પરીનો સહિયર પરિવાર .
- હું, શાણી અને શકરાભાઈ -પ્રિયદર્શી
- ગમ્મતભરી વાતોમાં સમય સારો વીત્યો એવામાં મનોજ આવ્યો એ સ્વભાવે જરા ગંભીર હતો પણ પરી સાથે વાત કરી. એને ગમતી પરીને એ એનો સ્વભાવ પસંદ હતો
મોં ઘેરા પડોશી મહેમાન અન્કલ માટે શી વાનગી બનાવવી તેની મીઠી ચર્ચા થતી રહી. મંજરીએ રશ્મિની સલાહ લીધી એ વડસસરાની ખાણીપીણી જાણે. એમને શીરો- લાપસી વધારે પસંદ થોડા અલગ દાંતની સુરક્ષામાં બોખા મોઢે એમને એ વધારે પસંદ.
મોટીબા કશું બોલ્યા નહી, પણ એમને એ ગમ્યું એમ એમના મુખ પરની પ્રસન્નતા પરથી સમજાઈ ગયું.
વિશાલના પપ્પા જમવાની બાબતમાં વરણાગી હતા એમને ફરસાણ પર વધારે પ્રેમ ભાખરવડી તો વાહ રે વાહ! પણ એ મંજરી માટે શક્ય નહોતું એને જરા અફસોસ થયો. રશ્મિના સસરા રાજી થવા જોઈએ એમને તો ખાસ રાજી રાખવા પડે.
થોડી ચર્ચા પછી રશ્મિએ ભાખરવડીના વિકલ્પ તરીકે બટાકા વડાની સિફારસ કરી મંજરીને એ બહુ પસંદ આવી એના મિસ્ટરની પણ એ ખાસ ભળતી આઇટેમ હતી.
પરી તો વાર તહેવારે ખાસ એની સહિયરોને આમંત્રણ આપી સાંજે બટાકાવડાની ઉજાણી કરાવતી હતી. આમ મોંઘેરા મહેમાન માટે સહુને પસંદ આવે તેવો 'રસથાળ' મંજૂર થઈ ગયો. રાતે મોડું ના થાય તેની ખાસ કાળજી વડીલ વૃદ્ધને લક્ષમાં રાખીને લેવાની હતી. મોટા બાનો એ માટે એક જ આગ્રહ હતો કે રાતે વેળાસર ઘર ભેગા થવાય તો સારું એવી એમની મહેચ્છા હતી.
પરી તો બહુ બહુ ઉત્સાહમાં હતી એની ખાસ ખાસ સહિયરોને એણે આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું હતું. એમને નમતી સાંજે સ્હેજ વહેલી જ બોલાવી હતી એમની સાથે પરીનો એક માનીતો ફ્રેન્ડ પણ આવવાનો હતો - વિનાયક.
પરીનો એ જરા માનીતો સાથી હતો એ એને પ્રેમથી વિનુ જ કહેતી.
સાડા પાંચ થતા જ એક પછી એક સહેલી આવવા માંડી અને પરી પ્રેમથી એમને સોફા કે ખુરશી ઉપર બેસાડીને બીજી સખીઓની પ્રતીક્ષા કર્યા કરતી.
સહેજ સાંજ ઢળતા વારાફરતી પરીના મિત્રો, સખીઓ આવવા લાગી. સહુ પહેલા એની જોડાજોડની વર્ગમાં બેસનારી વિભા આવી. વિભા હસમુખી હતી જ્યારે વર્ગમાં અણગમતો પીરિયડ આવે ત્યારે બંને એકબીજાને ચબરખી લખી મેડમ ટીચરની મજાક ઉડાડતા એમનો એ પ્રિય વિષય હતો. મેડમ વર્ગમાં પ્રવેશ કરતા જ એનાં ચશ્મામાંથી ચૂંચરી આંખે વિદ્યાર્થીઓનું માપ લેતા એ પોતાનો પ્રભાવ પાડવા વિદ્યાર્થીઓ પર રોફ જમાવવાની કોશિષ કર્યા કરતા એટલે છૂપી રીતે વિદ્યાર્થિનીઓની મજાકના નિશાન - બનતા.
થોડીવારે મોના આવી એ પરીની જરા બોલકી વાચાળ બહેનપણી હતી. વર્ગમાં પણ એ વાતોડિયણ હતી અને કેટલીકવાર મેડમના પનિશમેન્ટનો લાભ પણ પામતી.
આવતાં વાર 'હેપ્પી બર્થ ડે, પરી' કહીને પરીનો જ હાથ હલાવીને ઉષ્માભર્યા શેકહેન્ડ કર્યા પરી એના ઉમળકા ઉપર વારી ગઈ ગમે તેમ પણ એ વાચાળ છતાં પ્રેમાળ સખી હકતી. આવતા વાર પરીને તેણે એની જિજ્ઞાાસા વધે એમ પૂછ્યું 'તારે માટે શી ગિફ્ટ લાવી હોઈશ બોલ?'
પરીએ બે-ત્રણ ગિફ્ટની કલ્પના કરી તેના નામ દીધા અને એ 'ખોટું ખોટું' કહીને હસતી હસાવતી જ રહી.
એમની ગમ્મતભરી વાતોમાં સમય સારો વીત્યો એવામાં મનોજ આવ્યો એ સ્વભાવે જરા ગંભીર હતો પણ પરી સાથે વાત કરી. એને ગમતી પરીને એ એનો સ્વભાવ પસંદ હતો.
એણે આવતા વાર સમાચાર આપ્યા 'વિપુલ નથી આવવાનો એને ફાવે એમ નથી.'
પરી જરા નારાજ થઈ, પૂછવા માંડી 'કેમ? કેમ? મેં એને આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું હતું ને?'
મનોજ કહે: 'એય નાસીપાસ હતો એની ઘણી ય ઇચ્છા હતી પણ એના પપ્પાએ ના પાડી દીધી. મારી સામે જોતાં એ રડુ રડુ થઈ ગયો હતો.'
પપ્પાએ કેમ ના પાડી હશે? કશી મુશ્કેલી હશે?
'પરી તને ખબર નથી! એના સાવકા પપ્પા છે.' એટલું બોલતા એ ગભરાઈ ગયો.
'હેં?' પરીથી હાય નીકળી ગઈ 'સાવકા પપ્પા?'
'હા. પરી હું એમના ઘરથી બે-ત્રણ ઘર જ દૂર રહું છું એટલે મને બધી ખબર છે.'
પરી જરા દિગ્મૂઢ થઈ સાંભળતી રહી.
'એના ખરા પપ્પા વહેલા ગુજરી ગયા. વિપુલ ઉંમરે જરા નાનો.' એની મમ્મી નિરાશ- નિરાધાર થઈ ગઈ. વિપુલને હવે કેવી રીતે પાલવશે? નાના વિપુલને છત્ર મળે જરા સલામતી લાગે એવા વિચારથી એણે તેના એક જૂના શિક્ષક મિત્ર સાથે સાદાઈથી લગ્ન કરી લીધાં. શરુઆતમાં સારું લાગ્યું. નાના વિપુલને પપ્પાની છત્રછાયા મળી.'
પરી જિજ્ઞાાસાથી સાંભળતી રહી.
'પરી! મને ધીમે ધીમે જાણવા મળ્યું કે તેના પપ્પાને સાવકો છોકરો પસંદ જ નહોતો. એ ફક્ત મંજુમાસીમાં જ રમમાણ રહેતો તેમ છતાં વિપુલ એને તેમના સંસારમાં ભારરૂપ લાગવા માંડયો. વિપુલની મમ્મી પણ લાચાર બની ગઈ. એના સાવકા પપ્પાને એ શું કહી શકે.''
પરીના કુમળા હૈયાને આઘાત લાગી ગયો એની જન્મતિથિએ જ આવું બન્યું?
પરીની અને મનોજની વાતોમાં પરીની આઘાતજનક હાય અને વાત સાંભળી પરીના મમ્મી, રશ્મિ, વિશાલ, પરીના પપ્પા બધાના કાન એ તરફ મંડાયા પરી ગમગીન એ હદે ખચકાઈ ખચકાઈને બોલતી હતી એને પૂછવાની કોઈની હિંમત નહોતી.
થોડીવારે મોનાએ એના ચૂચૂ મેડમની કોઈ મજાકભરી વાત કરી વાતાવરણ જરી હળવું કરવા પ્રયત્ન કર્યો. જો કે મંજરનું ધ્યાન તો સતત પરીના કરમાયેલા ચહેરા પર જ હતું એવામાં અચાનક મોનાએ કહ્યું: 'પરી, પરી વિનાયક આવતો લાગે છે. તારો ખાસ ફ્રેન્ડ.' પરી એકદમ આતુર આંખે વાટ જોતી રહી
એ ઘરમાં ્પ્રવેશ્યો કે તરત પરી એની સામે દોડી એનો હાથ પકડીને રૂમમાં લઈ આવી. એની જોડે સોફા પર બેસાડતા મંજરી ખૂબ નવાઈ પામી. પરીને તો આટલીબધી ઉત્સાહભરી લાગણીમાં તેણે ભાગ્યે જ જોઈ હતી.
મોનાએ ફોડ પાડયો. પરીનો એ ખાસ માનીતો ફ્રેન્ડ છે. વિનાયક, વિનુ પરીએ એને ભાઈ માન્યો છે. વિનુએ એને બહેન માની છે. બધા આતુર થઈ ગયા. મંજરીના કાન એકદમ સરવા થઈ ગયા. પરીએ એને ભાઈ માની લીધો. એમણે મોના સામે જોયું.
મોનાએ વટાણા વેર્યા: 'અમારા ક્લાસના ચૂચૂ મેડમે પરીને પનિશમેન્ટ આપી હતી'
પરીને 'પનિશમેન્ટ?' મંજરી હબક ખાઈ ગઈ.
પરી મોનાને ઇશારાથી કહી વાત ન કરવા વિનંતી કરી રહી ને 'પ્લીઝ, ડોન્ટ ડોન્ટ...' કહી રહી હતી.
પરીના સહુ વડીલોની જિજ્ઞાાસા અપાર થઈ ગઈ હતી.
પરીને મેડમે શિક્ષા કરી કેમ જ શેને માટે