'ડોક્ટર, મારી દીકરીને તમે દીકરો બનાવી આપશો?'
- પુરુષને પૂર્ણ સ્ત્રી બનાવતા અને સ્ત્રીને સંપૂર્ણ પુરુષ બનાવતાં સેક્સ ચેન્જ ઓપરેશનની આંટીઘૂંટી
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- અમેરિકામાં અત્યાર સુધીમાં 12000થી વધુ લોકો જાતીય પરિવર્તન માટેનું ઓપરેશન કરાવી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારના ઓપરેશન કરનારની સંખ્યા સેંકડોની છે.
કોઈ ફુલફટાકડી કન્યા પહેરે તેવા ચમકદમક વાળા વસ્ત્રો, જાતજાતના આભૂષણો, આકર્ષક મેકઅપ, લાલચટક લિપસ્ટિક, પર્મ કરેલા ખભા સુધી લહેરાતા વાંકડિયા ઝુલ્ફા... કોઈ વ્યક્તિનું આવું વર્ણન સાંભળતા જ આંખ સામે લટકા ચટકા કરેલી રૂપયૌવનાની છબી તરવરે... પરંતુ કોઈ તમને એમ કહે કે આ વર્ણન તો એક પુરુષનું છે તો તમને નવાઈ લાગે કે નહીં? બિધાન બરૂઆ છોકરીનાં કપડાં પહેરે તો બિલકુલ આવો જ રૂપાળો દેખાય.
ટ્રાન્સ સેક્સ્યુઅલની સૃષ્ટિ નિરાળી છે. ભારતમાં આ પ્રકારનો સેક્સ ચેન્જ ઓપરેશનનોે પોતાનું જાતીય પરિવર્તન કરાવ્યું છે. આ પહેલો કેસ નથી અનેક સ્ત્રી પુરુષે પોતાનું જાતીય પરિવર્તન કરાવ્યું છે.
થોેડાં વરસ પૂર્વેની વાત છે મુંબઈમાં ખાનગી ક્લિનીક ધરાવતા ડોક્ટર શાનબાગ તેમની કેબીનમાં એક સ્ત્રી પેશન્ટને તપાસતા હતા. ગાયનેકોલોજીસ્ટ હોવાને નાતે તેમના ક્લિનિકમાં સ્ત્રી પેશન્ટોેની સંખ્યા વધારે હોેય એ સ્વાભાવિક છે. તેમાંય મોટાભાગના લગ્ન થયાને વર્ષો વીતી ગયા છતાં સંતાન થયું ન હોય એવી ફરિયાદ સ્ત્રી દર્દી વધારે રહેતી.
એક સાંજે તેમની રિસેપ્શનીસ્ટે ડોક્ટરની કેબીનના બારણે ટકોરા મારી અંદર આવવાની રજા લઈને ડોેક્ટરને ખબર આપ્યા કે બહાર કોઈ વિદેશી સ્ત્રી આવી છે અને તમને જલ્દી મળવા માગે છે. પેશન્ટને બેસાડવાની સૂચના આપી ડોક્ટર ફરી પેશન્ટને તપાસવામાં લાગી ગયા. આ પેશન્ટને પતાવી ડોેક્ટરે બેલ મારી એટલે રિસેપ્શનીસ્ટે પેલી વિદેશી સ્ત્રીને અંદર જવા ઈશારો કર્યો. બારણું હડસેલી પેલી સ્ત્રી જેવી અંદર પ્રવેશી કે તરત જ ડોેક્ટરે ઊભા થઈને હાથ લંબાવતા કહ્યું : 'હલ્લો, મિસ્ટર બાર્નેટ...' પેલી રિસેપ્શનીસ્ટ તો 'મિસ્ટર' શબ્દ સાંભળીને ચોંકી ગઈ. બે મિનિટ વિચારવા લાગી કે ડોેક્ટરે કંઈ બાફ્યું તો નથી ને, કારણ કે પેલી વ્યક્તિ ગોરો વાન અને તંદુરસ્ત છતાં કમનીય કાયા ધરાવતી વિદેશી સ્ત્રી જ દેખાતી હતી. હા, જીન્સ પર શર્ટ પહેર્યું હતું. ખભા સુધી ઝૂલતા વાળ હતા અને હોઠ પર લાલ ચટક લિપસ્ટિક લગાવીને ઓછો મેકઅપ પણ કર્યો હતો. તેના ખૂલતા શર્ટ નીચેથી સ્તનનો ઊભાર સુદ્ધાં પારખી શકાતો હતો. છતાં પણ ડોક્ટરે તેને 'મિસ્ટર' કરીને કેમ સંબોધી?
રિસેપ્શનીસ્ટની આ શંકાનું સમાધાન પેલી લેડી પેશન્ટ ગયા પછી કરતાં ડોક્ટરે કહ્યું કે હમણાં મળવા આવનાર વ્યક્તિ સ્ત્રી વેશમાં આવેલો ગોેવાનો એક પુરુષ હતો અને તેનું નામ છે. ગ્લેન બાર્નેટ અને તે પુરુષમાંથી સ્ત્રી બનવા માગે છે!
આ તો થઈ ડિસેમ્બર મહિનાની વાત. ત્યાર પછીના સાતમા મહિને એ વિદેશી સ્ત્રી જેવો દેખાતો ગ્લેન બાર્નેટ નામનો પુરુષ હવે સંપૂર્ણ સ્ત્રી બની ચૂક્યો છે. ડોેક્ટર શાનબાગે અઢી કલાકનું ઓપરેશન કરીને તેને પુરુષમાંથી સ્ત્રી બનાવીને સર્જનહારની ભૂલ સુધારી લીધી હતી.
'ગ્લેન એક અનવેડ મધર (અપરિણીતા મા) થી જન્મ્યો છે. બાળકને જન્મ આપી તેની માતા નર્સિંગ હોમમાંથી ચાલી ગઈ હતી. ત્યાર પછી આ બાળકનો ઉછેર ખ્રિસ્તી સાધ્વી દ્વારા થયો હતો. ગોવાના એક નિ:સંતાન એંગ્લો-ઈન્ડિયન દંપતિએ ગ્લેનને દત્તક લઈ ઉછેરીને મોટો કર્યો. છોકરો હોવા છતાં બચપણથી એ છોકરીઓના કપડાં પહેરવાની આદત ધરાવતો. મેટ્રિક પાસ કરી મુંબઈની હોસ્ટેલમાં રહી તેણે સેફિયા પોલીટેક્નિકમાં કેટરીંગ કોેર્સનોે ડિપ્લોમાં મેળવ્યો હતો. તાજમહલ હોટેલથી માંડીને બહેરીનની ફાઈવસ્ટાર હોટેલમાં વેઈટર તરીકે (થોડો સમય વેઈટ્રેસ તરીકે પણ) નોકરી કરી ચૂકેલો ગ્લેન ગલ્ફ દેશમાં હતોે ત્યારે સ્ત્રી બનવાની અદમ્ય ઝંખના જોર કરવા લાગી. તેને લાગવા માંડયું કે પોેતાનો સ્તન પ્રદેશ વિકસી રહ્યોે છે.
આ ફેરફારથી ખુશ થઈને તેણે સ્તનનો ઉભાર વધારવા હોર્મોન્સની વધુ ટીકડીઓ ખાવા માંડી.
છેવટે જાતીય પરિવર્તનનો નિર્ણય કરી સિંગાપુર, ઓસ્ટ્રેલિયા બધે રખડીને છેવટે મુંબઈ આવ્યો. આ માહિતી આપતા ડોેક્ટર શાનબાગ એક વાત પર ભાર મુકતા ઉમેરે છે કે આ વ્યક્તિની અમે કડક સેક્સ ટેસ્ટ લીધી ત્યારે જેનેટિક્સ અને ક્રોમોસોમ્સની દ્રષ્ટિએ સંપૂર્ણ પુરુષ જ હોવાનું બહાર આવ્યું. પરંતુ તેનો સ્તનપ્રદેશ એટલો બધો વિકસેલો હતો કે કોેઈ સ્ત્રીનેય ઈર્ષ્યા થાય... આ પુરુષની સ્ત્રી બનવાની ઉત્કંઠા કેટલી તીવ્ર છે તે જાણવા છ મહિના તેને સાયન હોેસ્પિટલના સાઈક્રીએટ્રિક વોેર્ડમાં ડોેક્ટરેની દેખરેખ હેઠળ રાખ્યો હતો. ત્યાર પછી પણ સ્ત્રી બનવાની તીવ્રતા મંદ પડી નહીં ત્યારે અમે પરિવર્તનનો પ્રયોગ હાથ ધર્યો. 'સેક્સ ચેન્જ' અથવા જાતીય પરિવર્તન તરીકે ઓળખાતી ઓપરેશન પધ્ધતિ કંઈ હવે નવી નથી રહી. ભારતમાં આવા વીસેક કિસ્સા નોેંધાઈ ચૂક્યા છે.' કેટલીક વ્યક્તિએ સેક્સ ચેન્જનું ઓપેરશન વિદેશમાં જઈને કરાવ્યું હોય અને વાત ગુપ્ત રાખી હોય એવું પણ બની શકે.
સામાન્ય રીતે ગર્ભ ત્રણ મહિનાનો હોય તે જ વખતે જન્મનાર બાળકની જાત નક્કી થઈ જાય છે. પરંતુ કેટલીક વ્યક્તિની સાથે કુદરત એવી શરારત કરી જાય છે કે યુવાનીના ઊંબરે પહોંચી ગયેલા છોકરાને મોડે મોડે છોકરી બનાવવાની અદમ્ય ઝંખના થઈ આવે છે. કેટલીક વાર બાળક ધીરે ધીરે મોટું થાય એટલે તેના શરીરમાંની આ વિસંગત રચના એક યા બીજી રીતે છતી થવા માંડે છે.
ઓરિસ્સાના બહેરામપુરમાં તો ટ્રાન્સસેક્સ્યુઅલનો એક વિચિત્ર કિસ્સો બન્યો છે. બે બહેનપણીઓમાંથી એકે ૨૧ વર્ષની વયે જાતિય પરિવર્તન કરાવ્યું અને તેની ૧૬ વર્ષની સખી સાથે જ લગ્ન કરી લીધાં! જ્યારે કર્ણાટકના બંગારપેટ શહેરનોે લક્ષ્મણ નામનો યુવક ૨૨ વર્ષે 'ગર્ભવતો' બન્યો. એ પણ ટ્રાન્સસેક્સ્યુઅલનો જ કિસ્સો હતો. જો કે આવા કિસ્સાને ડોક્ટરો ટ્રાન્સસેક્સ્યુઅલ કરતાં હર્મોફ્રોેડાઈટ તરીકે વધુ ઓળખે છે. જેની છણાવટ આપણે પછી કરીશું.
લક્ષ્મણને સામાન્ય પુરુષ જેવી એક જનેન્દ્રિય હતી. પરંતુ સાથે સાથે સ્ત્રીઓને હોેય છે એવોે યોેનિમાર્ગ પણ હતો! લક્ષ્મણના શરીરમાં કુદરતે આ વિચિત્ર ગોઠવણ કરી છે તેની તેના માતા-પિતા સિવાય કોઈને ય ખબર નહોતી. લક્ષ્મણ પોતે જાતીય જીવન વિશે અને પુરુષ કે સ્ત્રીની જનનેન્દ્રિય વિશે ઝાઝુ જાણતો ન હોવાથી તેણે પોતાના શરીરમાં રહેલી આ વિચિત્રતાને ક્યારેય પીછાણી ન હતી.
પાંચમાં ધોેરણમાં આવ્યો ત્યારથી બીજી છોકરીઓની માફક લક્ષ્મણને પણ માસિક સ્ત્રાવ થવા લાગ્યો. ઘણા વડીલો તેમના સંતાનને કોઈ શારીરિક ખોડ હોય તો સમયસર ઈલાજ કરાવતા નથી. પુત્ર મોટો થતાં તેની હાલત કેવી થશે એનો ક્યારે પણ લક્ષ્મણના માતા-પિતાએ ગંભીરતાથી વિચાર જ કર્યોે નહોતો. સાતમા ધોરણ પછી ભણવાનું છોડીને તે એક હોટેલમાં નોકરી કરવા માંડયો. ચાર-પાંચ વર્ષ એકની એક હોટેલમાં નોકરી કરતાં રહીને તેણે માલિકનોે વિશ્વાસ સંપાદન કરી લીધો. કેટલીક વાર મોડી રાત સુધી તે હોટેલમાં જ રહેતો અને માલિકની સાથે જ સૂઈ જતો.
લક્ષ્મણ બાવીસ વર્ષનો થયો ત્યારે એક દિવસ પેટમાં સખત દુખાવો ઉપડવાની ફરિયાદ કરી. હોટેલમાંથી થોેડા દિવસ રજા લઈને આરામ કરવા તે ઘેર રહ્યો, પુત્રના, હાવભાવ જોઈને લક્ષ્મણની માતા શંકા સેવવા લાગી કે રખેને તેનોે દીકરો ગર્ભવતી બન્યો હોત તો? તેણે તો રીતસરની ગર્ભપાત કરાવવા માટે વપરાતી દેેશી દવાઓ લક્ષ્મણને ફરજિયાત ખવડાવવા માંડી. દિવસોે વીતતા ગયા. એક દિવસ લક્ષ્મણની તબિયત અચાનક બગડી જતાં તેને કોેલાર ગવર્નમેન્ટ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. લક્ષ્મણને તપાસી લીધા પછી ડોક્ટરોએ બધાના આશ્ચર્ય વચ્ચે નિદાન કર્યું કે આ યુવકને ગર્ભ રહ્યો હતો અને અમુક દવાના કારણે ગર્ભ સુકાઈ ગયો. તેમણે લક્ષ્મણના માતા-પિતાને એવી સલાહ પણ આપી કે લક્ષ્મણનું ઓપરેશન કરાવી તેને 'લક્ષ્મી' બનાવી દો!
એક ગાયનેકોલોજિસ્ટે જણાવ્યું તેમ કુદરતે કરેલી માનવ રચનામાં મુખ્યત્વે ચાર વિસંગતી જોવા મળે છે. જેમાં સજાતીય સંબંધો બાંધનારા હોેમોસેક્સ્યુઅલ અને લેસ્બિયન મહિલાઓ વિશે તો આપણે જાણીએ છીએ. પરંતુ બીજા ત્રણ વર્ગીકરણમાં હર્માફ્રાડાઈટ, ટ્રાન્સ વેસ્ટાઈટ અને ટ્રાન્સસેક્સ્યુઅલના પ્રકાર આવે છે.
હર્મો ફોડાઈટ એટલે એવા પ્રકારનો કિસ્સો જેમાં એક જ વ્યક્તિ પુરુષ અને સ્ત્રી તરીકેના ગુણો તેમજ અવયવો બંને ધરાવતી હોય છે. આવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે. કેટલીક વ્યક્તિને પુરુષ જેવા વૃષણ પણ હોય છે. અને સ્ત્રી જેવું અંડાશય પણ હોય છે. તો કેટલાક પુરુષ પૂરેપૂરા મર્દ હોવા છતાં તેને સ્ત્રીના જેવો નાજુક, ભરાવદાર સ્તનપ્રદેશ હોય છે.
માના ઉદરમાં રહેલા ગર્ભનો જ્યારે વિકાસ થતો હોય છે ત્યારે ક્રોેમોસોમ (રંગ સૂત્રો)ના આધારે કુદરતી પ્રક્રિયાથી જ તેની જાતિ પણ નક્કી થતી જાય છે. સામાન્ય રીતે એકવાર જાતિ નક્કી થઈ ગયા પછી જાતિના અવયવો વિકસતા નથી.
૧૯૦૧ની સાલમાં મેકલિંગ નામના તબીબી વિજ્ઞાાનીએ પહેલીવાર જાહેર કર્યું કે દરેક વ્યક્તિ અમુક ચોક્કસ પ્રકારના ગુણો ધરાવે છે. તેને માટે શરીરના રંગસૂત્રો જવાબદાર છે. 'સેક્સ ક્રોમોસોમ' તરીકે પણ ઓળખાય છે. દરેક વ્યક્તિ જન્મ સમયે તેની માતા પાસેથી ૨૩ રંગસૂત્રો અને પિતા પાસેથી ૨૩ રંગસૂત્રો લઈને જન્મે છે. આ રંગસૂત્રોેના જોેડકામાં માતા તરફથી x પ્રકારનાં રંગસૂત્રો જ મળે છે.
જ્યારે પિતા તરફથી મળતા રંગસૂત્રો x અથવા Y પ્રકારના હોય છે. બીજ ફલિત થાય ત્યારે માતાના x રંગસૂત્ર સાથે પિતાના પણ ટ રંગસૂત્ર નું જ મિલન થાય તોે પુત્રી જન્મે છે. અને માતાના x રંગસૂત્ર સાથે પિતાના Y રંગસૂત્ર મળે તો પુત્ર જન્મે છે.
અપવાદરૂપ કિસ્સામાં (દર એક લાખે એકાદ કિસ્સામાં) જન્મનાર બાળક ‘XY' રંગૂસત્રોના મેળાપને બદલે XXY જોડકાનાં રંગસૂત્રો લઈને જન્મે છે. આવું બને ત્યારે જે રંગસૂત્રોના પ્રભાવ વધારે હોય તે જાતિ બાળકને મળે છે. XXY ના જોડકાને લીધે બાળક પુત્ર કે પુત્રી તરીકે જન્મે પછી રંગસૂત્રનોે પ્રભાવ ઘટવા માંડતા તેના શરીરમાં ફેરફાર થાય છે તે જન્મ્યો હોય તે જાતિ કરતાં તે બીજી જાતિ (છોકરો હોય તો છોકરી અથવા છોકરી હોય તો છોકરા) માં પોેતાનું પરિવર્તન થાય તેવી ઈચ્છા રાખે છે. તેનોે વહેવાર પણ બીજી જાતિ જેવો હોય છે.
સેક્સ ચેન્જ કરાવવાની ઈચ્છા ઘણીવાર આખા કૂટુંબને પાયમાલ કરે છે. પરણેલો પુરુષ કે સ્ત્રી જાતીય પરિવર્તન કરાવે ત્યારે બાકીના કુટુંબીઓની શી હાલત થતી હશે? ભાઈ કે બહેન કે દીકરો કે દીકરી તરીકેના સંબંધ ઊલટતપાસ થઈ જાય છે!
ભારતમાં ટ્રાન્સસેક્સ્યુઅલ વ્યક્તિઓની સમસ્યાઓ હજુ એટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું નથી. પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં આ સમસ્યા ઘણી વ્યાપક બની ચૂકી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૨૦૦૦ થી વધુ લોકો જાતીય પરિવર્તન માટેનું ઓપરેશન કરાવી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારના ઓપરેશન કરનારની સંખ્યા સેંકડોની છે. જો કે સેક્સ ચેન્જના ઓપરેશન કરવા માટેના વિશ્વના શ્રેષ્ઠ ડોેક્ટરો સર્જનોનો લાભ ઓસ્ટ્રેલિયામાં મળતો હોવાનું મનાય છે.
મોટાભાગના ટ્રાન્સસેક્સ્યુઅલ કેસમાં પુરુષમાંથી સ્ત્રી બનવાના ઓપરેશન જ વધુ થાય છે. એક જાણીતા સર્જન કહે છે : 'એક પુરુષને સ્ત્રી બનાવવી હોય તો ચારથી પાંચ ઓપરેશન બસ થઈ પડે છે. પરંતુ એક સ્ત્રીને પુરુષ બનાવતા સાત-આઠ ઓપરેશન કરવા પડે. તેમાંય મૂળ સ્ત્રી શરીર પરના સ્તનનો ભાગ કાઢી નાખી નીચે લીંગ બેસાડવું તે ખાસ ચીવટ માગી લેતું કામ છે....' પૂરતી ચીવટ લીધા પછી પણ એક સ્ત્રી પુરુષ બની જાય તો પણ દરિયા કિનારે શર્ટ કાઢીને છૂટથી ફરી શકતો નથી. છાતી પરની કાપકૂપની નિશાનીઓ ઓપરેશનની વાત ઉઘાડી પાડી દે છે.'
અમેરિકામાં ટ્રિનિડાડ ખાતે પ્રેક્ટિસ કરતાં ડોેક્ટર સ્ટેનલી બાઈબર પણ શાન રત્નમની માફક દાવો કરે છે કે તે દર વર્ષે ૧૦૦થી વધુ સેક્સ-ચેન્જ ઓપરેશન કરે છે. 'મારા ક્લિનીકમાં સવારે નવ વાગ્યે આવનોરો પુરુષ બપોરે ૧૨ વાગ્યે સ્ત્રી બનીને બહાર નીકળે છે અથવા સ્ત્રી સત્વરે પુરુષ બનીને બહાર આવે છે.
આને કહેવાય
અજબ ગજબની દુનિયા!!