'અસુર'ની વાસ્તવિક પરિભાષા! .
- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ
'શ્રી દુર્ગાસપ્તશતી'માં મહાદેવી જગદંબા પોતાના વિરાટ સ્વરૂપને ઉજાગર કરતી વેળા દેવતાઓને જણાવે છે :
જેનો અર્થ છેઃ દેવતાઓને ઉત્તમ હવિ (હવનસામગ્રી) પહોંચાડનાર તેમજ સોમરસ (સમાધિરૂપ અમૃતપાન) પ્રાપ્ત કરનાર યજમાન માટે હવિર્દ્રવ્ય (હવનસામગ્રીયુક્ત) ધન ધારણ કરનાર મહાશક્તિ જગદંબા સ્વયં છે! સંપૂર્ણ જગતની ઈશ્વરી, ઉપાસકોને આધ્યાત્મિક અને ભૌતિક ધન પ્રદાન કરનારી, બ્રહ્મરૂપ અને યજ્ઞાર્હો (યજ્ઞા કરવા યોગ્ય દેવો)માં આદ્યશક્તિ મુખ્ય છે.
સરળ ભાષામાં કહેવું હોય તો, મા દુર્ગાએ અહીં ઉદ્ધોષણા કરી છે કે જે યજમાન હવિ અર્થાત્ હવન-સામગ્રી થકી યજ્ઞા કરે છે, એ યજમાન-સ્વરૂપ સાધક માતા સ્વયં છે! એટલું જ નહીં, યજ્ઞા કરવાનું સામર્થ્ય અને દૈવત્ત્વ પણ એ મનુષ્યમાં જ પ્રગટ થવું સંભવ છે, જે સાક્ષાત્ દેવતા બની ચૂક્યો છે. આથી, યજમાનને પણ દેવતાની ઉપમા આપવામાં આવી છે.
આ કારણોસર જ, શ્રીલલિતાસહસ્ર નામમાં પણ મા મહાત્રિપુરસુંદરીનું નામ છેઃ
મા લલિતાને અહીં 'યજમાન-સ્વરૂપિણી' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યાં છે. એ જગન્માતા, જેઓ સ્વયં યજમાનના હૃદયકમળમાં બિરાજમાન થઈને એમની પાસે યજ્ઞા કરાવે છે!
બીજી બાજુ, 'તંત્રોક્ત રાત્રિસૂક્તમ્' માં મહાદેવી અંગે ષિ-મુનિ જણાવે છેઃ
'હે જગદંબા, આપ જ સ્વાહા છો અને આપ જ સ્વધા પણ છો. વષટ્કારરૂપી સ્વર પણ આપનું જ સ્વરૂપ છે. તમામ સ્વરોની આત્મા આપ સ્વયં છો.'
પવિત્ર યજ્ઞાકાર્યોમાં આહુતિ અર્પણ કરતી વેળા યજમાન 'સ્વાહા'નાં ઉચ્ચારણ સાથે આહુતિ અર્પણ કરે છે અને પિતૃઓનાં સ્મરણાર્થે કરવામાં આવતાં કાર્યોમાં ભગવાન અગ્નિની દ્વિતીય અર્ધાંગિની દેવી સ્વધા દ્વારા યજમાનનાં તર્પણને પિતૃઓ સુધી પહોંચાડવામાં આવે છે. પૌરાણિક કાળમાં પણ યજ્ઞાકાર્ય વેળા ભગવાન અગ્નિદેવની પ્રથમ પત્ની દેવી સ્વાહા દ્વારા યજમાનોની હવનસામગ્રી દેવતા સુધી પહોંચાડવામાં આવતી હતી, કર અર્થાત્ ટેક્સ સ્વરૂપે! સમયની સાથે દેવતાઓએ ભૌતિક દેહે ભૂલોકનો ત્યાગ કર્યો અને માત્ર સૂક્ષ્મ સ્વરૂપે આહુતિ સ્વીકારવાની શરૂઆત કરી. શ્રીદુર્ગાસપ્તશતી હોય કે પછી શ્રીલલિતાસહસ્રનામ, બંનેમાં અનેકાનેક વખત જગદંબા દ્વારા સંકેત આપવામાં આવ્યાં છે કે તેઓ સ્વયં જ યજ્ઞા છે, તેઓ જ પુરોહિત છે અને તેઓ જ યજમાન પણ છે!
એમના આ મૂળ સ્વરૂપને ઉજાગર કર્યા પછી બીજી ઉત્તમ બાબત શ્રીદેવીઅથર્વશીર્ષમ્ જણાવે છેઃ
ભાવાર્થઃ અગ્નિનો (તપ્ત) વર્ણ અર્થાત્ રંગ ધરાવનાર, જ્ઞાનથી ઝળહળનાર, પ્રદીપ્ત અર્થાત્ દેદીપ્યમાન, કર્મફળપ્રાપ્તિ હેતુ જેમનું સેવન (ચિંતન-મનન-ધ્યાન) કરવામાં આવે છે, એ દુર્ગા મહાદેવીના શરણે હું મસ્તક ઝુકાવું છું. અસુરોનો નાશ કરનાર હે જગદંબા, આપને નમસ્કાર હો!
બીજી બાજુ, શ્રીસૂક્તમ્ પણ આ અંગે જણાવે છેઃ
દેવી મા લક્ષ્મીના વર્ણને હિરણ્યગર્ભ અથવા હરણનાં રંગ સાથે સરખાવવામાં આવ્યો છે. જેઓ નિરંતર જ્વલન્તીં અર્થાત્ પ્રજ્વલિત છે, દેદીપ્યમાન છે અને તર્પણ થકી તૃપ્ત થાય છે એમના અંગે અહીં વર્ણન પ્રાપ્ત થાય છે. જેઓ કમળનાં આસન ઉપર બિરાજમાન છે, અને જેમનો રંગ પદ્મ અર્થાત્ કમળ સમાન ગુલાબી છે એ મહાદેવીને હું નમન કરું છું. વિચાર કરી જુઓ, કમળ સ્વયં કેટલું નરમ અને કોમળ હોય છે. તો પછી, મા સ્વયં કેટલા કોમળ હશે, જેઓ કમળનાં આસન ઉપર બિરાજમાન છે! અગ્નિ સમાન તપ્ત, પરંતુ સાથોસાથ તેઓ કમળ સમાન ગુલાબી પણ છે!
શ્રીસૂક્તની પાંચમી ચામાં કહેવાયું:
જેમની પ્રભા ચંદ્ર સમાન છે તેમજ જેઓ દેવો દ્વારા પૂજનીય છે અને એમના દ્વારા સતત જેમનું સેવન કરવામાં આવે છે, એ પદ્મિની અર્થાત્ મા લક્ષ્મીને અહીં વંદન કરવામાં આવે છે. 'જ્વલન્તીં' અને 'જુષ્ટામ્' શબ્દનો પ્રયોગ બંને સ્થાન (શ્રીદુર્ગાસપ્તશતી અને શ્રીસૂક્તમ્) પર થયો છે.
ત્યારબાદ, ઉપરોક્ત શ્લોકમાં માતાને વિનંતી કરવામાં આવી કે અસુરોનો સંહાર કરો, હે મહાદેવી! તો આ બાજુ, શ્રીલલિતાસહસ્રનામમાં ભંડાસુરના વધ માટે દેવતાઓ દ્વારા આહુતિ આપવામાં આવી, ત્યારે મા સાક્ષાત્ પ્રગટ થયાં:
દેવતાઓનાં ચિત્તરૂપી અગ્નિકુંડ (યજ્ઞાકુંડ)માં જ્યારે નકારાત્મક વૃત્તિ, વિકાર અને વિચારોની આહુતિ આપવામાં આવી, ત્યારે એમના કાર્યને પરિપૂર્ણ કરવા માટે મા લલિતાનું પ્રાગટય થયું. દેવતાઓનો સંહાર કરવાની પ્રાર્થના વાસ્તવમાં સ્વરક્ષા માટે નહીં, પરંતુ માતાનાં પ્રાગટયની ઘટનાને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. 'અર્ગલાસ્તોત્રમ્' જણાવે છેં:
મહિષાસુર (અહંકાર-મદ-મોહ સહિતનાં વિકારો)નાં વધ થકી પોતાના ભક્તને સુખ પ્રદાન કરનારી મહાદેવી આપને નમન છે. રક્તબીજ અને ચંડ-મુંડનો વધ કરનાર હે મહાદેવી, આપને નમન છે!
તંત્રસાધનાનાં માર્ગે આગળ વધી રહેલાં સાધકો જ્યારે પોતાના દેહમાં ઈશ્વરને સદા સદા માટે જાગૃત કરવા માંગતાં હોય, એ ક્ષણે તેમને બાહ્ય અસુરો (શત્રુ) કરતાં વધારે આંતરિક શત્રુઓનો સામનો વધુ કરવો પડે છે! એમનો વધ કર્યા પછી અંતરાત્મારૂપી અગ્નિકુંડમાંથી દેવી મા જગદંબાનું પ્રાગટય સંભવ બની શકે. સમગ્ર શ્રીદુર્ગાસપ્તશતી વાસ્તવમાં એ આંતરિક અસુરોનાં વધ અંગે જ વિસ્તારપૂર્વક વર્ણન કરે છે!