Get The App

ભારતની ક્લાસિક રિવૉલ્વર...!! .

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
ભારતની ક્લાસિક રિવૉલ્વર...!!                                 . 1 - image


- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

આ જકાલ દેશમાં મોંઘવારી, રોજગારી કરતાં બિશ્નોય ટેરરની ચર્ચા વધી થઈ રહી છે. સાબરમતી જેલમાંથી એન્ટી-ખાલીસ્તાનવાદી બિશ્નોય વાયા કેનેડા શૂટિંગની સ્ટ્રેટેજી ગોઠવે છે. આ શાર્પ શૂટરો લાયસન્સવાળી ગન રાખે એવું વિચારવું ભૂલ ભરેલું છે.

હેન્ડગન એટલે કે રિવોલ્વર (૬ રાઉન્ડ), પિસ્તોલ (૧૮ રાઉન્ડ), માઉઝર (૨૦ રાઉન્ડ) પોલિસ અને આર્મી ઓફિસરો રાખે છે જે લિગલ હોય છે.

ભારતીય આર્મી એસોલ્ટ, એ.કે.૨૦૩ ઉપરાંત બેરેટ એમ ૯૫ અને ડ્રેગુનોવ એસ.વી.ડી. જેવી સ્નિપર રાઈફલ વાપરે છે.

તમારે પિસ્તોલ વાપરવી હોય તો લાયસન્સ લેવું પડે. કેટલીક એરગન લાયસન્સ વિના પણ વાપરી શકાય. તમારી માનસિક સ્થિતી, ફિઝિકલ ફિટનેસ, શુભ હેતુ અને સ્વચ્છ ઈતિહાસ જાણી તમને લાયસન્સ મળી શકે. એન.સી.સી. કેડેટ રેન્જ પર જઈ ફાયરિંગ શીખી શકે.

રિવોલ્વરની કિંમત ૩૫,૦૦૦ રૂ. થી ૧,૫૦,૦૦૦ લાખ રૂ. હોય શકે. તે વજનમાં હલ્કી અને એક્યુરેટ હોવી જોઈએ.

તમારે હેન્ડગન (રિવોલ્વર/ પિસ્તોલની પરમીટ લેવી હોય તો લગભગ હજાર રૂપિયાની ફી આપવી પડે છે. ગુજરાતીઓ રિવોલ્વરથી ખૂબ દૂર રહે છે. પંજાબમાં બાળક નાનપણથી જ પિસ્તોલના રમકડાંથી રમે છે. મોટો થાય એટલે આર્મીમાં જોડાય છે. જો નાના-મોટા ગુના કરતો થાય તો બિશ્નોય બની જાય છે...! કાર અને વિમાનના રમકડાં રમતું ગુજરાતી બાળક મોટું થઈ કારના સ્વપ્નો સેવે છે. વિમાની પ્રવાસ પણ કરે છે. જો એને ફક્ત ગીલ્લીડંડામાં જ રસ હોય તો મોટો થઈ સરસ દાંડિયારાસ રમતો થઈ જાય છે !

ચાલો, આપણે રિવોલ્વરની બ્રાન્ડ વિશે જાણીએ, ''નિરભીક'' નામની રિવોલ્વર એક લાખ બાવીસ હજારની થાય છે. કાનપુરની ઓર્ડનાન્સ ફેકટરી તે બનાવી છે. તે બિલ્ડરોની માનીતી છે. સૌથી સસ્તી લીગલ ગન ૦.૨૨ કેલિબર ''નિડર'' પાત્રીસ હજારની થાય છે. એ ભારતની સૌથી ઓછા વજનની ગન છે. સામાન્ય રીતે રિવોલ્વરમાં છ રાઉન્ડ (ગોળી) હોય છે પણ નિડરમાં આઠ રાઉન્ડ લૉડ થઈ શકે છે.

એક સર્વે પ્રમાણે ભારતમાં લીગલ ગન્સ એક કરોડ જેટલી છે અને ગેરકાનુની ગન્સ લગભગ ૧૦ કરોડ જેટલી છે...!

શાર્પ શૂટરો ગનની ઉપર ટેલિસ્કોપ લગાવે છે જેથી લાંબા અંતરથી શ્યોર શોટ લઈ શકાય છે.

ગુજરાતી યુવાનોએ રાઈફલ ક્લબમાં થોડુ શીખવું જોઈએ. શૂટિંગ એક સરસ હોબી છે. જીમમાં જઈ બોડી બનાવો છો તો જરા રિવોલ્વર તો પાંચ મિનિટ ઊંચકી જૂઓ. છ રાઉન્ડ ભરેલી પિસ્તોલને સીધો હાથ રાખી ઊભા રહેજો એટલે ખબર પડશે કે સ્ટેમિના કોને કહેવાય...!

વિશ્વની શ્રેષ્ઠ પિસ્તોલ ''ગ્લોક ૧૭'' છે. તે સરળ, અસરકારક, ઘાતક અને એક્યુરેટ છે. સિગ સોર ઘ ૨૨૬, કોલ્ટ એમ ૧૯૧૧ એ૧, સ્મિથ એન્ડ વેસન, બેરેટા, રૂગર રેન્ગલર વગેરે વિશ્વની ટોપ ક્લાસ રિવોલ્વર છે.

ભારતની ટોપ પિસ્તોલ બ્રાન્ડમાં વેબલી, ગ્લોક, લખનૌની ઈન્ડિઆ આર્મ્સ, ઓર્ડનાન્સ ફેકટરીની ''નિર્ભિક''નો સમાવેશ થાય છે. તમે ૦.૩૨ ઈંચ રિવોલ્વર કે મોડિફાઈડ ૦.૩૨ ઈંચ પિસ્તોલ પણ વસાવી શકો છો.

અને છેલ્લે એક વાત રાખજો. જો તમને ગોળી લાગે તો શું કરશો ? પિસ્તોલમાંથી નીકળેલી ગોળી ૨૦૦૦ કિ.મી.ની સ્પીડે આગળ વધે. તેની આ ઝડપી ગતિ અને નાના કદને કારણે તે શરીરના ભાગ પર જબરજસ્ત દબાણ આપી સોસરવી નીકળી જાય છે. તે હાંડકાંને, પેશીઓને અને નસોને છેદીને બીજી બાજુથી બહાર નીકળે છે. લોહીના ફૂવારા છૂટે છે. ૧૦ માંથી ૯ ઘાયલ વ્યક્તિઓ આ લોહીના વહેવાથી મૃત્યુ પામે છે...!

તમે ગોળીના છેદ પર નાનું કપડું મૂકી ઉપર મોટો ગોજ મુકી દો. લોહી ગંઠાઈ જશે. તાત્કાલિક ૧૦૮ ની મદદ લઈ સારવાર લો. શરીરમાં ગોળી રહી જાય તો પણ વર્ષો સુધી જીવી શકાય છે.


Google NewsGoogle News