Get The App

શ્રીદુર્ગાસપ્તશતીનાં પ્રાગટયની કથા! .

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
શ્રીદુર્ગાસપ્તશતીનાં પ્રાગટયની કથા!                                . 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- સમસ્ત જગતનાં ઈશ્વર ભગવાન વિષ્ણુની યોગનિદ્રાસ્વરૂપ ભગવતી મહામાયા જ્ઞાાનીજનોને પણ મોહિત રાખવા સક્ષમ છે

પ હેલાંનાં સમયમાં સ્વારોચિષ મનવંતરમાં સુરથ રાજા થઈ ગયા, જેમનો જન્મ ચૈત્રવંશમાં થયો હતો. હાલ, આપણે જે મનવંતરમાં જીવી રહ્યાં છીએ, એનું નામ છે: વૈવસ્વત મનવંતર! સ્વારોચિષ મનવંતરમાં રાજા સુરથનું સામ્રાજ્ય દૂરદેશાવર સુધી વિસ્તરેલું હતું. તેઓ ચક્રવર્તી સમ્રાટ તરીકે ઓળખાતાં હતાં. દાનત-નીતિ-ધર્મ સાથે તેઓ પોતાની પ્રજાનું પાલન-પોષણ કરવામાં માનતાં. કોલાવિધ્વંસી નામનાં રાજા સાથે એમની દુશ્મનાવટ થતાં તેઓ જ્યારે એમની સાથે યુદ્ધે ચડયાં, ત્યારે સેનાબળ વધારે હોવા છતાં તેઓ પરાજિત થયાં.

પોતાના રાજ્યમાં પરત ફર્યા પછી પણ સુરથ રાજા સુખેથી રહી ન શક્યાં અને કોલાવિધ્વંસીએ ત્યાં પણ હલ્લાબોલ મચાવી દીધું. રાજાનું બળ ક્ષીણ થતું ગયું અને એમના મંત્રી તથા સેનાપતિઓએ વિદ્રોહ કર્યો. રાજ્યનો ખજાનો એમણે પચાવી પાડયો અને સેના ઉપર આધિપત્ય મેળવી લીધું. સુરથનું પ્રભુત્વ સમાપ્ત થઈ જતાં તેઓ શિકાર કરવાના બહાના હેઠળ એકલા જ પોતાના ઘોડા ઉપર સવાર થઈને જંગલનાં રસ્તે રવાના થઈ ગયા.

ઘનઘોર જંગલમાં દૂર સુધી પહોંચ્યા પછી એમને મેધા ષિનો આશ્રમ દેખાયો. ષિ માર્કંડેયના શિષ્ય અને પરમ મેધાવી એવા મેધા ષિનો આશ્રમ એટલો અદ્ભૂત અને રમણીય હતો કે ત્યાં ખૂંખાર પ્રાણીઓ પણ કોઈ પ્રકારના તામસિક ભાવ વિના એકબીજા સાથે હળીમળીને રહેતાં હતાં. આ જોઈને સુરથને ખૂબ આશ્ચર્ય થયું.

થોડા દિવસો સુધી એમણે આશ્રમનું નિરીક્ષણ કર્યે રાખ્યું. એક દિવસ સુરથે જોયું કે કોઈક વ્યાપારી જેવો દેખાતો માણસ પણ એમની જેમ જ મેધા ષિના આશ્રમનું અવલોકન કરી રહ્યો છે! નજીક જઈને નામ પૂછતાં ખ્યાલ આવ્યો કે એ સમાધિ નામનો વેપારી હતો, જે અત્યંત ધનિક હોવા છતાં ઘરનો ત્યાગ કરી ચૂક્યો હતો! કારણ પૂછતાં ખબર પડી કે સમાધિના પુત્રો અને પત્નીએ એમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં હતાં અને એમની સંપત્તિ ઉપર કબજો જમાવી લીધો હતો.

સુરથ અને સમાધિ બંને એકસમાન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં. બંને વચ્ચે મિત્રતા થઈ. બંનેના મનમાં એક જ સવાલ હતો કે આપણાં અંગત કહી શકાય એવા લોકોએ આવી ખરાબ વર્તણૂંક કરી હોવા છતાં એમના પરત્વેનો મોહ અને આસક્તિ કેમ ઓછી નથી થઈ રહી? શા માટે તેઓ નિુર ભાવ સાથે જીવી નથી શકતાં? આટઆટલું બની ગયું હોવા છતાં શા માટે બંનેને હજુ પણ પોતાના પરિવાર અને સ્વજનની યાદ આવી રહી છે?

પોતાનો આ પ્રશ્ન લઈને સુરથ અને સમાધિ મેધા ષિની સેવામાં ઉપસ્થિત થઈ ગયાં. સુરથે ષિને કહ્યું કે, 'જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું, એના માટે હજુ પણ શા માટે હું આટલું મમત્વ ધરાવું છું? એક અજ્ઞાાની વ્યક્તિની માફક મને શા માટે હજુ પણ દુ:ખ થઈ રહ્યું છે?'

મેધા ષિએ કહ્યું કે, 'મનુષ્યો પાસે પણ એવી જ સમજદારી હોય છે, જેવી પશુ અને પંખીઓ પાસે હોય છે. સમજ હોવા છતાં પંખી પોતે ભૂખ્યું રહીને પણ પોતાના બચ્ચાંની ચાંચમાં ભોજન પીરસતું રહેશે. મનુષ્ય પોતાના બાળકને ઉછેરીને મોટું કરે છે અને તેની આસક્તિમાંથી એટલે મુક્ત નથી થઈ શકતો કારણ કે તેમને પોતાના બાળક પાસેથી અભિલાષા હોય છે. જે બાળકને તેણે જન્મ આપ્યો છે, એ મોટું થઈને એમના ઘડપણની લાકડી બનશે, એ અપેક્ષા ધીરે ધીરે સ્વાર્થમાં પરિણમતી જાય છે અને ક્રમશ: એના દુ:ખનું કારણ બને છે. આ જોઈને એવું માનવાની જરૂર નથી કે મનુષ્યને વાસ્તવમાં તેના પરિવાર માટે પ્રેમ છે. અભિલાષાયુક્ત પ્રેમ તેના મનમાં આસક્તિ અને મોહનું વટવૃક્ષ ઉગાડી દે છે! સમસ્ત જગતનાં ઈશ્વર ભગવાન વિષ્ણુની યોગનિદ્રાસ્વરૂપ ભગવતી મહામાયા જ્ઞાાનીજનોને પણ મોહિત રાખવા સક્ષમ છે અને એમના ચિત્તને બળપૂર્વક ખેંચીને મોહમાં પાડી દે છે!'

ओम ज्ञानिनामपि चेतांसिदेवी भगवती हि सा ।

बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति ।।

એ સમયે રાજાને સત્યનું ભાન થતાં તેમણે ષિને પૂછયું કે, 'હે ભગવન્! આપ જેમને મહામાયા કહો છો, એ દેવી કોણ છે? એમના પ્રાગટયની કથા આપના મુખેથી સાંભળવાની ઈચ્છા છે, મહષ!'

એ સમયે મેધા ષિએ કહ્યું કે, મા તો નિત્યસ્વરૂપા છે. સંપૂર્ણ જગત એમનાથી વ્યાપ્ત છે અને તેઓ જ સમસ્ત સંસારની અધિાત્રી છે!'

બરાબર આ ક્ષણેથી મેધા ષિએ જગદંબાનું મહિમાગાન કરવાની શરૂઆત કરી, જેને આપણે સૌ 'શ્રીદુર્ગાસપ્તશતી'ના નામે ઓળખીએ છીએ. એક એવો પ્રમુખ શાક્તગ્રંથ, જેમાં જગદંબાનાં અનેક તાંત્રિક રહસ્યો ધરબાયેલાં છે, જેના વિશે વિગતે વાત કરીશું આવતાં અંકે.


Google NewsGoogle News