Get The App

સીઈઓ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ વચ્ચે સંવાદ જરૂરી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
સીઈઓ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ વચ્ચે સંવાદ જરૂરી 1 - image


- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- કંપનીના સીઈઓ અને બોર્ડ વચ્ચે ખુલ્લાપણું હોય તો ઘર્ષણ ટાળી શકાય છે. બંને પક્ષે વાસ્તવિક સ્થિતીને સમજીને નિર્ણયો થાય તે યોગ્ય છે.

૧૯ ૯૩ની શરૂઆતમાં આઈબીએમ કંપનીના સીઈઓ (સર્વોચ્ચ વડા) જ્હોન એર્કસે નિવેદન કર્યું કે આઈબીએમ કંપની તેના માળખામા મૂળભૂત ફેરફારો કરવાનું વિચારે છે. અને મારું તે માટે સમર્થન છે. આ માટે આઈબીએમનું બોર્ડ સીઈઓ તરીકે મને અને મારી મેનેજમેન્ટને ટેકો આપે છે. જાન્યુઆરી ૧૯૯૩ની શરૂઆતમા જ્હોન એર્કસે આ નિવેદન કર્યું હતું એ તેમણે જાહેર કર્યું કે આઈબીએમને છોડવાનો મારો બીલકુલ ઇરાદો નથી. બોર્ડના સૂચન પ્રમાણે ૨૬મી જાન્યુઆરી ૧૯૯૩ના રોજ જ્હોન એર્કસે આઈબીએમમાથી રાજીનામુ આપ્યુ એમને ફાયર (કાઢી મુકવું) કરવાને બદલે રાજીનામુ માનવાની તક પૂરી પાડી. એર્કસે રાજીનામુ આપવું પડયું.

ઇ.સ. ૧૯૮૮મા અમેરીકાની વિરાટ કાર કંપની જનરલ મોર્ટસે તેના ઇતિહાસમા અભૂતપૂર્વ ગણાય તેવો ૪.૯ બીલીયન ડોલર્સનો નફો કર્યો, તે પછીના ત્રણ વર્ષ પછી કંપનીએ ૪.૫ બીલીયન ડોલર્સની રેકોર્ડ ખોટ કરી. કંપનીએ તેના સીઈઓ તેમજ બોર્ડના ચેરમેનને બંનેને દૂર કર્યા અને નવા બોર્ડ અને કંપનીના નવા સીઈઓની નીમણુક કરી.

ભારતમા પણ બોર્ડ ઓફ ડાયરેકટર્સ નિષ્ફળ ગયેલા કે પોતાનું કહ્યું નહી માનતા સીઈઓને રૂખસદ આપે છે. સત્તા આગળ શાણપણ નકામુ છે પરંતુ અમેરીકામા જેમ બન્યું કે સીઈઓની નીમણુક બાબતે સીઈઓએ જ બોર્ડને બરખાસ્ત કર્યું હોય તેવું બહુ ઓછી વાર બને છે. બોર્ડ ઓફ ડાયરેકટર્સ કંપનીના વડાને કાઢી મુકે અને કંપનીના સ્થાપક જે સીઇઓ તરીકે કામ કરતા હોય તેને કાઢી મૂકે એ બન્ને બાબતોમાં ફેર છે. એપલ કંપનીના સ્ટીવ જોબ્સે તેમની જગવિખ્યાત એપલ કંપનીની સ્થાપના ૧૯૭૬મા કરીને જગતમા માહિતીયુગની શરૂઆત કરી. ટેલીકોમ્યુનીકેશન્સ અને કોમ્પ્યુટર્સના ક્ષેત્રમા તેમની કંપની 'વર્લ્ડ લીડર' બની ગઈ. સ્ટીવ જોબ્ઝને એપલ કંપનીના સીઈઓ અને કંપનીના બોર્ડ સાથે ગંભીર મતભેદો ઉભા થયા અને કંપનીના બોર્ડ અને તેના સીઈઓ જ્હોન સ્કીલએ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્ઝ (૧૯૫૫-૨૦૧૧)ને કાઢી મુક્યા. સ્ટીવ જોબ્ઝ અને સ્ટીવ વોઝનીઆકે ભેગા મળીને ૧૯૭૬મા એપલ કંપનીની સ્થાપના કરી હતી. કરીશ્માયુક્ત વ્યક્તિત્વ અને લીડરશીપ ધરાવતા સ્ટીવ જોબ્ઝનુ માત્ર ૫૬ વર્ષે જ પેનકીઆસીસના કેન્સરથી મૃત્યુ થયું. તેઓ વીઝનરી અને જીનીયસ હતા અને આઈપોડ અને આઈફોનની ક્રાંતિકારી શોધો તેમણે કરી હતી. 

કંપની જગતમા પણ બોર્ડ ઓફ ડાયરેકટર્સ ઘણીવાર તદ્દન ખોટા સીઈઓની નીમણુક કરીને કેન્સરસ ગ્રોથ માનીને દૂર કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેમ કરવાથી કંપનીની આબરૂ કે પ્રતિષ્ઠા ઘટી જાય છે. કંપનીની કામગીરી બે ત્રણ વર્ષ માટે સારી ના હોય તેમા મોટાભાગના કારણો કંપનીના કાબુમા ના હોય તેવા વૈશ્વિક કે રાષ્ટ્રીય પરિબળો જવાબદાર હોય છે. કંપનીની ખરાબ કામગીરીનો દોષ સીઈઓ અને તેમની ટીમ પર ઢોળી દેવાની વૃત્તી લાંબાગાળે કંપનીને નુકશાન કરે છે. ભારતમા સરકાર દ્વારા સંચાલિત લગભગ દરેકે દરેક કંપનીઓના સીઈઓને સરકારી તંત્રની બ્યુરોક્રેટીક વર્તણુકથી હેરાનગતી ભોગવવી પડે છે તેમ તેમની સાથેની વાતચીતો પરથી જણાય છે. સરકારી બોર્ડનો 'પેટ્રોમાઇઝીંગ એટીટયુડ' સીઈઓની સ્વાયત્તતાની આડે આવે છે.

હવે પછી સરકાર નીમેલા બોર્ડનો બ્યુરોક્રેટીક અભિગમ યુનિવર્સિટીઓના બોર્ડ ઓફ મેનેજમેન્ટમા જોવા મળશે એમ લાગે છે. મોટેભાગે કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટર્સમા કંપનીના સીઈઓનો પણ સમાવેશ થાય છે. બોર્ડ જ્યારે સીઈઓને દૂર કરવાનો નિર્ણય લે છે ત્યારે બોર્ડના સભ્ય તરીકે સીઈઓની સ્થિતિ બહુ કફોડી થઈ જાય છે. સીઈઓ જ્યારે બોર્ડ ઓફ ડાયરેકટર્સનો પણ સભ્ય હોય તો તે કંપનીમા સત્તા ભોગવે છે અને કેટલીકવાર કંપનીના સર્વેસર્વા બની જાય છે. એક સીઈઓએ જણાવ્યું કે કોવિડના કપરા સમયમા પણ અનેક કંપનીઓના બોર્ડ ઓફ ડાયરેકટર્સ સીઈઓ પાસે મોટા વેચાણ અને મોટા નફાની આશા રાખતા હતા અને અમને એવા સલાહ સૂચનો આપતા હતા કે કોવિડકાળમા તેનો અમલ જ શક્ય ના હોય. બોર્ડ તો મહીનામા એક જ વખત મળે છે પરંતુ અમે ૨૪ કલાક કંપનીના 'ટચ'મા રહીએ છીએ તેથી ઘણીવાર બોર્ડના સલાહ સૂચનોને અમે બહુ મહત્ત્વ આપતા નહી. બોર્ડ એમ માને છે કે વચનેષુ કીમ દરિદ્રતા !! તો અમે પણ તેમના અવ્યવહારૂ સૂચનોને એક કાનથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખીએ છીએ. આ કારણોથી બંને પક્ષે તંગદિલી વધે છે.


Google NewsGoogle News