ભારતીય મેનેજમેન્ટ પદ્ધતિમાં IIM, IITનો ફાળો
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
પ શ્ચિમ જગત આશ્ચર્યથી ભારત સાથે જોઈ રહ્યું છે કે જ્યારે ભારતની આજુબાજુના અનેક દેશો (પાકિસ્તાન, શ્રીલંકા, અને ચીન પણ) ના અર્થકારણો ભયમા મુકાયા છે તો ભારત કેમ આટલી ઝડપથી આગળ વધી રહ્યું છે ?
ભારતનું ઔદ્યોગીક સેક્ટર અને આમ કરીને મેન્યુફેકચરીંગ સેક્ટર અને સર્વીસ સેક્ટર મેનેજમેન્ટની અદ્યતન પદ્ધતિઓ અપનાવી રહી છે. છેલ્લા થોડાક જ વર્ષોમા ભારતીય કંપનીઓનું આર એન્ડ ડીમા રોકાણ વધી રહ્યું છે. ભારત તદ્દન નવી પ્રોડક્ટસ કે સર્વિસ શોધવામાં (ઇનોવેશન્સમાં) પાછળ છે પરંતુ પશ્ચિમમા શોધાયેલી પ્રોડક્ટસને 'એડપ્ટ' કરવામા અને આપણા દેશને અનુરૂપ પશ્ચિમી પ્રોડક્ટમા ફેરફારો કરવામાં ઘણુ કુશળ છે.
ભારતના અર્થકારણના મેનેજમેન્ટને વેગ આપવામા જો કોઈ સંસ્થાઓએ સૌથી અગત્યનો ફાળો આપ્યો હોય તો તે ભારતમા સ્થપાયેલા આઈઆઈટી અને આઈઆઈએમના નેટવર્ક્સે આપ્યો છે. આમ છતા ભારતમા જૂની પૂરાણી બી.કોમ અને એમકોમની ડીગ્રીઝનું રૂપાંતર સીમેસ્ટર આધારિત અને કોર્સવર્ક આધારિત બીબીએ અને એમબીએ આપતી સંસ્થાઓમા કેમ થતુ નથી તે એક મોટું આશ્ચર્ય છે. ભારત ક્યા સુધી રૂઢિગત બ્રીટીશ એજ્યુકેશન સીસ્ટમને વળગી રહેશે. અમેરીકામા બી.કોમ અને એમ.કોમ.ના ડીગ્રી આપતી કોલેજીઝ નથી કારણ કે અમેરીકાએ પહેલેથી નક્કી કર્યું છે કે ભૂતકાળમાં સમૃદ્ધિનો આધાર ભલે વ્યાપાર (ટ્રેક અને કોમર્સ ભલે હોય પરંતુ ઔદ્યોગીક ક્રાંતિ પછી દેશની સમૃદ્ધિનો આધાર ઔદ્યોગીક સેક્ટરમા છે. માત્ર વ્યાપારમા નહી અલબત્ત ભારતમા આઈઆઈટી, આઈએમએમનું જે માળખું ઊભું થયું તેના કારણે તમે જ ભારતમા કોમ્પ્યુટર્સ શીખવતી અમુક જાણીતી અગ્રગણ્ય એન્જીનીયરીંગ કોલેજોને કારણે દેશમા ચાર મહાકાય ડીજીટલ સર્વીસીઝની કંપનીઓ ઊભી થઇ છે. જેમના નામ ઇન્ફોસીસ, ટાટા કન્સલ્ટ્સી સર્વીસીઝ, વીપ્રો અને એચ.સી.એલ. છે. ૧૯૮૦ પહેલા આ કંપનીઓનું અસ્તિત્વ જ ન હતુ કે પછી અસ્તિત્વ હોય તો વીપ્રોની જેમ તેઓ જુદા ધંધામાં હતી.
ભારતની આ સિવાયની કંપનીઓ પણ હવે વિરાટ કદની બની ગઈ છે અને એક જમાનામા જે ઔદ્યોગીક ક્રાંતિના અગ્રદૂત તરીકે ભારતમા જાણીતી બની હતી તે ટેક્ષ્ટાઇલ્સ કંપનીઓનું વેચાણ અને માનવબળ ઉપરની ચાર કંપનીઓના માનવબળ અને વેચાણ આગળ ઘણું ઓછું ગણાય. ભારતમા ફાર્માસ્યુટીકલ ક્ષેત્રમા પણ આર એન્ડ ડીના જબરજસ્ત મોટા રોકાણને કારણે કંપનીઓના માળખા વધુને વધુ પાર્ટીસીપેટરી અને પ્રોફેશનલ બન્યા છે. ભારતમા કંપનીઓના માળખાઓ વધુ પ્રોફેશનલ અને પાર્ટીસીપેટરી બન્યા અને તેઓએ લોકલ કે રીજીઓનલ કે નેશનલ નહી પરંતુ સ્ટ્રેટેજીક મેનેજમેન્ટની ટેકનીક્સ તથા પ્રેક્ટીસીઝને અપનાવીને પોતાની પ્રતિષ્ઠા વધારી છે.
બે મુખ્ય સમસ્યાઓ
હવેના જગતે એ સૌથી મોટી સમસ્યાઓનો સામનો કરવાનો છે. તેના પ્રમુખ ક્રમે ક્લાયમેટ ચેઇન્જન, બીજે ક્રમે આર્થિક અસમાનતાનો અને ત્રીજો પ્રશ્ન વૈશ્વીકરણ કઇ રીતે આગળ વધશે તે અંગેનો છે. ૧૯૯૧ પહેલા જે કાંઈ વૈશ્વીકીકરણ કોમ્પ્યુટર્સને કારણ થયુ તેમા અમેરીકા અને સોવીયેટ રશિયા શીતયુદ્ધના બે મોટા પ્રતિસ્પર્ધીઓ હતા જેમા સોવિયેટ રશિયાનું ૧૯૯૧માં વિઘટન થઇ ગયું. ત્યાર પછી જે વૈશ્વીકીકરણ થયું છે તેમા અમેરીકા અને ચીન વચ્ચે વ્યાપારી, અને રાજકારણીય પ્રતીસ્પર્ધા ચાલી રહી છે. એક જમાનામા ભારત કરતા પણ ગરીબ ચીન ૧૯૭૮ પછી હવે બીજા નંબરનું જીડીપીની દ્રષ્ટિએ સમૃદ્ધ રાજ્ય બની જશે તેની કોઇને કલ્પના ન હતી. આમ દુનિયા પાસે હવે એક જ વિકલ્પ બાકી છે વૈશ્વીકરણ ચાલુ જ રહે પરંતુ તેના ફાયદાઓ દરેક રાષ્ટ્રને મળવા જોઇએ તે વીન લુઝ નહી પરંતુ વીન-વીન પ્રકારનું હોવું જોઇએ. આ નવી તરહનું વૈશ્વીકરણનું મોડેલ સર્વોદયી જોઇએ. યુદ્ધ થશે તો બધુ લુઝ-લુઝ થઇ જશે. અત્યારના વૈશ્વીકરણ હેઠળ જીઓપોલીટીકલ વિગ્રહો થઇ રહ્યા છે તેથી ગ્લોબલાઇઝેશનને 'રીઇન્વેન્ટ' કરવાની જરૂર ઊભી થઇ છે. આ રીઇન્વેન્શન થશે કે નહી કે થશે તો કઇ દીશામાં થશે તેની આપણને હજી ખબર પડતી નથી.
અત્યારે સામ્યવાદી રાષ્ટ્રોએ એકાધીકારવાદમા હદ વટાવી દીધી છે. તેઓ વિસ્તારવાદી બની ગયા છે. જ્યારે મૂડીવાદી દેશોએ આર્થિક અસમાનતા ચાલુ રાખીને કલ્યાણવાદી રાજ્યો ઊભા કર્યા છે જે હજીસુધી આર્થિક અસમાનતા દૂર કરી શક્યા નથી.