DNAને ડિકોડ કરવામાં ભારતના વૈજ્ઞાાનિકોની ભૂમિકા
- ડૉ.જયેશ શેઠ
- શરીરનાં બધા કાર્યોમાં અનિવાર્ય એવાં લોહીને નિયંત્રિત કરવામાં ડીએનએનો મહત્ત્વનો રોલ છે
૨૫ મી એપ્રિલે DNA દિવસ ઉજવાયો. ૨૫ એપ્રિલ ૧૯૫૩ના દિવસે વોટસન અને ક્રીક (Watson & Crick) વૈજ્ઞાાનિકોએ DNA શોધી કાઢ્યું અને આજ તારીખે ૨૦૦૩માં આપણે આપણા શરીરના DNAને ડિકોડ કરીને તેના કોડિંગ રીજીયન (Coding region)નો અભ્યાસ કરી શક્યા. આ સંશોધનમાં ભારતના વૈજ્ઞાાનિકો ડો. હરગોવિંદ ખુરાના અને વેંકટસ્વામીએે ડીનએના કોડને શોધી શક્યા અને પ્રથમ Synthetic Gene પણ બનાવ્યું. આ માટે તેઓને ૧૯૬૮માં નોબલ પ્રાઈઝ મળેલ બીજા વૈજ્ઞાાનિક ડૉ. વેંકટરામન રામક્રિશ્નન કે જેઓએ Ribosomeનું સંશોધન કરીને આપણા DNAમાંથી પ્રોટીન કેવી રીતે બને છે તે શોધી કાઢ્યું જે માટે તેઓને ૨૦૦૯માં નોબલ પ્રાઈઝ મળ્યું
આ રીતે DNAના સંશોધનથી માંડીને તેના અક્ષરોના કોડ તેમજ તે કોડ કેવી રીતે પ્રોટીન બનાવે છે તે ૭૦ વર્ષમાં સમજી શક્યા. આજે તો જનીન શાસ્ત્રની મદદથી આધુનિક સારવાર રોગોનું નિદાન અને ભવિષ્યમાં થનારા રોગ વિશે પણ જાણી શકીએ છીએ. આટલું જ નહીં પરંતુ મહામારી વખતે એકદમ અજાણ્યા વાયરસ, બેક્ટેરિયાને ઓળખીને તેની સામે દવા તેમજ રસી પણ ટૂંક સમયમાં બનાવી શકીએ છીએ જે આપણે કોરોના વખતે જોઈ શક્યા.
આપણે જાણીશું કે આપણું લોહી જે શરીરના બધા જ કાર્યોમાં જરૂરી છે તેને આપણું DNA કેવી રીતે નિયંત્રિત કરે છે તે વિશે જાણીશું. આપણા લોહીને તંદુરસ્ત રાખવા માટે HBB (બીટા ગ્લોબીન જીન) જનીન તત્ત્વનું મુખ્ય કાર્ય રક્તકણોમાં ગ્લોબીન નામનું પ્રોટીન યોગ્ય રીતે બનાવવું. આ ગ્લોબીન પ્રોટીન રક્તકણોમાં આવેલું હોય છે જે શરીરમાં ઓક્સિજનનો ઉપયોગ કરી બધા અવયવોને ઓક્સિજન પૂરો પાડે છે. પરંતુ જ્યારે HBB જનીનમાં તેના અક્ષરોમાં ફેરફાર થાય તો ગ્લોબીન પ્રોટીન કાં તો બનતું નથી અથવા આર્ટ પ્રમાણમાં બને છે જેને લીધે રક્તકણોની ઓક્સિજન લઇ જવાની ક્ષમતામાં ખૂબ જ ઘટાડો થાય છે જેના થકી લોહીમાં હિમોગ્લોબીન ઓછું બને છે જેને આપણે એનિમિયા તરીકે ઓળખીએ છીએ.
HBB જનીન તત્વમાં આવેલા અક્ષરોમાં ફેરફારથી બે મુખ્ય રોગો થાય છે એક 'થેલેસેમિયા' અને બીજું 'સિકલ સેલ એનિમિયા' જે આપણા દેશમાં સૌથી વધારે લોકોને અસર કરે છે. થેલેસેમિયામાં લગભગ ૩૦થી ૪૦ જાતના અલગ અલગ અક્ષરોમાં ફેરફારથી લોહીમાં ગ્લોબીનનું પ્રમાણ ઘટે છે તેમાં મુખ્યત્વે રક્તકણોમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય છે. આપણા દેશમાં લગભગ ૩થી ૪ ટકા એટલે કે ૩૫થી ૪૫ મિલિયન લોકોને થેલેસેમિયા કેરિયર (થેલેસેમિયાના વાહક) છે. જ્યારે સિકલ સેલમાં HBB જનીનમાં ૬ નંબરના કોડોનમાં Aની જગ્યાએ T અક્ષર એટલે કે ગ્લુટામિક એસિડના બદલે વેલીન નામનું પ્રોટીન બને છે. જેનાથી રક્તકણોના આકારમાં ખુબ જ ફેરફાર થાય છે. તેઓનો આકાર બદલાઈ જાય છે. જેના થકી આ રક્તકણોમાં ઓક્સિજન લઇ જવાની ક્ષમતામાં ખુબ જ ઘટાડો થાય છે. આ કારણે જ થેલેસેમિયા અને સિકલ સેલ વાળા દર્દીઓને ખૂબ જ થાક લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ શરીરના બધા ભાગોમાં દુખાવો પણ ખુબ થાય જેનું મુખ્ય કારણ શરીરનાં બધા અવયવોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો અભાવ.
સિકલ સેલ વાળા દર્દીઓ આપણા દેશમાં લગભગ ૧૦ લાખ જેટલા છે તેથી જ ભારત સરકારે Sickle cell diminution (સિકલ સેલ નાબુદી) માટેનું ખાસ mission શરુ કરેલ છે જેના થકી આ રોગની સારવાર જીન થેરાપી (Gene Therapy)થકી આપણા દેશમાં આ રોગને આપણે નાબૂદ કરી શકીએ