ઓ ઈશ્વર ભજીએ તને... .
- થોડામાં ઘણું-દિલીપ શાહ
- દાદા દાદી ઠાકોરજીની ઓરડીમા ગીત, ભજન, પદ કે પ્રાર્થનાથી પ્રભુને અસ્તિત્વના પર્વની ઉજવણીનો સંકેત આપી દે છે
ના નપણમાં સુવાડવા માટે માતા, બહેને હાલરડાં ગાયા હશે પણ પ્રભુને જગાડવા માટે પ્રાર્થના, સ્તુતિ, વંદના, પ્રેયર વરસોથી સંસ્કારી દસ્તાવેજ છે. પ્રાર્થના એટલે મનનું તપ, વિચારોનું શુધ્ધિકરણ, હ્ય્દયનું મનોમંથન, પ્રભુ-સમીપની પગદંડી, રૂટિનમાં આપણે જોઈએ તો વહેલી સવારમાં દાદા દાદી ઠાકોરજીની ઓરડીમા ગીત, ભજન, પદ કે પ્રાર્થનાથી પ્રભુને અસ્તિત્વના પર્વની ઉજવણીનો સંકેત આપી દે છે. નરસિંહ, મીરા, શામળ, દયારામ, ધીરાભગત કેટકેટલા પ્રાર્થનાના એમ્બેસેડર્સ 'ગુડ મોર્નિંગ'માં સ્ફુર્તિનું ર્સ્ટાટર લઈને પ્રભાતને હૂંફાળું અને મંગલમય બનાવી દે છે.
હરિ આવો... આવો... આવો કહીને વેલકમ કરાય છે તો ક્યાંક કંપલેન પણ છે 'મંગલ મંદિર ખોલો દયામય...' અન્ય ઠેકાણે પણ રીમાઈન્ડર છે. 'જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે ? (પોઈન્ટ ટુ બી નોટેડ), દલપતરામજી શોર્ટકટમાં પતાવવાની વાત કહે છે... ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ (બોલો, પોલિટિશિઅનની ડીમાન્ડ આમા લેવાય ?) મંદિર તારું વિશ્વ રૂપાળું... માં પ્રભુને લાડ લડાવી મીની મસ્કો જ મારવાનું કામ થયું છે. 'પ્રભુને ભજતા કોઈની લાજ ગઈ નથી... (જોયું ! આમ ઈનડાયરેક્ટલી પ્રભુને બાજી, બેલેન્સ કરવાનું રીમાઈન્ડર મોકલી જ દીધું ને !) એક જ દે ચિનગારી મહાનલ... પ્રાર્થનામાં પણ ક્રાંતિકારી વિચાર જ ને હરિહર ભટ્ટજી ! ચીન, પાકિસ્તાનના વડાઓ માટે ચિત્રભાનુજીએ વાયા પ્રાર્થના જણાવી દીધું મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ મુઝ હૈયામાં વહ્યા કરે... જીવનના સમીકરણ સમતોલ રાખવા નરસિંહજીની શીખ સુખ દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા... (પેટ્રોલના ભાવમાં વધારો... ઘટાડો થતો જ રહેવાનો) તપ, અપવાસ, ધ્યાન સત્કર્મને ઓપ્શનમાં કાઢવાના નથી વાચો... દોહામાં પણ પ્રભુ-ભજનનો સાર... પાની બાઢે નાવ મેં, ઘરમેં બાઢે દામ-(વકીલ આ તો ડીઝાસ્ટર મેનેજમેન્ટવાળાને કહે... બીજા માટે આઈ.ટી.) ઈતની શક્તિ હમેં દેના દાતા... ટેક્ષ ભરવાની, મોંઘવારીનો બેઠો માર સહન કરવાની... ઝાડ-પોતા... તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો... વસિયતનામામાં ભાગ હિસ્સો લેવા... પછી ? વૃધ્ધાશ્રમની ધમકીને ! નેકી પર ચલે ઔર બદીસે ટલે તાકિ હસતે હુએ નીકલે દમ... સરકારી બાબુઓ પાસે આવી પ્રાર્થના સેટ નહિ અપસેટ કરે. જરા સમજો. દરશન દો ધનશ્યામ નાથ મોરી... હે ભોળા ભક્તજનો... વેઈટ, પ્રભુના શયનનો સમય છે. (હૈં!) તેરે દ્વારા ખડા ભગવાન, ભગત ભર દે રે ઝોલી... કવિ પ્રદીપજી... તમારે આમ માધુ કરી ઉઘરાવવા ઝોળી ફેલાવવાની ? શું દાડા આવ્યા છે !
મરી મસાલા
તુમ એક પૈસા દોગે, વો દસ લાખ દેગા (મૂવી વચનનું ગીત)
- હે ભક્તજન, ભગવાન પાસે ય આવી એકના ડબલ... ટ્રબલની માંગણી ? (આ કોઈ નેતાજી નથી)