુહબ્બત કરો, કુછ પર એતબાર કરો, પર કિસીસે બેઇન્સાફી મત કરો.
તમે પ્રેમ કરશો, વિશ્વાસ પણ રાખશો છતાં કદીયે કોઈની સાથે કદીયે અન્યાય ના કરતા. જેના હકનું હોય એણે આપ દેજો નહીં તો ક્યાંય નહી રહો. એની ખુબી એ છે કે વખત જતા ડૂબી જશો.
૮. સારા જહાં એક મંચ હે ઔર સભી ફક્ત અભિનેતા હે...