Get The App

હુસૈનીવાલાઃ યે ધરતી હૈ બ‌લિદાન કી! .

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
હુસૈનીવાલાઃ યે ધરતી હૈ બ‌લિદાન કી!                          . 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- પંજાબ-પા‌કિસ્તાવન સરહદે આવેલા હુસૈનીવાલાની માટીમાં સ્વાાતંત્ર્ય વીરોનું સમર્પણ અને લશ્ક-રના વીર સપૂતોનું રક્ત ભળેલું છે.

- આ પાવન ભૂ‌મિ પર સ્વસતંત્રતા સંગ્રામની તવારીખમાં અમર બની ગયેલી શહીદ ‌ત્રિપૂટી ભગત‌ સિંહ, ‌શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરની સમા‌ધિ છે, જેને રાષ્ટ્રી ય શહીદ સ્મારકનો દરજ્જો આપવામાં આવ્યો છે.

પંજાબના લુ‌ધિયાણા શહેરથી પ‌શ્ચિમ ‌દિશામાં આશરે દોઢસો ‌કિલોમીટરનો મોટર પ્રવાસ કરો, એટલે સતલજ નદીના કાંઠે વસેલા હુસૈનીવાલા પહોંચાય છે. આ ગામનો ભૌગો‌લિક સાથરો ખાસ લાંબો-પહોળો નથી, પણ ઇતિૈહાસમાં તેનાં મૂળ દૂર સુદૂર ફેલાયેલાં છે. આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામેની લડત દરમ્યાવન તેમજ આઝાદી જાળવી રાખવા માટે પા‌કિસ્તાોન સામેની સશસ્ત્રા લડાઈમાં હુસૈનીવાલા ફોકસમાં રહ્યું હતું. આથી અહીંની માટી બ‌લિદાનની છે. સ્વા્તંત્ર્ય વીરોનું સમર્પણ તથા ભારતીય લશ્કફરના વીરગ‌તિ પામેલા સપૂતોનું રક્ત તેમાં ભળેલું છે. ક‌વિ પ્રદીપની પેલી કાવ્યન પં‌ક્તિના ‘ઇસ ‌મિટ્ટી સે ‌તિલક કરો...’ શબ્દો્ હુસૈનીવાલાની માટીને અર્થપૂર્ણ રીતે લાગુ પડે છે.

આમ છતાં ખેદની વાત એ કે બોર્ડર ટૂ‌રિઝમના નામે દેશના બહુધા પર્યટકોનો ધસારો પંજાબના અમૃતસર શહેરની ભાગોળે વાઘા-અટારી ખાતે થાય છે. મોટા ભાગના લોકો જાણતા જ નથી કે વાઘા-અટારીની જેમ હુસૈનીવાલામાં પણ દરરોજ સાંજે ભારતના અને પા‌‌કિસ્તાીનના સૈ‌નિકો ‌રિટ્રીટ સે‌રિમની કહેવાતી લશ્કવરી કવાયત યોજે છે. બન્નેા દેશોના જવાનો ‘આમને-સામને’ આવી શ‌ાક્તિ પ્રદર્શન દાખવે છે. રોફદાર કૂચ કરે છે અને સૂર્ય આથમતા પહેલાં પોતપોતાનો રાષ્ટ્રજધ્વસજ માનભેર ઉતારી લે છે. 

હુસૈનીવાલાની મુલાકાત લેવા માટેનું આને જો પહેલું કારણ યા આકર્ષણ ગણો, તો બીજું હજી વધારે ‌વિશેષ છે. આ પાવન ભૂ‌મિ પર સ્વાતંત્રતા સંગ્રામની તવારીખમાં અમર બની ગયેલી શહીદ ‌ત્રિપૂટી ભગત‌ સિંહ, ‌શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરની સમા‌ધિ છે, જેને રાષ્ટ્રી ય શહીદ સ્મારકનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આઝાદી પછી પા‌કિસ્તાપન સામે ૧૯૬પના તથા ૧૯૭૧ના યુદ્ધોમાં હુસૈનીવાલાનું રખોપું કરવા જતાં આપણા સેંકડો બહાદુર જવાનો/અફસરો શહીદ થયા હતા, જેમને મૂક સલામી આપતું યુદ્ધ સ્માારક પણ હુસૈનીવાલા ખાતે ઊભું કરવામાં આવ્યું છે. આમ, સમર્પણ અને શૌર્ય એ બન્નેસ દૃ‌ષ્ટિતકોણે હુસૈનીવાલાનો પ‌રિચય કરવા જેવો છે—અને પ‌રિચય મેળવ્યા પછી શહીદોની એ બ‌લિદાન ભૂ‌મિની એકાદ મુલાકાત પણ લેવા જેવી છે.

■■■

ઇતિદહાસ પણ ઘણી વાર અજબ નાટકીય ખેલ ખેલતો હોય છે. અમુક તમુક ઘટનારૂપી વળાંકોના માર્ગે વ્‌હાક્તિને તે ‌નિયતીએ અગાઉથી નક્કી કરેલા મુકામે સાવ અણધારી રીતે પહોંચાડી દે છે. પંજાબના લ્યાણલપુર ‌જિલ્લાલના નાનકડા ગામ બાંગા ખાતે ૧૯૦૭માં જન્મેચલા ભગત ‌સિંહને માત્ર ૨૩ વર્ષની વયે હુસૈનીવાલાના અં‌તિમધામે પહોંચાડવા માટે ઇતિમહાસે ઘણા બધા વળાંકો લીધા, જે પૈકી પહેલો ટ‌ર્નિંગ પોઇન્ટે ૧૯૧૯માં આવ્યો.

બન્યુંટ એવું કે એપ્રિ લ ૧૩, ૧૯૧૯ના રોજ ‌અંગ્રેજ અમલદાર ‌બ્રિગે‌ડિઅર જનરલ ડાયરે અમૃતસરના જ‌લિયાઁવાલા બાગમાં એકઠી થયેલી મેદની પર બેફામ ગોળીબાર કરાવ્યો. પંદરસોથી વધારે સ્ત્રી -પુરુષો તથા બાળકોને એ જલ્લાકદે ઠંડે કલેજે હણી દીધા. આ દારુણ ઘટના ‌કિશોર વયના ભગત ‌સિંહને હૃદયના ઊંડાણ સુધી સ્પલર્શી ગઈ. અમૃતસરમાં હરમંદિર સાહેબના (ગોલ્ડ્ન ટેમ્પસલના) અમૃત સર કહેવાતા પ‌વિત્ર સરોવરના પાણીની અંજળિ લઈને તેમણે પ્ર‌તિજ્ઞા કરી કે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા—અને તે માટે જીવન સમ‌ર્પિત કરી દેવું પડે તોય વાંધો ન‌હિ.

‌કિશોર વયે ભગત ‌‌સિંહના હૃદયમાં પ્રગટેલી દેશપ્રેમની જ્યોતે વખત જતાં ક્રાં‌તિની જ્વાળાનું સ્વંરૂપ ધારણ કર્યું. અંગ્રેજો ‌વિરુદ્ધ આઝાદીની લડત ચલાવતી ‌હિંદુસ્તાતન સોશ્યા ‌લિસ્ટે ‌રિપ‌બ્લિયકન એસો‌સિએશન નામની પાર્ટીમાં ભગત ‌સિંહ જોડાયા, જ્યાં તેમનો ભેટો બટુકેશ્વર દત્ત, સુખદેવ થાપર, ‌શિવરામ રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ જેવા સ્વા,તંત્ર્ય સેનાની જોડે થયો. ભગત ‌સિંહે તેમની સાથે મળીને સ્વમતંત્રતાની સશસ્ત્રદ ચળવળ આદરી.

આ સરફરોશના જીવનને ઓચિંતતો વળાંક આપનાર બીજો નોંધપાત્ર બનાવ વર્ષ ૧૯૨૮માં બન્યો  કે જ્યારે ‌બ્રિ‌ટિશ‌હિંદની ગોરી સરકારે આપણે ત્યાંષ પોતાની મુનસફી મુજબના કાયદા-કાનૂનો લાગુ પાડવા માટે સાયમન ક‌મિશનનું ગઠન કર્યું. સાત જણાના એ સંગઠનમાં તમામ સભ્યોા અંગ્રેજ હતા. ભારતનું પ્ર‌તિ‌નિ‌ધિત્વિ કરે તેવો કોઈ ભારતીય સભ્યમ ન‌હિ. આ ‌સ્થિપ‌તિ સામે ગાંધીજી સ‌હિત અનેક અગ્રણી આગેવાનોને વાંધો હતો. આથી સાયમન ક‌મિશન ‌વિરુદ્ધ દેશભરમાં અસહકારનો જુવાળ ફૂટી નીકળ્યો. ‘સાયમન ગો બેક!’નાં સૂત્રોચ્ચાકરો સાથે ‌જાહેર પ્રદર્શનો થયાં.

આવું એક પ્રદર્શન ઓક્ટોબર ૩૦, ૧૯૨૮ના રોજ ક‌મિશનના સભ્યોશ લાહોર પહોંચ્યાી ત્યાતરે થયું. ‌વિરોધનો ભારેલો અનિબર   ત્યાં  એવો ભભૂક્યો કે અફરાતફરી મચી. ટોળાને ‌વિખેરવા માટે લાહોરના પુ‌લિસ સુપરિન્ટેન્ડન્ટ જેમ્સ  સ્કોરટે લાઠીચાર્જનો હુકમ ફરમાવ્યો, જેમાં સેંકડો લોકો સાથે રેલીના આગેવાન લાલા લાજપત રાય પણ બૂરી રીતે ઘવાયા. મસ્તકકમાં પુષ્કકળ ઈજા પહોંચી અને કેટલાક ‌દિવસ પછી હો‌સ્પિીટલમાં તેમણે દમ તોડ્યો.

લાલાજીની હત્યાોનો  બદલો લેવા માટે ભગત ‌સિંહ, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદે પુ‌લિસ સુપરિન્ટેન્ડન્ટ જેમ્સા સ્કોાટનો વધ કરવાનો ‌નિર્ણય લીધો. ‌ડિસેમ્બ ર ૧૭, ૧૯૨૮ના રોજ તેઓ ભરી ‌પિસ્તો્લે લાહોર પુ‌લિસ સ્ટેોશને પહોંચ્યાર તો ખરા, પણ સંજોગવશાત્ બન્યું  એવું કે જેને તેમણે પુ‌લિસ સુપરિન્ટેન્ડન્ટ જેમ્સપ સ્કોટટ સમજીને ગોળીઓ વડે હણી નાખ્યો તે અફસર વાસ્તણવમાં આસિરસ્ટવન્ટ  પુ‌લિસ સુપરિન્ટેન્ડન્ટ જ્હોન સાઉન્ડુર્સ હતો.

સમય વીત્યો્. બ્રિ‌ટિશ‌હિંદની સરકારે જ્હોન સાઉન્ડ ર્સની હત્યાત કરવા બદલ ભગત ‌સિંહ, સુખદેવ અને રાજગુરુને ‌ગિરફ્તાર કર્યા. અદાલતમાં ત્રણેય ‌વિરુદ્ધ લાહોર કોન્‌્યપિરસી (ષડ‍‍્યંત્ર) કેસ હેઠળ ખટલો ચલાવ્યો અને ફાંસીની સજા ફરમાવી દીધી.

અદાલતી ચુકાદા મુજબ ફાંસીની ‌નિયત તારીખ માર્ચ ૨૪, ૧૯૩૧ હતી. પરંતુ દેશભરમાં ભગત ‌સિંહ, સુખદેવ અને રાજગુરુ પ્રત્યે  સહાનુભૂ‌તિનો જુવાળ જોતાં તેમજ લાહોર જેલની બહાર ઊમટેલી મેદની જોતાં અંગ્રેજોએ ત્રણેય સપૂતોને એક ‌દિવસ પહેલાં જ ગુપચુપ રીતે ફાંસી દઈ દીધી. લાહોરના જેલરે ત્રણેય જણાના પા‌ર્થિવ દેહને જેલની પાછલી દીવાલમાં ફાંકું પડાવી બહાર કઢાવ્યા, ગાડીમાં મુકાવ્યા અને સતલજ નદીના કાંઠે હુસૈનીવાલા ખાતે સળગાવી દીધા. હુસૈનીવાલા એ રીતે ભગત ‌સિંહ, સુખદેવ અને રાજગુરુનું અં‌તિમધામ-કમ-સમર્પણનું પ્રતીક બન્યુંઊ. 

■■■

વર્ષો વીત્યાંિ. સ્વરતંત્રતા વખતે દેશના ભાગલા પડ્યા. પંજાબ બે ‌હિસ્સેે વહેંચાયું અને હુસૈનીવાલા પા‌કિસ્તાનના ફાળે ગયું. પરંતુ ગામનું ઐતિેહા‌સિક મહત્ત્વ જોતાં તેને પાછું મેળવવા માટે ભારતે ૧૯૬૧માં ફા‌ઝિલ્કા ‌જિલ્લાનાં ૧૨ ગામો પા‌કિસ્તાનને આપી હુસૈનીવાલા મેળવ્યું. જો કે, ચારેક વર્ષ પછી ૧૯૬પના યુદ્ધમાં પાક સૈન્યવએ હુસૈનીવાલા પર સશસ્ત્ર હલ્લોપ બોલાવી તેનો કબજો લેવાનો પ્રયાસ કર્યો. આપણી મરાઠા પાયદળ રે‌જિમેન્ટરના જાંબાઝ યોદ્ધાઓએ ‌શત્રુનો હિંમતભેર સામનો કર્યો. ભીષણ સંગ્રામમાં હુસૈનીવાલા તો શત્રુહાથમાં જતું બચી ગયું,પણ તેનું રખોપું કરવા જતાં મરાઠા રે‌જિમેન્ટૈના જવાનોએ સર્વોચ્ચબ બ‌લિદાન આપવું પડ્યું. ભારતીય ટુકડીના કમાન્ડસર લેફ્ટનન્ટચ-કર્નલ ટેરી નોલન પણ વીરગ‌તિ પામ્યાવ. શહીદોની સ્મૃલ‌તિમાં ભારત સરકારે ૧૯૬૮માં હુસૈનીવાલા ખાતે રાષ્ટ્રી ય શૌર્ય સ્મારક બનાવ્યું. ‌

ત્રણેક વર્ષ પછી ડિસેમ્બ ર, ૧૯૭૧માં ત્રીજું ભારત-પા‌ક યુદ્ધ ફાટી નીકળ્યું ત્યા૬રે હુસૈનીવાલા વળી પાછું ફોકસમાં આવ્યું . આ વખતે શત્રુ લશ્કારે ૧પ ટેન્કો‌ વત્તા બે હજારના શસ્ત્રા સૈન્યનબળ સાથે હુસૈનીવાલા પર આક્રમણ કર્યું. સામી તરફ આપણા જવાનોનું સંખ્યાાબળ કેટલું હતું? ગણીને માંડ અઢીસો જેટલું!

મેજર કંવલજીત ‌સિંહ તથા મેજર શરણજીત ‌સિંહ નામના અફસરોની આગેવાની હેઠળ પંજાબ રે‌જિમેન્ટણની ફક્ત બે કંપનીઓ હુસૈનીવાલામાં તૈનાત હતી. (૧ કંપની = લગભગ સવાસો જવાનો). છતાં ‌આપણા મુઠ્ઠીભર જવાનોએ શત્રુને પડકાર્યા. લો‌હિયાળ લડતમાં ભારતે કુલ પંચાવન યોદ્ધા ગુમાવ્યા. બીજા પાંત્રીસેક જવાનો પા‌કિસ્તાાનના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયા, જેમાં મેજર શરણજીત ‌સિંહ પણ હતા. નસીબનો ક્રૂર ખેલ કે માતૃભૂ‌મિની રક્ષા કરનાર એ શીખ અફસર ફરી ક્યારેય માતૃભૂ‌મિનો ચહેરો જોવા ન પામ્યા . પા‌કિસ્તા ને તેમને આજીવન જેલમાં ગોંધી રાખ્યા.

સરહદે તૈનાત આપણી પંજાબ રે‌જિમેન્ટના બહાદુરો ‌હિંમતભેર લડ્યા, પણ દુર્ભાગ્યેી હુસૈનીવાલાને શત્રુહાથમાં જતું બચાવી ન શક્યા. બીજી તરફ, પા‌કિસ્તાને તે ઐતિદહા‌સિક ગામ મેળવ્યું તો ખરું, પણ ‌ડિસેમ્બાર ૧૭, ૧૯૭૧ના રોજ યુદ્ધ‌વિરામના પગલે તેના લશ્કવર ‌‌ત્યાંોથી પીછેહઠ કરવી પડી. 

■■■

બન્નેહ યુદ્ધોમાં ભારતીય લશ્ક૧રના શેર‌દિલ સપૂતોએ દાખવેલી બહાદુરીના ‌કિસ્સાવ વર્ણવતું યુદ્ધ સ્મા રક આજે હુસૈનીવાલામાં જોવા મળે છે. અહીં જોવા જેવું બીજું આકર્ષણ પંજાબ મેલનું વર્ચ્યુઅલ મોડલ છે. દેશના ભાગલા પડ્યા એ પહેલાં પંજાબ મેલ લાહોરથી મુંબઈ વચ્ચેા ‌નિય‌મિત ખેપ કરનારી સૌથી પ્ર‌તિ‌‌ષ્ઠિાત ટ્રેન હતી. ટ્રેનની આંત‌રિક સજાવટ તથા તેમાં મુલાકાતીઓને કરાવવામાં આવતી લગભગ ૧૨ ‌મિ‌નિટની વર્ચ્યુઅલ રેલ યાત્રા જોવા જેવી છે. અગાઉથી રેકોર્ડ કરી રાખેલા વર્ણન સાથે ‌સ્ક્રીન પર બદલાતાં દૃશ્યો અને ચાલતી ટ્રેનનો અવાજ થોડા સમય માટે યાત્રીને ભૂતકાળમાં લઈ જાય. આ ઉપરાંત દેશની આઝાદી માટે પોતાના જીવનનું બ‌લિદાન આપનારા શહીદોની ગાથા રજૂ કરતો લગભગ ૪૦ ‌મિ‌નિટનો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ચૂકવા જેવો નથી. હુસૈનીવાલાનું વધુ એક આકર્ષણ બોર્ડર ‌સિક્યુ‌રિટી ફોર્સ/ BSF દ્વારા બનાવવામાં આવેલું સંગ્રહાલય છે, જેમાં BSFનું કાર્ય, ઉપલ‌બ્ધિ અને હ‌થિયારો ‌વિશે રસપ્રદ મા‌હિતી મળે છે. શહીદ ભગત ‌સિંહની ‌પિસ્તોલ અને ક્રાં‌તિકારીઓ દ્વારા લખાયેલા પત્રો પણ ત્યાંિ પ્રદ‌ર્શિત કરાયાં છે.

અમૃતસર નજીક આવેલી વાઘા-અટારી સરહદ પર દરરોજ સાંજે ધ્વ્જાવરોહણની રિટ્રીટ સે‌રિમની થતી હોય છે. ‌બિલકુલ એવી જ લશ્કોરી કવાયત હુસૈનીવાલા ખાતે પણ થાય છે. લગભગ ૪૦ ‌મિ‌નિટ સુધી ચાલતી ‌રિટ્રીટ સે‌રિમનીનો આરંભ દેશભ‌ક્તિનાં ગીતો, ભારત માતા કી જય! તથા વંદે માતરમ! જેવા નારાથી થાય ત્યા‌રે વાતાવરણ અનોખા ઉત્સાઆહ-ઊર્જાથી તરબોળ બને છે. ‌નિયત સમયે બ્યૂગલ વાગતાં જ સીમા સુરક્ષા દળના યુ‌નિફોર્મ સજ્જ જવાનો છટાભેર કૂચ કરવા લાગે ત્યાેરે તો રૂંવાડાં ઊભા થઈ જાય અને જોશની લાગણી અનેકગણી વધી જવા પામે. પ્ર‌તિભાવાન BSF જવાનો કૂચ વખતે પોતાના પગને છેક મસ્તગક સુધી ઊંચો લઈ જાય અને પછી જોશપૂર્વક જમીન પર પછાડે છે. ચહેરા પર ક્રોધ વત્તા દેશદાઝના હાવભાવ ઉપસાવે છે. શત્રુને જાણે પડકારતા હોય તેમ પોતાના બન્ને. હાથ ડાબે-જમણે ફેલાવી આંખોના ડોળા શક્ય એટલા મોટા કરે છે. જવાનોનો અંદાજ જરા નાટકીય ઢબનો હોય, પણ પ્રેક્ષકોને તે જોવામાં ભારે મજા પડે છે. લગભગ પોણો કલાકે ‌કવાયત પૂરી થાય ત્યાહરે બન્નેે દેશોના જવાનો પોતપોતાનો ધ્વજ માનભેર ઉતારી, તેને સન્માન સાથે ગડી કરી યોગ્ય સ્થળે લઈ જાય છે. આગામી ‌દિવસે સવારે ફરી ધ્વાજને ઊંચી કાઠીએ લહેરાવવામાં આવે છે.

વાઘા-અટારી ખાતે યોજાતી ધ્વ જાવરોહણની ‌વિ‌ધિ એટલી બધી ખ્યા ‌તિ પામી છે કે હુસૈનીવાલા પ્રત્યેવ બહુ ઓછા લોકોનું ધ્યાાન ખેંચાય છે. અલબત્ત, હવે પંજાબના પ્રવાસે જવાનું થાય તો એક સૂચન છે : 

વાઘા-અટારીને ભલે પ્રાધાન્યા આપો, પણ એક મુલાકાત હુસૈનીવાલાની અચૂક લેજો. ભારતની આઝાદી ખાતર ભર જુવાનીમાં ફાંસીએ ચડી ગયેલા શહીદ ભગત ‌સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને નતમસ્તવક વંદન કરવા માટે, ૧૯૬પના તથા ૧૯૭૧ના યુદ્ધોમાં વીરગ‌તિ પામેલા આપણા સૈ‌નિકોને માનભરી શ્રદ્ધાંજ‌લિ આપવા માટે તેમજ સરહદે ઊભેલા આપણા BSF જવાનોને તેમની સેવા બદલ સલામ કરવા માટે જીવનમાં એક વાર હુસૈનીવાલા જવું જ રહ્યું.■


Google NewsGoogle News