100 વર્ષમાં આવેલાં પરિવર્તનો .
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- એક સદીમાં મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ અસંખ્ય નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા. કમ્પ્યુટર્સની ક્રાંતિએ કામ કરવાની પદ્ધતિ સમૂળગી બદલી નાખી
દુ નિયામાં ૧૦૦ વર્ષમાં અપાર પરિવર્તનો આવ્યાં છે. મોટાભાગના ફેરફારોએ માનવજીવનનું આયુષ્ય વધાર્યું છે. પરંતુ જગતમા ધાર્મિક કટ્ટરતા વધતી જાય છે અને રેશનાલીસ્ટ થીકીંગને ધર્મ અને ધાર્મિક માન્યતાઓ રૃંધી રહી છે. પશ્ચિમ જગતના અનેક દેશોએ (ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, ઇટાલી, સ્પેન, પોર્ચુગલ, હોલેન્ડ, બેલ્જીઅમ વગેરેએ) એશિયા અને આફ્રિકાના દેશોને ગુલામ બનાવી દીધા હતા. તેનો બીજા વિશ્વયુદ્ધ પછી અંત આવ્યો. જુદા જુદા દેશો જુદા જુદા વર્ષોમાં શાહીવાદી નાગચૂડમાંથી છૂટયા તે દેશોમાં ભારત (૧૯૪૭), મ્યાંમાર(૧૯૪૮), ઇઝરાયેલ (૧૯૪૮), શ્રીલંકા (૧૯૪૮), લિબિયા (૧૯૫૧), કમ્બોડીયા (૧૯૫૩), સુદાન (૧૯૫૬), ટયુનીશીઆ (૧૯૫૬), મલેશીયા (૧૯૫૭), સોમાલીયા (૧૯૬૦), કોંગો (૧૯૬૦), અલ્જીરીયા (૧૯૬૨), સીંગાપોર (૧૯૬૫), ચેચેન (૧૯૬૭), ફીજી (૧૯૭૦), ગ્રેનેડા (૧૯૭૪), એંગોલા (૧૯૭૫), બૂ્રનેઇ (૧૯૮૪), નામીબીયા (૧૯૯૦) જેવા દેશોનો સમાવેશ થાય છે.
માનવ સમાજના ઇતિહાસમાં આટલા બધા દેશો ૧૯૪૫મા બીજા વિશ્વયુદ્ધના અંત બાદ માત્ર ૫૦ વર્ષના ગાળાના પશ્ચિમ યુરોપના દેશોની ચુંગાલમાંથી છૂટયા તે કદાચ માનવજાતના ઇતિહાસમા સૌથી મોટી ઘટના હશે. અહી નોંધવું જરૂરી છે કે અમેરીકાએ કોઈ દેશમા પોતાની વસાહત (કોલોની) સ્થાપી નથી. કારણ કે તે પોતે જ એક જમાનામા બ્રીટનની કોલોની હતુ. અમેરિકા કોઈ દેશને પ્રત્યક્ષ રીતે ગુલામ દેશ બનાવવામા માનતું નથી. પરંતુ તેનો મુખ્ય શોખ જગતના જુદા જુદા દેશોની સરહદો નજીક કે દેશોની અંદર પોતાના મીલીટરી બેઝ (લશ્કરી થાણા) સ્થાપવાનો છે. ૧૯૯૧મા એક મોટો બનાવ સોવિયેત યુનિયનના વિઘટનનો બન્યો અને તેમાથી લગભગ ૧૫ રાષ્ટ્રો છૂટા પડી ગયા. સોવિયેટ અમ્પાયર તૂટી પડયુ તેને અંગ્રેજીમા કોલેપ્સ કહેવામા આવે છે. આ કોલેપ્સને કારણે સામ્યવાદની એક વિચારસરણી તરીકેની પ્રતિષ્ઠા પાણીની તળિયે ડૂબી ગઇ અને ૧૯૯૧ પછીના જગતમા જમણેરી મોજુ ફરી વળ્યુ છે. સામાન્ય રીતે જમણેરી મોજુ પ્રતિક્રાંતીકારી હોય છે અને તે અતિરાષ્ટ્રવાદી (અમેરીકન ફોર અમેરીકન્સ ઓનલી) પણ હોય છે. ભારતમા અતિરાષ્ટ્રવાદ હિન્દુત્વપ્રધાન જમણેરી વિચારસરણી પર ઉભો થયો છે. ૧૯૪૯ પછી ચીનનો ઝડપી આર્થિક વિકાસ સો વર્ષની એક મોટી ઘટના ગણી શકાય.
ભારત ૧૯૪૭મા સ્વતંત્ર બન્યુ પરંતુ તે પછી મહામાનવ મહાત્મા ગાંધીજીની ૧૯૪૮મા હત્યા માનવજાતની કલંકરૂપ ઘટના ગણી શકાય. અમેરીકાના પ્રેસીડેન્ટ કેનેડીની હત્યા પણ જગતભરમાં લોકશાહીની હત્યા ગણી શકાય. જગતમા પોતાના સંતુલનને ધરમૂળથી હચમચાવી મુકનાર એટમીક એર્નજી અને એટોમીક બોંબ અને બીજા વિશ્વયુદ્ધમા જાપાન પર બે એટોમીક બોમ્બ (હીરોશીમા અને નાગાસાકી)ના હુમલાએ જગતમા બેલેન્સ ઓફ પાવરમા ધરમૂળ ફેરફારો કરી નાખ્યા છે.
૧૯૭૦ના દાયકામા નાના કદના કોમ્પ્યુટર્સનો ઉપયોગ દુનિયા બદલી નાખી છે. મોટારાક્ષસી કદના કોમ્પ્યુટર્સનો જન્મ તો ૧૯૪૬મા યુનિવર્સિટી ઓફ પેનીસીલીનીઆમા થઇ ચૂક્યો હતો પરંતુ આ કોમ્પ્યુટર્સ રાક્ષસી કદના હતા. તેઓ સ્ટેન્ડ એલોન યંત્રો હતો. એટલે કે તેઓ અંદર અંદર સંવાદ કરી શક્તા ન હતા અને શરૂઆતમા તે ઝડપી ગણતરી કરનારા જ યંત્રો હતા. કોમ્પ્યુટર ક્ષેત્રને લગતી જબરજસ્ત શોધ ટ્રાન્ઝીસ્ટર્સની હતી. જેની શોધ ૧૯૪૭મા થઇ અને તે માટે અમેરિકાની બેલ લેબોરેટરીઝના ત્રણ વૈજ્ઞાનીકોને તેનો યશ આપવો પડે. આ ત્રણ વૈજ્ઞાનીકો વીલીયમ શોકલે, જ્હોન બારડીન અને વોલ્ટર બ્રાર્ટનને ડીજીટલ ક્રાંતિના પાયોનીઅર ગણી શકાય. ૧૯૪૭ બાદ વીજળીના ગોળાથી ગરમ થતા બલ્બ રેડીઓઝનો બદલે ટ્રાન્ઝીસ્ટર્સ ધરાવતા પોર્ટેબલ અને ટેબલટોપ રેડીઓઝ બજારમા આવ્યા અને જતના તો તેને જોઇને તેની દીવાની થઇ ગઈ.
રેડીયો, ટેલિવિઝન, ગ્રામોફોન, વોઇસ રેકોડર્સ વગેરેની શોધ કરતા જો કોઈ શોધે માનવજાતને વધુ લાંબુ આયુષ્ય બક્ષ્યુ હોય તો તે પેનીસીલીનની અને તે પછી અનેક પ્રકારના એન્ટીબાયોડીક્સની શોધો ગણી શકાય.
આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૨૫મા ભારતમા પણ અગત્યના બનાવો બન્યા. ૨૬મી ડીસેમ્બર ૧૯૨૫ના રોજ કાનપુરમા કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીઆની રચના થઇ અને સીપીઆઈના ટૂંકા નામે ઓળખવામા આવે છે. ૧૯૨૫મા જમણેરી સંગઠન આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સેવક સંઘનો જન્મ થયો. ૧૯૨૫ અને ૨૦૨૫ વચ્ચેના સો વર્ષના ગાળામા થયેલા ફેરફારોએ માનવજીવનને ધરમૂળથી બદલી નાખ્યું છે. જગતમા ડીઈક્વીરીઆલીઝમ (કોલોનીઆલીઝમનો અંત), સોવિયેટ રશિયાની ચઢતી અને પડતી, ચીનનુ જગતના અર્થકારણમા અને રાજકારણમા વધેલું પ્રભુત્વ અને ઇલેક્ટ્રોનીક ક્રાંતિ (જેના કોમ્પ્યુટર્સનો અને એઆઈનો ઉદય અને ઇન્ટરનેટનો ઉદયનો સમાવેશ થાય છે) તથા તબીબી શાસ્ત્રીને અત્યંત ઉપયોગી એવી ડીએનએ અને આરએનએની શોધો છે.
આ ગાળામા માનવજીવનના સરાસરી આવરદામા નાટયાત્મક વધારો થયો છે. જગતમા ૧૯૨૫મા પુરુષોનું સરાસરી આયુષ્ય ૪૫.૪ વર્ષ અને સ્ત્રીઓ સરાસરી આયુષ્ય ૪૮.૮ વર્ષ હતુ અને બન્નેનું ભેગા મળીને આશરે ૪૭ વર્ષનુ હતું. એક અંદાજ પ્રમાણ ઇ.સ. ૨૦૨૫મા જગતના તમામ લોકોનુ સરાસરી આયુષ્ય ૭૩.૭ વર્ષ ગણવામા આવે છે જેમા પુરૂષોનું અંદાજીત ૭૦.૭ વર્ષ અને સ્ત્રીઓનુ અંદાજીત ૭૬ વર્ષ છે. જગતમા સ્ત્રીઓ પુરૂષો કરતાં વધુ લાંબુ જીવે છે અને આ તફાવત વધતો જાય છે.