અત્યારના અર્થશાસ્ત્ર પાસે વિશ્વની ગંભીર આર્થિક સમસ્યાઓનો ઉકેલ નથી
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- અર્થશાસ્ત્રમાં નવા વિચારોને હજુ પણ અવકાશ છે. વૈજ્ઞાનિક ઢબે એનો વિકાસ થવો જોઈએ. 250 વર્ષમાં અર્થશાસ્ત્ર પાયાના પ્રશ્નો ઉકેલી શક્યું નથી, એ હકીકત સ્વીકારીવી પડે તેમ છે
ઇ. સ. ૧૭૭૬માં સ્કોટલેન્ડના આદમ સ્મીથે ધ વેલ્થ ઓફ નેશન્સ નામના ટૂકા નામે ઓળખાતા પુસ્તક દ્વારા અર્થશાસ્ત્રની સ્થાપના કરી અને અર્થકારણમાં મુક્ત બજારોની હિમાયત કરી. તે જમાનામાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઇ ચૂકી હતી અને આદમ સ્મીથે બજારો સ્વયંસંચાલિત છે અને બજારોની કામગીરીમાં સરકારનો હસ્તક્ષેપ જરા પણ ચલાવી ના લેવાય એવું પ્રતિપાણ કરી ફ્યુડલ લોડર્ઝની સત્તા તોડી નાખી અને ઊભરતા મૂડીવાદનું સમર્થન કર્યું. અર્થશાસ્ત્રના જન્મને લગભગ ૨૫૦ વર્ષ થવા આવ્યા છતા અર્થશાસ્ત્ર હજી માત્ર શાસ્ત્ર છે, વિજ્ઞાન નહી.
અર્થશાસ્ત્ર અપૂર્ણ વિજ્ઞાન
અર્થશાસ્ત્ર હજી વિજ્ઞાન થયું નથી. અર્થકારણને સમજવા અર્થશાસ્ત્રમા જે મોડેલો ઉભા થયા છે તે મોડેલો પહેલાના કે હાલના અર્થકારણની અસ્થિરતા અને વિષમતાને હજી સમજાવી શક્યા નથી. અત્યારનુ અર્થશાસ્ત્ર અર્થકારણમા સુધારા માટે માત્ર ત્રણ જ ઉપાયોની ભલામણ કરે છે ૧. મોનેટરી પોલીસી, ૨. ફીસ્કલ પોલીસી (જેમા કરવેરા, સબસીડીઝ અને સરકારી ખર્ચનો સમાવેશ થાય છે અને, ૩. ડાયરેકટર અંકુશો. આદમ સ્મીથે ધ વેલ્થ ઓફ નેશન્સ લખીને અર્થશાસ્ત્રની ઇ.સ. ૧૭૭૬મા કરી તેને લગભગ ૨૫૦ વર્ષ પૂરા થવામા આવ્યા તે પછી પણ અર્થકારણની સમસ્યાઓ (ગરીબી, આર્થિક અસમાનતા, બેરોજગારી અર્થકારણની અસ્થિરતા)નો ઉકેલ આવી શક્યો નથી. આદમ સ્મીથની મુક્ત બજારો, હરીફાઈયુક્ત બજારો, સ્વયંસંચાલિત અને સેલ્ફ કરેકટીંગ એટલે કે સ્વયંસુધારક બજારોની ઇનવીઝીબલ હેન્ડઝની થીયરી અર્થકારણમા મંદી, મહામંદી, રીકવરી અને ગ્રોથની સતત ચાલતી બીઝનેસ સાયકલને નાથવામા નિષ્ફળ ગઈ છે. ફુગાવાને નાથવા વ્યાજદરોને ઉત્તરોત્તર વધારવાના પગલા આર્થિક વૃદ્ધિદરને ઘટાડે છે અને બેરોજગારી વધારે છે. અર્થકારણની ગતિવિધિઓ વખતે ઉતાર ચઢાવ વિષેનુ આપણુ જ્ઞાન હજી અધૂરૂ છે. ઇંગ્લેન્ડના મહાન અર્થશાસ્ત્રી કેઇન્સે મહામંદી દૂર કરવાનું ક્રાંતિકારી અર્થશાસ્ત્ર ઘડયું અને અર્થશાસ્ત્રને નવી જ દીશા આપી. તે માટે નવા કન્સેપ્ટ ઉભા કર્યા અને મેક્રોઇકોનોમીક્સને જન્મ આપ્યો. તે પછી જે નવા જ્ઞાન અને નવી થીયરીઝનો અર્થશાસ્ત્રમા ઉદ્ભવ થયો છે પરંતુ તેની સરખામણીમા કુદરતી વિજ્ઞાનો (ફીઝીક્સ, કેમીસ્ટ્રી, બાયોલોજી, બાયોકેમીસ્ટ્રી વગેરે)મા નો વિકાસ અદ્ભૂત અને અભૂતપૂર્વ થયો તેવો સામાજીક શાસ્ત્રોમાં થયો નથી.
અર્થશાસ્ત્ર બાલ્યાવસ્થામાં
કુદરતી વિજ્ઞાનોની સરખામણીમા અર્થશાસ્ત્ર હજી બાલ્યાવસ્થામા અથવા તો બહુ બહુ તો કુમારાવસ્થામાં છે તેમ કહી શકાય. દા.ત. ૨૦૦૮માં અમેરીકાએ સર્જેલી મંદી (ધ ગ્રેટરીસેશન) જગતભરમા પ્રસરી ગઈ. તેણે માત્ર અમેરીકાના અર્થકારણને જ નહી પરંતુ જગતના અર્થકારણને ગંભીર નુકશાન પહોંચાડયું. તેની પણ કોઇએ આગાહી કરી ન હતી. ઇગ્લેન્ડના મહારાણી ક્વીન એલીઝાબેથે અર્થશાસ્ત્રીઓને ટોણો મારીને અર્થશાસ્ત્રીઓની સભામા કહ્યું હતું કે 'તમે આ બાબત કેમ તેના બન્યા પહેલા ઓળખી ના શક્યા' અત્યારે જગતના અર્થકારણમા નીઓલીબરાલીઝમ જેને આર્થિક ઉદારમતવાદ કહેવામા આવે છે પરંતુ જે ખરેખર ધાર્મિક ફન્ડામેન્ટાલીઝમની માફક જ માર્કેટ ફન્ડામેન્ટાલીઝમ છે તેની બોલબાલા છે. મોટાભાગના બજારો હરીફાઈયુક્ત હોતા નથી અને તેમા માત્ર ત્રણ, ચાર કે પાંચ કંપનીઓ તેમના ક્ષેત્રના સમગ્ર બજાર પર કાબુ મેળવીને ઇજારાશાહી ભોગવે છે તે વાસ્તવિક્તાની આધુનિક અર્થશાસ્ત્રના પિતા આદમ સ્મીથે કલ્પના કરી ન હતી. અર્થશાસ્ત્રમા આને ઓલીગોપોલી કહે છે ઇંગ્લેન્ડના મીસીઝ જોન રોબીન્સન અને અમેરીકાના પ્રોફેસર ચેમ્બર લીને જબરજસ્ત તેના પર કામ કર્યું. જે કારણે ઓલીગોપોલી પ્રથાએ અર્થકારણમા અમુક જ ઉદ્યોગપતીઓનું વર્ચસ્વ જબરજસ્ત વધારી દીધુ છે તે બાબત હવે સૌ કોઈ જાણે છે અને તેના કનીષ્ઠ પરીણામો ચીજવસ્તુઓના ઊંચા ભાવો આપીને ભોગવી રહ્યા છે.
ઇ.સ. ૧૯૭૩મા જગતના તેલ સમૃધ્ધ ઓપેક દેશોએ બળતણના તેલના ભાવોમા જંગી વધારો કરીને જગતભરમા અને ખાસ કરીને સમૃધ્ધ દેશોમા એક નવી જ આર્થિક સમસ્યા ઊભી કરી જેને સ્ટેગફ્લેશ તરીકે ઓળખવામા આવે છે. અભ્યાસુ અર્થશાસ્ત્ર તેની એથેમેટીકલ અને સ્ટેટીસ્ટીકલ ટેકનીકોથી પોતાની જાત પર એટલું ફીદા થઇ ગયું છે કે તે વાસ્તવિક્તા સાથેનો સ્પર્શ ગુમાવી બેઠુ છે. આનુ એક કારણ એ પણ છે કે અન્ય અસંખ્ય માનવીય બાબતોમા બની રહ્યું છે તેમ અર્થશાસ્ત્રીનું પણ રાજકીયકરણ થઇ ગયું છે.
અર્થશાસ્ત્રમાં ન્યુટનની જરૂર
અર્થકારણીઓ પોતાનો બચાવ કરતા કહે છે કે અર્થશાસ્ત્રીના પણ થીયરીઝનું પ્લુરાલીઝમ (બહુવિવાદ) જરૂરી છે. કેટલાકને મતે અર્થશાસ્ત્રમા આદમ સ્મીથ અને જે એમ કેઇન્સ જેવા ઝગમગતા સીતારાઓ આથમી ગયા છે અને નવા સીતારાઓ ઊભા થયા નથી તેથી અર્થશાસ્ત્રને ફીઝીક્સમા જેમ બન્યું તેમ આઈઝેકન્યૂટનની જરૂરી છે. કેઇન્સે મૂડીવાદને બચાવી લીધો પરંતુ કાર્લ માર્ક્સે પરંપરાગત અર્થકારણની સામે મોટો શંખનાદ કર્યો અને સમાજવાદી દેશોમા એકહથ્થુ સત્તાવાળી સરકારો સ્થપાઈ. તેમા પણ ઇકોનોમીનો શબ્દ પ્રયોગ થાય છે) અર્થકારણ પણ શોષણકર્તા અને નાગરીકોના સ્વાતંત્ર્યને કચડી નાખનારૂ સાબીત થયું. સામ્યવાદી દેશોમા પણ બીલીઓનર્સ ઊભા થયા અને આ દેશોએ લોકશાહી ગુમાવી દીધી અને લોકો સત્તાધીશોની કઠપૂતળી બની ગયા. હવે સોવિયેટ અને ચાઈનીસ ઇમ્પીરીઆલીઝમ શરૂ થયું છે. મુખ્ય ધારાના અર્થશાસ્ત્રના દરેક ઉત્પાદક અને ખરીદકર્તા (કન્ઝ્યુમર) રેશનલ છે, અર્થકારણમા માગ અને પૂરવઠાના પરિબળો હંમેશા
સંતુલન (ઇક્વીવીલીઝમ) ઉભુ કરે છે, અને દરેક ઉપભોક્તા કે ઉત્પાદક કે ગ્રાહક પોતાના ફાયદો કે લાભ (યુટીલીટી) ને મહત્તમ બનાવવા પ્રયત્ન કરે છે, લાંબે ગાળે તમામ બજારો સંતુલન પ્રાપ્ત કરી જ લે છે. મુખ્ય ધારાના અર્થશાસ્ત્રીને કાર્લ માર્ક્સે પડકાર ફેંક્યો અને ઉત્પાદકો ખરીદનારાઓની સરપ્લસ વેલ્યુ ઝૂટવીને પોતાનો નફો વધાર્યે જ જાય છે અને તેમાંથી મોનોપોલી કેપીટાલીઝમનો અને તે પછી વસાહતવાદ (ઇમ્પીરીઆલીઝમ)નો. તબક્કો શરૂ થાય છે તે બાબતને પણ ફરીથી વિચારવી પડશે કારણ કે માર્ક્સની ધારણાથી વિરૂધ્ધ સામ્યવાદી સમાજોએ માર્ક્સવાદને જે રીતે વ્યવહારીત કર્યો તેમા વ્યક્તિ સ્વાતંત્ર્યને તો કચડી નાખવામા આવ્યુ અને સાથે સાથે પ્રોસેટરીઅલ સમાજનું સ્થાન ઝનૂની અને ક્રૂર ડીક્ટેટર્સે ઝૂટવી લીધુ અને તેઓએ મૂડીવાદી દેશો કરતા પણ પોતાના નાગરીકોનુ ભયાનક શોષણ કર્યું. ચીને પણ સામ્યવાદી અર્થકારણને માર્ગે નહી પરંતુ મૂડીવાદી અર્થકારણનો માર્ગ પસંદ કરીને જગતમા બીજા નંબરનું સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર ઊભુ કર્યું. જગત હવે મીશ્ર અર્થકારણના યુગમા દાખલ થઇ ગયું છે. કેઇન્સે અર્થશાસ્ત્રમા જે ક્રાંતિ સર્જી તેવી મૂળભૂત ક્રાંતિ તે પછી થઇ નથી. જગત હજી ઇકોનોમીક ગ્રોથ વીથ સ્ટેબીલીટીની ઝંખના કરી રહ્યું છે. જગતના વિકાસના દેશો આર્થિક વૃધ્ધિ દરને વધારવાની અને ફુગાવાને કાબુમાં રાખવાની દીશામા આગળ વધી રહ્યું છે. જ્યારે આવક અને સંપતીની અસમાનતા જે સામ્યવાદી દેશોમા પણ વધી રહી છે તેને દૂર કરવાની ટેકનીકો શોધવાને બદલે વેલફેર સ્ટેટસ ઊભા કરી રહી છે જેમા આર્થિક અસમાનતા વધતી જાય છે.