Get The App

અર્થ (માયનો) વગરના માટે અર્થ (ધન)નો ઢગલો!

Updated: Sep 24th, 2022


Google NewsGoogle News
અર્થ (માયનો) વગરના માટે અર્થ (ધન)નો ઢગલો! 1 - image


- સુભાષિત-સાર-ડૉ.કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક

- ભોળાભાઈ એક નાના ગામમાં રહેતા હતા. મહેનત કરી આગળ આવવા માટે ગામને છેડે આવેલી પાઠશાળામાં ભણેલા એટલે લોકો મશ્કરી કરતા કે એ ''ભાગોળ  લગી ભણેલા છે''.

(अनुष्टभ)

उत्तिष्ढोत्तिष्ठ राजेन्द्र मुखं प्रक्षालयस्वट :।

स्वरति स्वरति कुक्कुं चवैतुहि चवैतुहि ।।

च,वै,तु,हि એ સંસ્કૃતના એક અક્ષરના શબ્દો - ''એકાક્ષર શબ્દો' છે. દરેકનો જુદો અર્થ થાય છે, પણ કાવ્યના છંદમાં ચરણ (પંક્તિ)માં એકાદ અક્ષર ઓછો પડતો હોય, તો ખાલી જગા પૂરીને ચરણ સંપૂર્ણ કરવા માટે ઘણી વાર વપરાય છે. સંસ્કૃતની એક ઉપયોગી અને ઉત્તમ પ્રણાલિકા મુજબ વ્યાકરણના નિયમો કે રૂઢિપ્રયોગો કે વિશિષ્ટતાઓ યાદ રહે તે માટે તેમનો ઉપયોગ કરીને સરળ બનાવવામાં આવતા હોય છે. તેમાંથી કેટલાકમાંની આજુબાજુ કયારેક દંતકથાઓ શરૂ થઈ જાય છે. ક્યારેક તેમાં હળવું હાસ્ય પણ છુપાયું હોય છે એની એક હળવી દંતકથા જોઈએ.

ભોળાભાઈ એક નાના ગામમાં રહેતા હતા. મહેનત કરી આગળ આવવા માટે ગામને છેડે આવેલી પાઠશાળામાં ભણેલા એટલે લોકો મશ્કરી કરતા કે એ ''ભાગોળ  લગી ભણેલા છે''.

એક દિવસે ભોળાભાઈએ રાજાની જાહેરાત સાંભળી કે 'જે દરબારમાં એક તદ્દન નવો શ્લોક લઇને આવશે તેને એક લાખ મુદ્રાનું ઇનામ મળશે ! ભોળાભાઈને તરત જવાનું મન થયું, પણ તેમને કવિતા બનાવતા આવડતું નહોતું. એટલે પોતાના બનાવેલા કોઈ શ્લોક પણ પાસે રહ્યા નહિ. પણ પછી હિંમત આવી. રાજધાનીની મુસાફરી એક દિવસની છે, તે દરમ્યાન કંઈ વિચારી તે લખી કાઢીશ. એમ કહીને એ તો નીકળ્યા. સાંજે રાજધાની પહોંચ્યા, પણ આખા દિવસમાં કંઈ સૂઝયું નહોતું. ધર્મશાળામાં ઊતર્યા, આખી રાત પાસાં ઘસ્યાં પણ કંઈ સ્ફુરણા થઈ નહોતી. સવારે બેઠા બેઠા વિમાસણમાં હતા ત્યાં બાજુના મંદિરમાંથી પૂજારી ભગવાનને જગાડતા સ્તુતિ કરતા હતા તે સંભળાઈ: उत्तिष्ढोत्तिष्ठ देवेन्द्र ભોળાભાઈના મનમાં ચમકારો થયો. 'આ તો પહેલી લીટી (ચરણ) દેવેન્દ્ર ને બદલે રાજેન્દ્ર મૂકી દઈએ. બસ, उत्तिष्ढोत्तिष्ठ राजेन्द्र એક લીટી થઈ ગઈ. ત્યાં તો પૂજારી આગળ કહેતા સંભળાયા. ઊઠયા પછી પહેલું શું કરવાનું હોય ? मुखं प्रक्षालयस्य બીજી લીટી મળી ગઈ ! હવે આગળ ત્રીજી લીટી માટે પણ ઘણી મુંઝવણ હતી. પણ એટલામાં બહાર કૂકડો બોલતાં સંભળાયો ને ત્રીજું ચરણ તૈયાર ! स्वदूति स्वरत्ति कुक्कुट ः બરાબર બેસી જાય છે. ત્યાં તો એક ભૂલ ધ્યાનમાં આવી. બીજા ચરણમાં ૭ અક્ષર અને ત્રીજામાં ૯ ! અનુષ્ટ્રુપ છંદમાં દરેક ચરણમાં ૯ અક્ષર જોઈએ, પણ હવે ભોળાભાઈ કંઈક શીખ્યા હતા. એમણે તોડ કાઢ્યો: ત્રીજા ચરણમાં છેલ્લે અક્ષર કાઢી લેવો અને તે બીજા ચરણને છેડે જોડી દેવો ! सुख प्रक्षालम स्वरः અને स्वस्ति स्वस्ति कुक्कु' હવે ચોથા ચરણનો વિચાર કરતાં ગુરુજીએ શિખવાડેલું યાદ આવ્યું: च, वै, तु, ही આખો નવો શ્લોક તૈયાર થઇ ગયો:

उत्तिष्ढोत्तिष्ठ राजेन्द्र मुखं प्रक्षालयस्वट ः।

स्वरति स्वरति कुक्कुं चवैतुहि चवैतुहि ।।

રાજ દરબારમાં જઈને રાજાને શ્લોક સંભળાવ્યો.

પંડિતોએ શ્લોક સામે વાંધા લીધા. પણ ભલા રાજાએ ભોળાભાઈને ઇનામ આપ્યું જ !

અને પછી સંસ્કૃત સમાજમાં चवैतुहि ભાષાના ઉપયોગી ભાગ તરીકે અને એક રમુજના ભાગ રૂપે જાણીતું થઈ ગયું !


Google NewsGoogle News